Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rule Changes From January 2024 : નવા વર્ષમાં મોટા ફેરફારો, તમને કરશે અસર!, વાંચો અહેવાલ

Rule Changes From January 2024 : ડિસેમ્બર મહિનો પૂરો થયો. આજથી નવા વર્ષનો પ્રારંભ થયો છે. દર મહિનાની પહેલી તારીખે દેશમાં ઘણા ફેરફારો થાય છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર થાય છે. આવી સ્થિતિમાં, તમારા માટે આ...
10:07 AM Jan 01, 2024 IST | Hiren Dave
Rule Changes

Rule Changes From January 2024 : ડિસેમ્બર મહિનો પૂરો થયો. આજથી નવા વર્ષનો પ્રારંભ થયો છે. દર મહિનાની પહેલી તારીખે દેશમાં ઘણા ફેરફારો થાય છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર થાય છે. આવી સ્થિતિમાં, તમારા માટે આ ફેરફારો વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે. 1લી જાન્યુઆરીથી ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે. આનો સીધો સંબંધ તમારા ખિસ્સા સાથે છે.

 

sim card ના નવા નિયમો લાગુ કરાયા

1 જાન્યુઆરી (Rule Changes From January)  2024થી સિમ કાર્ડ ખરીદવા અને રાખવાના નિયમોમાં (Rule Changes) મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે સિમ કાર્ડ (sim card)ખરીદવા પર માત્ર ડિજિટલ (Digital) કેવાયસી હશે. અગાઉ, દસ્તાવેજોની ભૌતિક ચકાસણી કરવામાં આવતી હતી.

નિષ્ક્રિય UPI ID નો ઉપયોગ કરી શકશે નહીં

નવા વર્ષથી (Rule Changes From January )નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI નવી પોલિસી (Rule Changes) લાગુ કરી રહી છે. આ અંતર્ગત એક અથવા વધુ વર્ષોથી નિષ્ક્રિય રહેલા UPI ID ને બ્લોક કરી દેવામાં આવશે.

LPG ના દરો 1 જાન્યુઆરીએ અપડેટ કરવામાં આવશે

શું નવું વર્ષ 2024 (Rule Changes From January)  સ્થાનિક PLG  ગ્રાહકો માટે રાહત લાવશે? PLG ના દર સામાન્ય રીતે દર મહિનાની પહેલી તારીખે બદલાય છે. આ શ્રેણીમાં, આજે (1 જાન્યુઆરી, 2024) LPG Cylinder ના નવા દરો જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે ચૂંટણી વર્ષ 2019માં પેટ્રોલિયમ કંપનીઓએ ગ્રાહકોને નવા વર્ષની ભેટ આપતા 14 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 120.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતાધારકોને મોટી રાહત

(Rule Changes From January )માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ (Mutual fund) અને ડીમેટ એકાઉન્ટ્સ (Demat accounts) માં નોમિનેશનની છેલ્લી તારીખ લંબાવી છે. અગાઉ નોમિની જાહેર કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર હતી. હવે વધુ 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. હવે નોમિનેશનની છેલ્લી તારીખ લંબાવીને 30 જૂન, 2024 કરવામાં આવી છે.

Gmail એકાઉન્ટ બંધ થઈ શકે છે

જો તમે 1-2 વર્ષથી તમારા Gmail એકાઉન્ટનો ઉપયોગ કર્યો નથી, તો તમારું Google Gmail એકાઉન્ટ બંધ થઈ શકે છે. ગૂગલનો આ નિયમ ફક્ત પર્સનલ એકાઉન્ટ પર જ લાગુ થશે. આ નિયમ બિઝનેસ એકાઉન્ટ્સ પર લાગુ થશે નહીં.

જાન્યુઆરીમાં બેંકો 16 દિવસ બંધ રહેશે

જો તમે જાન્યુઆરી 2024 (Rule Changes From January)  માં કોઈ કામ પતાવવા માટે બેંક જવાનો ઇરાદો ધરાવતા હો, તો તમારે બેંકની રજાઓ વિશે જાણ્યા પછી જ તમારું આયોજન કરવું જોઈએ. આ કરવું જરૂરી છે કારણ કે રજાઓ વિશે જાણ્યા વિના, તમે બેંકમાં જાઓ છો અને તે દિવસે બેંક બંધ હોય છે. જાન્યુઆરીમાં જુદા જુદા પ્રસંગોએ કુલ 16 દિવસ બેંકો બંધ રહેશે. તમે RBIની વેબસાઈટ પર જઈને બેંકની રજાઓની યાદી જોઈ શકો છો.

 

આ પણ વાંચો- નવા વર્ષમાં ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા,જાણો શું છે નવો ભાવ

 

Tags :
1 january rule change5 Rule ChangeAadhaar Updatebank holidayBusiness Newscredit cardsFinancial Rule Change From 1st Januarygas pricegmail account blockHappy New Year New Year Rule ChangeIncome Tax ReturnIOCLjanuary-1LPG Pricemoney related rule changes from January 2024mutual fundsNew Rulesnew rules changing from january 2024New Rules from January 2024new yearNew Year 2024 Rule changeNew-Year-2024rules changeRules changing from january 1st in 2024Sim CardSim Card New RulesUPI IDUPI PaymentUtility News
Next Article