SCHOOL CLOSED: બિહાર બાદ આ રાજ્યમાં પણ વેકેશન લંબાવાયું,જાણો શું છે કારણ
SUMMER HOLIDAYS: ઝારખંડ (JHARKHAND)સરકારે ગઈકાલે એક મોટી જાહેરાત કરી છે અને રાજ્યની તમામ શાળાઓની ચાલુ રજાઓ (SUMMER VACATION)વધારી દીધી છે. હવે શાળાઓ 15 જૂન સુધી બંધ રહેશે. મળતી માહિતી મુજબ,આ દિવસોમાં રાજ્યમાં સખત ગરમી છે, તેથી બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા બિહાર સરકારે શાળાઓની રજાઓ (SUMMER HOLIDAYS)લંબાવી હતી. બિહારમાં પણ તમામ શાળાઓમાં 15 જૂન સુધી રજા જાહેર કરવામાં આવી છે.
તમામ શાળાઓ માટે આદેશ આપ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર,ઝારખંડ સરકારે (Jharkhand Government)મંગળવારે રાજ્યમાં કાળઝાળ ગરમી(hitwave)ને જોતા તમામ શાળાઓને 15 જૂન સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ દિવસોમાં, મંગળવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહ્યું હતું, જ્યારે પલામુમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે જણાવ્યું છે કે, "રાજ્યમાં ભારે ગરમી અને હીટ વેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને, તમામ કેટેગરીના સરકારી, બિન-સરકારી,સહાયિત -બિનસહાયિત અને રાજ્યમાં ચાલતી તમામ ખાનગી શાળાઓ 12 જૂનથી 15 જૂન સુધી બંધ રહેશે.
બિહારમાં પણ શાળાઓ બંધ
બિહાર ડિરેક્ટોરેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશને પણ પોતાના એક આદેશમાં હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે રાજ્યના ઘણા સ્થળોએ 14 જૂન સુધી આકરી ગરમી પડી શકે છે. આ કારણોસર, બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, આ સમયગાળા દરમિયાન તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. "રાજ્યમાં ભારે ગરમીની સ્થિતિ અને IMD દ્વારા જારી કરાયેલ ચેતવણીને ધ્યાનમાં રાખીને, વિભાગે 11 જૂનથી 15 જૂન સુધી રાજ્યની તમામ સરકારી શાળાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે," આદેશમાં કહેવામાં આવ્યું છે. શાળાઓ બંધ રહેશે તેથી શિક્ષકો માટે પણ 15 જૂન સુધી રજા જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો - J&K : રિયાસી અને કઠુઆ પછી આર્મી બેઝ પર ત્રીજો આતંકી હુમલો..
આ પણ વાંચો - Uttarkashi Bus Accident: ઉત્તરકાશી જઈ રહેલી તીર્થીયાત્રીઓની બસ 20 ફૂટની ખીણમાં પડી
આ પણ વાંચો - Indian Army Chief: 30 જૂને લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ભારતીય આર્મીના ચીફ બનશે