Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jammu and Kashmir માં કલમ 370 પૂન:સ્થાપિત કરવા પર SC એ ચુકાદો અનામત રાખ્યો

કલમ 370ને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 16 દિવસ સુધી ચાલી હતી. અરજદારોની...
jammu and kashmir માં કલમ 370 પૂન સ્થાપિત કરવા પર sc એ ચુકાદો અનામત રાખ્યો

કલમ 370ને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 16 દિવસ સુધી ચાલી હતી. અરજદારોની માંગ છે કે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત થવી જોઈએ અને તેનું સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પણ પાછો મળવો જોઈએ.

Advertisement

મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચે કલમ 370 સંબંધિત અરજીઓની સુનાવણી કરી. તેમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એસકે કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંત સામેલ હતા.

Advertisement

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, ગોપાલ સુબ્રમણ્યમ, રાજીવ ધવન, ઝફર શાહ, દુષ્યંત દવેએ કલમ 370 પુનઃસ્થાપિત કરવાની તરફેણમાં પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તે જ સમયે એટર્ની જનરલ આર વેંકટરામણી, સોલિસિટર જનરલ તુષાર મહેતા, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે, રાકેશ દ્વિવેદી, વી ગિરીએ કેન્દ્ર સરકારનો પક્ષ લીધો અને કલમ 370 હટાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો. સુનાવણીના છેલ્લા દિવસે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો અરજદાર અથવા પ્રતિવાદી પક્ષ લેખિતમાં કંઈક કહેવા માંગે છે, તો તે આગામી ત્રણ દિવસ સુધી કરી શકાય છે.

સુનાવણીમાં મુખ્ય મુદ્દાઓ શું ચર્ચાયા હતા?

16 દિવસની સુનાવણીમાં બંને પક્ષના વકીલોએ અલગ-અલગ મુદ્દાઓ પર દલીલો કરી હતી. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં લેવાયેલા નિર્ણયની બંધારણીય માન્યતા છે કે કેમ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં હાલમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે, આને પણ પડકારવામાં આવ્યો હતો.

Advertisement

વર્ષ 2019માં કલમ 370 દૂર કરવામાં આવી

તમને જણાવી દઈએ કે બંધારણના અનુચ્છેદ 370 પહેલાના જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી હતી, જેને સરકારે 5 ઓગસ્ટ, 2019 ના રોજ નાબૂદ કરી દીધી હતી. આ સાથે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. બંનેને અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે ભવિષ્યમાં જમ્મુ-કાશ્મીરને ફરીથી પૂર્ણ રાજ્ય બનાવવામાં આવશે.

આ પણ વાંચો : ઇન્ડિયન નેવીની ગતિવિધિઓ ઉપર નજર રાખી રહ્યું છે ચીન, શ્રીલંકા બંદર પર ઉતારશે જાસૂસી જહાજ…

Tags :
Advertisement

.