Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શરદ પવારનું નિવેદન પરેશન કરનારૂ છે,આવી માનસિકતા બંધ કરોઃ ગોયલ

BJPના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સંદર્ભમાં NCPના સુપ્રીમો શરદ પવારના નિવેદન પર પ્રહારો કર્યા છે. પીયૂષ ગોયલે કહ્યું છે કે તેમણે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાનું સમર્થન ન કરવું જોઈએ....
શરદ પવારનું નિવેદન પરેશન કરનારૂ છે આવી માનસિકતા બંધ કરોઃ ગોયલ

BJPના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સંદર્ભમાં NCPના સુપ્રીમો શરદ પવારના નિવેદન પર પ્રહારો કર્યા છે. પીયૂષ ગોયલે કહ્યું છે કે તેમણે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાનું સમર્થન ન કરવું જોઈએ. તેમણે કહ્યું કે, તે ખેદજનક છે કે જે વ્યક્તિ ભારતના સંરક્ષણ પ્રધાન અને મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે, તે આતંકવાદ સંબંધિત મુદ્દાઓ પર આટલું સામાન્ય વલણ ધરાવે છે.

Advertisement

Advertisement

ટ્વિટરથી કહી દીધી પોતાની વાત

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સમગ્ર મામલાને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર લખ્યું કે, જ્યારે શરદ પવાર જેવા વરિષ્ઠ નેતા આવું કરે છે ત્યારે તે ખૂબ જ પરેશાન કરે છે. ઈઝરાયેલમાં થયેલા આતંકવાદી હુમલા પર ભારતના વલણ પર તે વાહિયાત નિવેદનો આપે છે. વિશ્વના કોઈપણ ભાગમાં આતંકવાદનો ખતરો તેના તમામ સ્વરૂપોમાં વખોડવો જોઈએ. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આગળ લખ્યું કે - પવારજી એ જ સરકારનો ભાગ હતા જેણે બાટલા હાઉસ એન્કાઉન્ટર પર આંસુ વહાવ્યા હતા.

Advertisement

ભારતની ધરતી પર આતંકવાદી હુમલા દરમિયાન ઊંઘતા રહ્યા હતા. આ સડેલી માનસિકતા બંધ થવી જોઈએ. હું આશા રાખું છું કે પવારજી ઓછામાં ઓછા પહેલા રાષ્ટ્ર વિશે વિચારશે. એનસીપીના વડા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે તાજેતરમાં જ મુંબઈમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈને પોતાનું નિવેદન આપ્યું હતું. પેલેસ્ટાઈનનું સમર્થન કરતાં તેમણે કહ્યું હતું કે, આ યુદ્ધ વિશ્વ શાંતિ માટે ખતરો છે. તેણે કહ્યું હતું કે ત્યાંની જમીન અને મકાનો જે એક સમયે પેલેસ્ટાઈનના હતા તે ઈઝરાયેલ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા.

શું કહ્યું પીએમ મોદીએ?
હમાસે 7 ઓક્ટોબરની સવારે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ પછી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર તેની નિંદા કરી અને તેને આતંકવાદી હુમલો ગણાવ્યો. ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરતા તેમણે કહ્યું કે ભારત તમારી સાથે એકતામાં ઉભું છે.

આ પણ  વાંચો -AYODHYA : રામ મંદિરના નિર્માણ માટે વિદેશી સ્ત્રોતો પાસેથી દાન મેળવવાની મંજૂરી

Tags :
Advertisement

.