Sanju Samson ના પિતા રડી પડ્યા, મારા બાળકો અહીં સુરક્ષીત નથી, તેની વિરુદ્ધ ષડયંત્ર
- સંજુ સેમસને ક્રિકેટ એસોસિએશન પર લગાવ્યા ગંભીર આક્ષેપ
- મારા સંતાનો વિરુદ્ધ કરવામાં આવી રહ્યું છે ષડયંત્ર
- હું મારા સંતાનો માટે કેરળ છોડવા માટે પણ તૈયાર
નવી દિલ્હી: વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં સ્થાન અપાયું નથી. સાથે જ વિજય હજારે ટ્રોફી માટે કેરળની ટીમમાં પણ સિલેક્ટ નથી થયા. જો કે સંજૂને ઇંગ્લેન્ડની વિરુદ્ધ ટી20 સીરીઝ માટે ટીમની પસંદગી કરવામાં આવી છે. આ તમામ મામલે સંજુના પિતા સૈમસન વિશ્વનાથે ભાવુક થઇને નિવેદન આપ્યું છે.
Sanju Samson Father Samson Viswanath: ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન હાલ સમાચારોમાં છે. જેના કારણે તેમને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પસંદગી કરવામાં આવી નથી. સાથે જ સ્થાનિક ટીમ કેરળના કેમ્પમાં પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. જેના કારણે તેમને ટ્રોફી માટે કેરળ ટીમમાં સિલેક્ટ નથી કરવામાં આવ્યા. જો કે સંજૂને ઇંગ્લેન્ડની વિરુદ્ધ ટી20 સીરીઝ માટે ટીમની પસંદગી કરવામાં આવી છે.
આ પણ વાંચો : Rajkot: જેતપુરની સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલના પ્રિન્સિપાલે વિદ્યાર્થીને તમાચા માર્યા, ઘટના CCTVમાં કેદ
સંજૂના પિતા વિશ્વનાથ સેમસન થયા ભાવુક
હવે આ તમામ મામલે સંજુના પિતા સૈમસન વિશ્વનાથે ભાવુક થઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પોર્ટ્સ ટુડે સાથે વાત કરી આ દરમિયાન તેઓ રડી પડ્યા હતા. સંજુના પિતાએ કહ્યું કે, તેમના પિતાની વિરુદ્ધ કાવતરું રચવામાં આવી શકે છે. તેઓ કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA) માં સુરક્ષીત નથી.
10-12 વર્ષથી અમે પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે
હાલમાં જ KCA ના અધ્યક્ષ જયેશ જોર્જે સૈમસનની ટીકા કરતા કહ્યું કે, કોઇ જ્યારે ઇચ્છે કેરળ માટે રમી શકે નહીં. હવે સેમસનના પિતાએ એસોસિએશન પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, અમ કેરળ ક્રિકેટ એસોસિએશનની વિરુદ્ધ જ્યારે ક્યારેય કોઇ કામ નથી કર્યું. તેમની વિરુદ્ધ અમારી તરફથી કોઇ ભૂલ નથી થઇ. મે અને મારા બાળકોએ તેની વિરુદ્ધ એક શબ્દ પણ નથી કહ્યો. ખબર નહીં કેમ આ માત્ર આજની વાત નથી, ગત્ત 10-12 વર્ષથી અમે પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે.
આ પણ વાંચો : અમેરિકામાં 10 લાખ ભારતીયોને આંચકો! ટ્રમ્પના આદેશથી તણાવ વધ્યો, જાણો શું છે આખો મામલો?
એસોસિએશન કરી રહ્યું છે કાવત્રા
તેની પાછળનું કારણ શું છે, આ કોણ કરી રહ્યું છે, અમને નથી ખબર. અમે આજે પણ એસોસિએશનને બ્લેમ નથી કરી રહ્યા. તેઓએ જ અમારા બાળકોને સપોર્ટ કર્યો છે. સંજુના મોટા ભાઇ ક્રિકેટર હતા. મારા બંન્ને બાળકોને કેરળ માટે સારુ પ્રદર્શન કર્યું. મોટા પુત્રનું પણ અંડર 19 માં કેરળ માટે સારુ પ્રદર્શન કર્યું. કેમ્પમાં પણ સારુ પ્રદર્શન કર્યું હતું, પરંતુ તેમ છતા પણ વનડે ટીમમાં પસંદગી નથી કરવામાં આવી. તેમ છતા પણ વન ડે ટીમમાં નથી પસંદ કરાયો. અંડર 25 ટીમમાં ચુંટાયો, અમારા પુત્રને ચાર મેચની બહાર કરી દેવાયો હતો. ત્યારથી મને શંકા થવા લાગી હતી.
