સીતારામ યેચુરીની તબિયત લથડી, દિલ્હી AIIMS માં વેન્ટિલેટર પર ખસેડાયા
- સીતારામ યેચુરીની તબિયત બગડી
- દિલ્હી AIIMSમાં વેન્ટિલેટર પર ખસેડાયા
- ડૉકટરોના જણાવ્યા અનુસાર તેમના ફેફસામાં તકલીફ વધી રહી છે
Sitaram Yechury News : કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના મહાસચિવ સીતારામ યેચુરી (Sitaram Yechury) ને દિલ્હીના AIIMS હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ગુરુવારે રાત્રે ફરી એકવાર યેચુરીની તબિયત બગડતાં તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર ખસેડાયા હતા. ડૉકટરોના જણાવ્યા અનુસાર તેમના ફેફસામાં તકલીફ વધી રહી છે અને આ માટે AIIMS ના તબીબોની એક વિશેષ ટીમ દ્વારા તેમની સારવાર ચાલી રહી છે.
19 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
77 વર્ષીય સીતારામ યેચુરી (Sitaram Yechury) ને 19મી ઓગસ્ટે દિલ્હી AIIMS માં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયત ખરાબ થવાને કારણે તે સમયથી તેમની નિરંતર સારવાર ચાલી રહી છે. યેચુરીની તબિયતમાં ફરી એકવાર ગુરુવારે બગી હતી, જેના કારણે તેમને વેન્ટિલેટર પર ખસેડવા પડ્યા હતા. મહત્વનું છે કે, સીતારામ યેચુરી (Sitaram Yechury) ને અગાઉ ન્યુમોનિયાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, એઈમ્સના ડોકટરો દ્વારા તે સમયે તેમની સાચી તબિયતની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી ન હતી. આ ઉપરાંત, યેચુરીએ થોડા મહિના પહેલા મોતિયાની સર્જરી કરાવી હતી અને ત્યારથી AIIMS ના તબીબો તેમની તબિયત પર નજર રાખી રહ્યા છે.
Update on CPI(M) General Secretary, comrade Sitaram Yechury's health. pic.twitter.com/gp1yoRNtDO
— CPI (M) (@cpimspeak) August 31, 2024
પાર્ટીનું નિવેદન અને તબીબી માહિતી
કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)એ 31 ઓગસ્ટે એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું કે મહાસચિવ સીતારામ યેચુરીની તબિયત ખરાબ છે અને તેઓ દિલ્હીના AIIMS માં સારવાર લઈ રહ્યા છે. તેમને શ્વસન ચેપથી પીડાઈ રહ્યા છે અને તબીબોની ટીમ તેમની સતત દેખરેખ રાખી રહી છે.
આ પણ વાંચો: Haryana Assembly Elections : ટિકિટ બાબતે ભાજપમાં આંતરિક વિખવાદ, નારાજ નેતાઓએ પાર્ટીને કહ્યું અલવિદા