Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોર્ટે આફતાબ પર હત્યા અને પુરાવાનો નાશ કર્યાંના આરોપો નક્કી કર્યાં

Shraddha Murder Case : શ્રદ્ધા વોલ્કર હત્યાકાંડમાં આખરે દિલ્હીની સાકેત કોર્ટે આરોપો નક્કી કરી દીધાં છે. કેસમાં હત્યા અને પુરાવાના નાશ હેઠળ આરોપો નક્કી થયાં છે. સુનવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, આફતાબ પર હત્યા સિવાય પુરાવાનો નાશ કરવાનો આરોપ છે....
12:11 PM May 09, 2023 IST | Viral Joshi

Shraddha Murder Case : શ્રદ્ધા વોલ્કર હત્યાકાંડમાં આખરે દિલ્હીની સાકેત કોર્ટે આરોપો નક્કી કરી દીધાં છે. કેસમાં હત્યા અને પુરાવાના નાશ હેઠળ આરોપો નક્કી થયાં છે. સુનવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, આફતાબ પર હત્યા સિવાય પુરાવાનો નાશ કરવાનો આરોપ છે. કોર્ટે મંગળવારે આ આરોપો નક્કી કર્યાં છે.

હત્યા, પુરાવાનો નાશ કર્યાંનો આરોપ

સુનવણી દરમિયાન કોર્ટે આફતાબને કહ્યું કે, તમને આરોપો વાંચીને સંભળાવવામાં આવી રહ્યાં છે. કોર્ટે કહ્યું કે, 18 મે 2022ની સવારે 6.30 વાગ્યા બાદ તમે શ્રદ્ધા વોલ્કરની હત્યા કરી. જે IPC કલમ 302 હેઠળ દંડનીય અપરાધ છે. કોર્ટે વધુમાં કહ્યું કે, 18 મેથી 18 ઓક્ટોબર વચ્ચે પુરાવાનો નાશ કરવાના ઈરાદે તમે શરીરના ટુકડાં કરીને શરીરના અંગોને અલગ-અલગ સ્થળોએ ફેંકી દીધા. આ પુરાવા ગાયબ કરવાનો અપરાધ છે.

ટ્રાયલની માંગ

કોર્ટે આફતાબને કહ્યું કે, તમારા પર શ્રદ્ધાની હત્યા અને તેમના શરીરના અંગોને છતરપુર અને અન્ય વિસ્તારમાં ફેંકી દેવાનો આરોપ લગાવાયો છે. કોર્ટે આફતાબને પુછ્યું કે, શું તમે પોતાને દોષિત માનો છે કે ટ્રાયલ ક્લેમ કરવા માંગો છો? જેના પર આફતાબના વકિલે કહ્યું કે, તેઓ ટ્રાયલ ક્લેમ કરવા માંગે છે.

આફતાબે શ્રદ્ધાની હત્યા કરી હતી

ઉલ્લેખનીય છે કે, આફતાબ અમીન પુનાવાલાએ દિલ્હીના છતરપુર વિસ્તારમાં પોતાની લિવ ઈન પાર્ટનર શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી અને બાદમાં લાશના અનેક ટુકડા મહરૌલી વિસ્તારમાં ફેંકી દીધાં હતા. આ કેસમાં દિલ્હી પોલીસે 75 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી દીધી હતી. પોલીસ તરફથી આફતાબનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તે પહેલા પોલીગ્રાફી ટેસ્ટ પણ થયો હતો. તેનાથી અનેક સવાલો પુછાયા બાદ આ ચાર્જશીટ તૈયાર થઈ હતી.

આ પણ વાંચો : મધ્યપ્રદેશ બાદ હવે યૂપીમાં પણ ‘THE KERALA STORY’ ટેક્સ ફ્રી , સમગ્ર મંત્રીમંડળ સાથે CM યોગી જોશે ફિલ્મ

Tags :
Aaftab PoonawalaDelhi PoliceSaket CourtShraddha Murder CaseShraddha Walker Murder Case
Next Article