Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દશકોથી ડાબેરી નેતાઓના સૂત્રધાર રહેલા Sitaram Yechury નું થયું નિધન

Sitaram Yechury નું તાજેતરમાં મોતિયાનું આપરેશન કર્યું હતું યેચુરીના અવસાન પર દેશના દરેક લોકો શોક વ્યક્ત કરી રહ્યા Sitaram Yechury 1974 માં SFI જોડાયા અને પછી નેતા બન્યા Sitaram Yechury passed away : તાજેતરમાં ડાબેરી દલ સીપીએમના દિગ્ગજ નેતા...
દશકોથી ડાબેરી નેતાઓના સૂત્રધાર રહેલા sitaram yechury નું થયું નિધન
  • Sitaram Yechury નું તાજેતરમાં મોતિયાનું આપરેશન કર્યું હતું
  • યેચુરીના અવસાન પર દેશના દરેક લોકો શોક વ્યક્ત કરી રહ્યા
  • Sitaram Yechury 1974 માં SFI જોડાયા અને પછી નેતા બન્યા

Sitaram Yechury passed away : તાજેતરમાં ડાબેરી દલ સીપીએમના દિગ્ગજ નેતા Sitaram Yechury નું નિઘન થયું છે. 72 વર્ષની ઉંમરમાં તેમનું અવસાન થયું છે. Sitaram Yechury તેમની બીમારી સામે દિલ્હીની એક હોસ્પિટલમાં લડી રહ્યા હતાં. જોકે 19 ઓગસ્ટના રોજ Sitaram Yechury ને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તે ઉપરાંત થોડાક દિવસો પહેલા તેમની તબીયતમાં સુધારો નોંધાયો હતો. પરંતુ તે બાદ શ્વાસ લેવામાં સીતારામ યેચૂરીને મુશ્કેલી આવી રહી હતી. જે બાદ બે દિવસ પહેલા તેમની સ્થિતિ નાજૂક થઈ હતી, અને આજરોજ Sitaram Yechury નું નિધન થયું છે.

Advertisement

Sitaram Yechury નું તાજેતરમાં મોતિયાનું આપરેશન કર્યું હતું

તો 11 સપ્ટેમ્બરના રોજ દિલ્હીની AIIMS Hospital માં આવેલા ICU માં Sitaram Yechury ને રાખવામાં આવ્યા હતાં. કારણ કે... અચાનક તેમની તબિયતમાં ફેરફાર જોવા મળ્યો હતો. જોકે ICU માં Sitaram Yechury ની શ્વાસનળી પર સારવાર કરવામાં આવી રહી હતી. જ્યારે તેમને 19 ઓગસ્ટના રોજ દિલ્હીની AIIMS Hospital માં લાવવામાં આવ્યા હતાં. ત્યારે Sitaram Yechury ન્યુમોનિયાથી પીડિત હતાં. તે ઉપરાંત Sitaram Yechury નું તાજેતરમાં મોતિયાનું આપરેશન કર્યું હતું.

આ પણ વાંચો: Rajasthan to Korea : શાકભાજી વેચનારની દીકરી દક્ષિણ કોરિયા અને ભારત વચ્ચે બની સેતુ

Advertisement

યેચુરીના અવસાન પર દેશના દરેક લોકો શોક વ્યક્ત કરી રહ્યા

ડાબેરી નેતાના સુત્રધાર Sitaram Yechury ના અવસાન પર દેશના દરેક લોકો શોક વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ Sitaram Yechury ના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. તે ઉપરાંત પૂર્વ કેન્દ્રિય મંત્રી અને ભાજપ નેતા રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું છે કે, સિતારામ યેચુરીના નિધનના સમાચાર સાંભળતા ભારે દુ:ખ થયું છે. જેઓ તે પહેલા મારી સાથે સંસદમાં સહયોગી હતાં. તેમના પરિવાર અને પરિજનો પ્રત્યે સંવેદના રાખું છું.

Advertisement

Sitaram Yechury 1974 માં SFI જોડાયા અને પછી નેતા બન્યા

Sitaram Yechury 2015 માં પ્રકાશ કરાતના સ્થાને સીપીએમના મહાસચિવ બન્યા હતાં. Sitaram Yechury પાર્ટીના દિવંગત નેતા હરકિશન સિંહ સુરજીત સાથે રહીને રાજનીતિ શીખી હતી. જ્યારે ડાબેરી પક્ષોએ પ્રથમ યુપીએ સરકારને ટેકો આપ્યો અને નીતિ-નિર્માણમાં કોંગ્રેસની આગેવાની હેઠળના શાસન પર વારંવાર દબાણ કર્યું હતું, ત્યારે Sitaram Yechury એ તેમની કુશળતાને સમ્માનિત કરવામાં આવી હતી. Sitaram Yechury 1974 માં સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા (SFI) માં જોડાયા અને પછીના વર્ષે પાર્ટીના સભ્ય બન્યા હતાં.

આ પણ વાંચો: એરફોર્સ વિંગ કમાન્ડરે મને કહ્યું, મારા રુમમાં આવ મારે તને ગિફ્ટ આપવાની છે

Tags :
Advertisement

.