Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કાનું મતદાન શરૂ, આજે રાજ્યની જનતા કરશે અનેક દિગ્ગજોના ભાવિનો નિર્ણય

જમ્મુ-કાશ્મીરમાં આજે બીજા તબક્કાનું મતદાન આ તબક્કામાં હાઈપ્રોફાઇલ ઉમેદવારોના ભાવિનો થશે નિર્ણય આ તબક્કામાં 26 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે Jammu Kashmir Assembly Election : જમ્મુ-કાશ્મીરમાં આજે વિધાનસભાની ચૂંટણીનો બીજો તબક્કો છે. આ તબક્કો મોટા રાજકીય પક્ષો માટે ખૂબ...
જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કાનું મતદાન શરૂ  આજે રાજ્યની જનતા કરશે અનેક દિગ્ગજોના ભાવિનો નિર્ણય
  • જમ્મુ-કાશ્મીરમાં આજે બીજા તબક્કાનું મતદાન
  • આ તબક્કામાં હાઈપ્રોફાઇલ ઉમેદવારોના ભાવિનો થશે નિર્ણય
  • આ તબક્કામાં 26 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે

Jammu Kashmir Assembly Election : જમ્મુ-કાશ્મીરમાં આજે વિધાનસભાની ચૂંટણીનો બીજો તબક્કો છે. આ તબક્કો મોટા રાજકીય પક્ષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો છે, કેમ કે આ તબક્કામાં ઘણા હાઈપ્રોફાઈલ ઉમેદવારોના ભાવિનો નિર્ણય મતદારોના હાથમાં છે.

Advertisement

મહત્વપૂર્ણ ઉમેદવારો અને બેઠકો

આ બીજા તબક્કામાં 26 વિધાનસભા બેઠકો માટે મતદાન થવાનું છે, જેમાં કુલ 239 ઉમેદવારો છે. આ બેઠકોમાંથી 11 બેઠકો જમ્મુ વિભાગની અને 15 બેઠકો કાશ્મીર વિભાગની છે. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈના અને અપની પાર્ટીના વડા અલ્તાફ બુખારી જેવા દિગ્ગજ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેના કારણે આ તબક્કો અત્યંત મહત્વપૂર્ણ બની ગયો છે. આ તબક્કામાં કુલ 25 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આમાંથી 13.12 લાખ પુરુષ મતદારો છે, જ્યારે 12.65 લાખ મહિલાઓ અને 53 ત્રીજા લિંગના મતદારો નોંધાયેલા છે. કુલ 239 ઉમેદવારોનું ભાવિ આજે ઇલેક્ટ્રોનિક મતદાન મશીન (EVM)માં સીલ કરવામાં આવશે.

Advertisement

દિગ્ગજો જોવા મળશે મેદાને

આજે બીજા તબક્કાના મતદાનમાં ઘણા દિગ્ગજ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા પોતાના પરિવારના ગઢ ગંદેરબલથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો PDP ના રાજ્ય સચિવ બશીર અહેમદ મીર અને જેલમાં બંધ મૌલવી અને અપક્ષ ઉમેદવાર સર્જન બરકતી સામે છે. બડગામમાં ઓમરનો બીજો મુકાબલો પૂર્વ CM ના મુખ્ય હરીફ PDP ના આગા સૈયદ મુન્તાજીર મેહદી છે. ચન્નાપુરા વિધાનસભા બેઠક પર અપની પાર્ટીના વડા અલ્તાફ બુખારી, નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર અને બિઝનેસમેન મુસ્તાક ગુરુ, PDP ના મોહમ્મદ ઈકબાલ ટ્રંબુ અને ભાજપના હિલાલ અહેમદ વાની વચ્ચે મુકાબલો છે.

પ્રથમ તબક્કાના પરિણામો અને બીજા તબક્કાની તૈયારી

આ અગાઉ 18 સપ્ટેમ્બરે થયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં 61.38 ટકા મતદાન નોંધાયું હતું, જે જમ્મુ-કાશ્મીરના રાજકીય પરિસ્થિતિ માટે ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે. પ્રથમ તબક્કાની સફળતા બાદ, હવે સમગ્ર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં બીજા તબક્કાના મતદાન માટે તકેદારીપૂર્વક તૈયારી કરવામાં આવી છે. બીજા તબક્કામાં મુખ્યત્વે હાઈપ્રોફાઈલ ઉમેદવારોની હાજરીને કારણે રાજકીય પક્ષો માટે આ તબક્કો વધુ પ્રભાવશાળી છે. બધા મુખ્ય રાજકીય પક્ષોએ મતદારોને આકર્ષવા માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અલગ-અલગ ઝુંબેશો ચલાવી છે.

Advertisement

આ પણ વાંચો:  Assembly Election Date Announcement : જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણીની તારીખો જાહેર

Tags :
Advertisement

.