સૌરભ ભારદ્વાજે કેજરીવાલને શ્રી રામ સાથે સરખાવ્યા; કહ્યું- તેમણે સતયુગમાં પોતાનું સિંહાસન છોડ્યું હતું, આજે...
- સૌરભ ભારદ્વાજે કેજરીવાલને શ્રી રામ સાથે સરખાવ્યા
- કેજરીવાલની લોકપ્રિયતા અને પ્રામાણિકતા આજે પણ તેમના સમર્થકોમાં
- જનતાની ઇચ્છા હશે તો જ કેજરીવાલ બનશે મુખ્યમંત્રી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Delhi Chief Minister Arvind Kejriwal) સુપ્રીમ કોર્ટ (Supreme Court) માંથી જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવીને રાજીનામું (Risign) આપવાની જાહેરાત કરી છે. તેમના આ નિર્ણયથી રાજકારણમાં અને મીડિયામાં ભારે ચર્ચા થઈ રહી છે. AAP (Aam Admi Party)ના નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે (Saurabh Bhardwaj) સોમવારે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ (Press Conference) માં જણાવ્યુ કે કેજરીવાલે જે કર્યું છે તે ભારતમાં અગાઉ કદી નથી થયું. તેમણે આ દરમિયાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ની તુલના ભગવાન શ્રી રામ (Lord Shri Ram) સાથે કરી હતી. તેમણે કહ્યું કે, ગઈ કાલે દિલ્હીમાં જે કંઈ થયું તેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે.
મુખ્યમંત્રીના રાજીનામાનું મહત્વ વિશે ભારદ્વાજે શું કહ્યું ?
સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે દેશના કોઈ મુખ્યમંત્રીએ અત્યાર સુધી આવી રીતે રાજીનામું આપીને જનતાના સમર્થનની માંગણી કરી નથી. કેજરીવાલે ખુદ રાજીનામું આપીને જનતાને આર્થિક કૌભાંડ, ધમકીઓ, અને ભ્રષ્ટાચાર સામે એમની ઈમાનદારીને મત આપવા માટે કહ્યું છે. આમ છતા, કેન્દ્ર સરકારની તમામ એજન્સીઓ તેમની સામે લાગેલી રહી છે. આ વાતે સ્પષ્ટ કર્યું કે અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતા અને પ્રામાણિકતા આજે પણ તેમના સમર્થકોમાં કાયમ છે. સૌરભ ભારદ્વાજે વધુમાં કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જનતામાં ભારે નારાજગી છે. જનતા દ્વારા ચૂંટાયેલા મુખ્યમંત્રી પાછળ ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. આખી કેન્દ્ર સરકાર એક ઈમાનદાર માણસની પાછળ લાગી ગઈ અને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા. જ્યારે તે માણસ જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે સત્તાનો આનંદ માણ્યો ન હતો. તેમણે નક્કી કર્યું કે તે જનતાના દરબારમાં જશે અને જ્યાં સુધી જનતા તેમને આવકારશે નહીં ત્યાં સુધી તે દિલ્હીની ગાદી પર બેસશે નહીં.
अरविंद केजरीवाल के फैसले पर आम आदमी पार्टी की प्रेस कांफ्रेंस | LIVE https://t.co/BhGhLM5VYB
— AAP (@AamAadmiParty) September 16, 2024
કેજરીવાલની તુલના ભગવાન શ્રી રામ સાથે
સૌરભ ભારદ્વાજે કેજરીવાલની તુલના ભગવાન શ્રી રામ (Lord Shri Ram) સાથે કરી અને કહ્યું કે, સતયુગમાં ભગવાન રામ 14 વર્ષ માટે વનવાસ પર ગયા હતા અને જે ગરિમાના નામે રાજગાદી છોડી દીધી હતી, તેનું ઉદાહરણ આજે જોવા મળી રહ્યું છે કે, અરવિંદ કેજરીવાલે ગૌરવ અને નૈતિકતાના નામે રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે, અયોધ્યાની આખી પ્રજા પોકાર કરી રહી હતી કે શ્રી રામ (Shri Ram) તમે ન જાવ. આ સિંહાસન પર બેસો. પરંતુ પ્રતિષ્ઠાના કારણે શ્રી રામે તે ગાદી છોડી દીધી. સિંહાસન મેળવનાર ભરત પણ શ્રી રામ પાછા ફરે અને કામ સંભાળે તેની રાહ જોતા રહ્યા. અરવિંદ કેજરીવાલ રામ નથી, રામ ભગવાન હતા. હનુમાન ભગવાન રામના ભક્ત છે અને અરવિંદ કેજરીવાલ હનુમાનના ભક્ત છે. તેમની સરખામણી રામ સાથે થઈ શકે તેમ નથી. તેમણે કહ્યું કે કેજરીવાલ ફરીથી રાજનીતિમાં પાછા ફરે તેવી લોકોની ઇચ્છા છે અને લોકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે જેથી તેઓ કેજરીવાલને ફરી મુખ્યમંત્રી બનાવી શકે.
આગામી રાજકીય પ્રક્રિયા
AAPના નેતા સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે આગામી દિવસોમાં પાર્ટીની PAC (પોલિટિકલ એડ્વાઇઝરી કમિટી)ની બેઠક યોજાશે, જેમાં નવા નેતાની પસંદગી કરવામાં આવશે. નવા મુખ્યમંત્રી તરીકેની પસંદગી બાદ, લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા રાષ્ટ્રપતિ સમક્ષ દાવો રજુ કરવામાં આવશે. આ તમામ પ્રક્રિયા એક સપ્તાહમાં પૂર્ણ થવાની શક્યતા છે, અને AAP ફરીથી સરકાર બનાવીને કાર્યભાર સંભાળશે.
આ પણ વાંચો: Arvind Kejriwal આગામી 2 દિવસમાં CM પદ પરથી રાજીનામું આપશે, જાણો કોણ બનશે Delhi CM?