Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આફતાબને 13 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, આ જેલમાં મોકલાશે

શ્રદ્ધા મર્ડર કેસના (shraddha murder case) આરોપી આફતાબને (Aftab Poonawala) વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સાકેત કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 13 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આજે શનિવારે આફતાબના રિમાન્ડ પુરા થતા હતા અને તેના લીધે તેને આંબેડકર હોસ્પિટલમાંથી જ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો.આ કેસની સુનવણી કરતા કોર્ટે તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં (J
આફતાબને 13 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલાયો  આ જેલમાં મોકલાશે
શ્રદ્ધા મર્ડર કેસના (shraddha murder case) આરોપી આફતાબને (Aftab Poonawala) વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સાકેત કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 13 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આજે શનિવારે આફતાબના રિમાન્ડ પુરા થતા હતા અને તેના લીધે તેને આંબેડકર હોસ્પિટલમાંથી જ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો.
આ કેસની સુનવણી કરતા કોર્ટે તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં (Judicial Custody) મોકલી દીધાં છે.  આફતાબને આજે જ દિલ્હીની તિહાડ જેલમાં મોકલી દેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. કોર્ટના નિર્ણય પહેલા પોલીસ તેને આંબેડકર હોસ્પિટલ લઈને ગઈ હતી. અહીંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તેને કોર્ટમાં રજુ કરાયો હતો.
સ્પેશ્યલ પોલીસ કમિશ્નર (કાયદો-વ્યવસ્થા) સગરપ્રીત હુડ્ડાએ કહ્યું કે, દિલ્હી પોલીસે મેજીસ્ટ્રેટને અપીલ કરી હતી કે આ કેસમાં કોર્ટ આંબેડકર હોસ્પિટલમાં જ લગાવવામાં આવે.
પોલીસે જણાવ્યું કે, આફતાબનો IPC કલમ 365/302/201 હેઠળ થનારો પોલીગ્રાફ ટેસ્ટ 25 નવેમ્બર સુધી થઈ શક્યો નથી. બીજી તરફ સ્પેશ્યલ પોલીસ કમિશ્નર હૂડાએ જણાવ્યું કે, ,તેમને હજુ સુધી મૃતક શ્રદ્ધાના મૃતદેહનો DNA રિપોર્ટ મળ્યો નથી. જ્યારે દિલ્હી પોલીસે 16 નવેમ્બરે મૃતકના પિતા વિકાસ વોલકરનું DNA સેમ્પલ લીધું  હતું. પોલીસે આ DNAને જંગલમાંથી મળેલા શરીરના ભાગો સાથે મેચ કરશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.