મારા પુત્રો સાથે થઇ રહ્યો છે અન્યાય
સંજુના પિતાએ કહ્યું કે, મોટા પુત્રને 5 મી મેચની તક મળી. તેઓ ઓપનર નહોતો, પરંતુ ત્યાર બાદ ઓપનિંગ કરાવી. સારુ પ્રદર્શન પણ કર્યું. મેચ દરમિયાન ઇજાગ્રસ્ત તે બાળક થઇ ગયો પછી પણ તેમને આ લોકોનો ઉલ્લેખ નથી કર્યો. બીજી તરફથી તે વસ્તુ અત્યાર સુધી ચાલતી આવે છે. અમે એસોસિએશનની વિરુદ્ધ કાંઇ પણ નથી કર્યું. અમે ભૂલ જણાવો જો અમારાથી કોઇ ભૂલ થઇ હોય તો અમે માફી માંગીશું.
આ પણ વાંચો : 9 વર્ષની બાળકીના પેટમાંથી નિકળ્યાં ડોઢ કીલો વાળ, મનોરોગ હોવાને કારણે થઇ સ્થિતિ
કરિયર બરબાદ કરવાનું કાવત્રુ
11 વર્ષ પહેલા મને આ લોકોએ કહ્યું કે, આ લોકો સૈમસનને કોઇ પણ મેચ જોવા માટે નહીં આવવા દે. અમે તેમને બૈન કરી દીધા. આ લોકો એવી રીતે વાત કરી રહ્યા હતા,જો મારા પુત્રથી કોઇ ભૂલ થઇ હોત તો મને બોલાવત, હું દોડીને જતો રહ્યો હોત. બાળકના કરિયર બનવાની પાછળ હું લાગેલો રહુ છું. હું કોઇની સાથે શું ખોટું કરું. હું રાજા મહારાજજેવા લોકો સાથે પંગો શા માટે લઇશ મારા પુત્રનું કરિયર બર્બાદ થઇ જશે.
મારુ બાળક અહીં સુરક્ષીત નથી
વિજય હજારે ટ્રોફીની બબાલ પર સંજુના પિતાએ કહ્યું કે, અધિકારીક રીતે એસોસિએશને સંજુ સામનને કોઇ જવાબ આપ્યો નહોતો. સંજુ એવા જ પ્લેયર નથી બન્યો મહેનત કરીને બન્યો છે. તેણે આખુ જીવન મેદાનમાંવિતાવ્યું છે. મને દોઢ મહિના પહેલા જ માહિતી મળી કે એસોસિએશનની અંદર સંજુની વિરુદ્ધ પ્લાન બની ચુક્યો છે.
આ પણ વાંચો : Airtel યુઝર્સ માટે મહત્ત્વનાં સમાચાર,કંપનીએ લોન્ચ કર્યો આ 2 નવા પ્લાન!
મારા બાળકો કોઇ સુરક્ષીત નથી
તેની વિરુદ્ધ એવી વસ્તુ કરવામાં આવી કે તેઓ છોડીને જતા રહ્યા. અમે તેની સાથે પંગા નથી લઇ શકતા મે વિચારી લીધું કે મારા બાળક અહીં સુરક્ષીત નથી. આ લોકો કંઇ પણ આરોપ મારા પુત્ર પર લગાવી દઇશું અને લોકો વિશ્વાસ પણ કરી લઇશું. હું ઇચ્છું છું કે મારા પુત્ર કેરળ માટે ક્રિકેટ રમવાનું છોડી દે પરંતુ કોઇ સ્ટેટ સંજુને રમવા માટે બોલે છે. મારો બાળક અહીં સુરક્ષીત નથી.
કોઇ એસોસિએશન મારા સંતાનોને રમાડે તેવી અપીલ
સંજુના પિતાએ કહ્યું કે, આ લોકો મારા પુત્રની વિરુદ્ધ ક્યારે કોઇ કાવતરું કરી શકે છે. આ વાત અંગે હું ડરુ છું. અમે ક્યારેય કોઇની સાથે કાંઇ ખોટું નથી કર્યું. મારો પુત્ર મેદાનની બહાર ક્યારેય નિકળ્યો જ નથી. તે તેનાથી ક્યારેય બહાર જીવ્યો જ નથી. તે બાળકની સાથે તેવું થતું રહ્યું. હું તેનાથી તંગ થઇ ચુક્યો છું. હું મારા બાળકોને અહીંથી કાઢી રહ્યો છું. હું રિકવેસ્ટ કરી રહ્યો છું કે જો કોઇ એસોસિએશન મારા બાળકોને તક આપે તો હું કેરળ છોડી દઇશ. અહી તો કરોળીયાનું એક જાળું બની ચુક્યું છે મને ડર લાગે છે કે મારા બાળકને આ લોકો બદનામ કરી દેશે.
આ પણ વાંચો : ગોંડલમાં ક્રાઈમ બ્રાન્ચનો નકલી ASI ઝડપાયો, વેપારીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પાંચ લાખનો તોડ કર્યો