Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SP Third Candidate List 2024: સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 ને લઈ 3 યાદી કરી જાહેર

SP Third Candidate List 2024: હવે, લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને માત્ર ગણતરીના દિવસો રહી ગયા છે. ત્યારે દેશમાં પક્ષ અને વિપક્ષ દ્વારા એક પછી એક ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. તો એક તરફ દેશમાં INDIA...
sp third candidate list 2024  સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 ને લઈ 3 યાદી કરી જાહેર

SP Third Candidate List 2024: હવે, લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને માત્ર ગણતરીના દિવસો રહી ગયા છે. ત્યારે દેશમાં પક્ષ અને વિપક્ષ દ્વારા એક પછી એક ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. તો એક તરફ દેશમાં INDIA Alliance દ્વારા કરવામાં આવી રહ્યા સીટ શેર્યરિંગ મુદ્દે પણ રાજકારણ ગરમાયું છે.

Advertisement

  • SP એ લોકસભા ચૂંટણી માટે 3 યાદી કરી જાહેર
  • મનોજ કુમારને નગીના બેઠક પરથી ટિકિટ મળી
  • SP અને BSP એ 2019 માં સાથે મેદાનમાં ઉતર્યા હતા

ત્યારે SP એ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માટે 3 યાદી જાહેર કરી છે. SP એ 6 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. તે ઉપરાંત આ યાદીમાં TMC ને પણ સ્થાન આપવામાં આવ્યું છે. SP એ બિજનૌરથી યશવીર સિંહ, નગીનાથી મનોજ કુમાર, મેરઠથી ભાનુ પ્રતાપ સિંહ, અલીગઢથી બિજેન્દ્ર સિંહ, હાથરસથી જસવીર બાલ્મિકી અને લાલગંજથી દરોગા સરોજને મેદાનમાં ઉતાર્યા છે. ભદોહી લોકસભા સીટ TMC ને આપવામાં આવી છે.

Advertisement

મનોજ કુમારને નગીના બેઠક પરથી ટિકિટ મળી

SP દ્વારા જાહેર કરાયેલા લોકસભા ઉમેદવારોની નવી યાદીમાં મનોજ કુમારને નગીના બેઠક પરથી ટિકિટ મળી છે. જોકે ચંદ્રશેખર આઝાદ સૌથી કિંમતી લોકસભા સીટ માટે દિવસ-રાત કામ કરી રહ્યા હતા. એવું લાગતું હતું કે સપા સાથે ગઠબંધન કરીને આ સીટ ચંદ્રશેખરને મળશે પરંતુ એવું થયું નહીં.

SP અને BSP એ 2019 માં સાથે મેદાનમાં ઉતર્યા હતા

સમાજવાદી પાર્ટીએ BSP સાથે ગઠબંધન કરીને 2019 (Lok Sabha Election) માં લોકસભા ચૂંટણી લડી હતી. સપાએ 37 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, બસપાએ 38 બેઠકો પર અને RLD એ ગઠબંધનમાં 3 બેઠકો આપી હતી. ત્યારે સપા માત્ર 5 સીટો જીતી શકી હતી. જ્યારે બસપાને 10 સીટો મળી હતી.

Advertisement

આ પણ વાંચો: Lok Sabha Election પહેલા TMC ને ફટકાર, બે નેતાઓએ ધારણ કર્યો કેસરિયો

આ પણ વાંચો: Pashupati Kumar Paras: જો NDA પશુપતિ પારસના સાંસદોનું આગામી સમયમાં નહીં વિચારે, તો….

આ પણ વાંચો: Lok Sabha Election: ચૂંટણીને લઈને ગુજરાત ફર્સ્ટનું એનાલિસિસ, જાણો ચૂંટણીની તમામ વિગતો

Tags :
Advertisement

.