શિબુ સોરેની તબિયત અત્યંત વણસી, ખાસ પ્લેન દ્વારા દિલ્હી લવાયા, CM હેમંત સોરન પણ રવાના
- ઝારખંડ મુક્તિ મોર્ચાના અધ્યક્ષ છે શિબુ સોરેન
- ઝારખંડના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા છે
- ખાસ પ્લેન દ્વાર તેમને દિલ્હીની મેદાંતા હોસ્પિટલ ખસેડાયા
નવી દિલ્હી : ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM) ના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી શિબૂ સોરેનની તબીયત બગડ્યા બાદ તેમને ખાસ વિમાનથી દિલ્હી લાવવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર શિબૂ સોરેનને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. સીએમ હેમંત સોરેન પણ પોતાના પિતાની સાથે દિલ્હી માટે રવાના થઇ ગયા છે.
ઝારખંડ મુક્તિ મોર્ચાના સુપ્રીમો છે શિબુ સોરેન
ઝારખંડ મુક્તિ મોર્ચાના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનની તબિયત બગડ્યા બાદ તેમને ખાસ વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર શિબે સોરેનને શ્વાસ લેવામાં ખુબ જ તકલીફ છે. સીએમ હેમંત સોરેન પણ પોતાના પિતાની સાથે જ દિલ્હી માટે રવાના થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્વાસ લેવામાં તકલીફના કારણે થોડા વર્ષો પહેલા શિબુ સોરેનને મેદાંતા રાંચી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : LIVE: PM મોદી ‘Pariksha Pe charcha’ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ
કેન્દ્રીય કોલસા મંત્રી પણ રહી ચુક્યા છે
શિબુ સોરેન ઝારખંડ મુક્તિ મોર્ચાના અધ્યક્ષ છે. યુપીએના પહેલા કાર્યકાળમાં તેઓ કોલસા મંત્રી પણ બન્યા હતા જો કે ચિરુહીડ હત્યાકાંડમાં તેમનું નામ આવ્યા બાદ તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. પિતા શોભરામ સોરેનની હત્યા બાદ શિબુએ રાજનીતિમાં પગ મુક્યો હતો.
પિતાની હત્યા બાદ રાજકારણમાં આવ્યા
શિબુએ પહેલીવાર 1977 માં લોકસભા ચૂંટણી લડી હતી. જો કે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે 1980 માં તેમને સફળતા મળી હતી. ત્યાર બાદ 1986,1989,1991 અને 1996 માં પણ તેઓ ચૂંટણી જીત્યા હતા. 2004 માં તેઓ દુમકાથી લોકસભા માટે ચૂંટાયા હતા. શિબુ સોરેન ઝારખંડના સીએમ પણ રહ્યા છે. હવે તેમના પુત્ર હેમંત સોરન રાજ્યના મુખ્યમંત્રી છે. શિબુ સોરેનને ગુરૂજીના નામથી પણ ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પની ટૈરિફ વોર વચ્ચે રૂપિયો સાતમાં પાતાળમાં, સામાન્ય ભારતીયો પર તુટશે મુસિબતોનો પહાડ