Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RSS leader : ઔરંગઝેબ વિવાદ પર RSS ની સ્પષ્ટ વાત,કહી આ મોટી વાત

મહારાષ્ટ્રમાં ઓરંગઝેબને લઇને વિવાદમાં આરએસએસનુ નિવેદન સામે આવ્યુ સ્થાનિક લોકોનું સન્માન કરવુ છે તે એક મુદ્દો છે RSS leader: હાલ મહારાષ્ટ્રમાં ઓરંગઝેબને (Aurangzeb)લઇને વિવાદ ચાલી રહ્યો છે.નાગપુરમાં હિંસા થઇ.ઓરંગઝેબની કબરને હટાવાની માગ થઇ છે.આ બધા વિવાદ વચ્ચે RSS નુ...
rss leader   ઔરંગઝેબ વિવાદ પર rss ની સ્પષ્ટ વાત કહી આ મોટી વાત
Advertisement
  • મહારાષ્ટ્રમાં ઓરંગઝેબને લઇને વિવાદમાં
  • આરએસએસનુ નિવેદન સામે આવ્યુ
  • સ્થાનિક લોકોનું સન્માન કરવુ છે તે એક મુદ્દો છે

RSS leader: હાલ મહારાષ્ટ્રમાં ઓરંગઝેબને (Aurangzeb)લઇને વિવાદ ચાલી રહ્યો છે.નાગપુરમાં હિંસા થઇ.ઓરંગઝેબની કબરને હટાવાની માગ થઇ છે.આ બધા વિવાદ વચ્ચે RSS નુ નિવેદન સામે આવ્યુ છે. કર્ણાટકના બેંગ્લુરુમાં આરએસએસ મહાસચિવ દત્તાત્રેય હોસબલે કહ્યું કે ઓરંગઝેબે જે કર્યુ તેના કારણે તેમને આઇકોન માનવા ન જોઇએ.

તેમણે વિપક્ષ પર આડકતરા પ્રહાર કરતા જણાવ્યું કે સમાજ કોઈપણ મુદ્દો ઉઠાવી શકે છે.ઔરંગઝેબ માર્ગ બદલીને અબ્દુલ કલામ રોડ કરવામાં આવ્યો.ગંગા-જમુના સંસ્કૃતિ વિશે વાત કરનારાઓએ ઔરંગઝેબને એક પ્રતિક બનાવ્યા.તેમના ભાઈ વિશે કંઈ કહેતા નથી.આપણે બહારથી આવતા કોઈને આદર્શ બનાવવા માંગીએ છીએ કે અહીંના સ્થાનિક લોકોનું સન્માન કરવુ છે તે એક મુદ્દો છે.

Advertisement

સ્વતંત્રતાની લડાઇ માત્ર અંગ્રેજો સામે જ નહી..

તેમણે વધુમાં જણાવ્યું કે દિલ્હીમાં ઔરંગઝેબ રોડ હતો. તેમનું નામ બદલી નાખવામાં આવ્યું, તેમના ભાઈ દારા શિકોહના નામ પરથી તેમનું નામ કેમ ન રાખવામાં આવ્યું? ગંગા-જમુના સંસ્કૃતિની વાત કરનારાઓએ વિચારવું જોઈએ કે શું તેઓ ઔરંગઝેબને પોતાના આદર્શ માને છે કે દારા શિકોહને?સાથે જ કહ્યું કે સ્વતંત્રતાની લડાઇ માત્ર અંગ્રેજો સામે નડી લડાઇ. શિવાજી અને મહારાણા પ્રતાપે પણ મુઘલોથી સ્વતંત્રતા મેળવવા લડાઇ લડી હતી. તે પણ સ્વતંત્રતા સંગ્રામ હતો. દેશના લોકોએ નક્કી કરવાનું છે કે તેઓ પોતાનો આઇકોન ઓરંગઝેબને માને છે કે દારા શિકોહને ?

Advertisement

આ પણ  વાંચો -Meerut Case : જેલમાં નશા વગર તડપતા સાહિલ અને મુસ્કાને કરી આવી માંગ

ભારતે ગંભીરતાથી વિચારવુ પડશે કે..

દત્તાત્રેયે કહ્યું કે ભારતના લોકોએ નક્કી કરવું પડશે કે શું તેઓ એવા વ્યક્તિને પોતાનો આઇકોન બનાવશે જે ભારતના ઇતિહાસની વિરુદ્ધ જાય છે કે પછી એવા લોકોને આઇકોન બનાવશે કે જેઓ દેશની સંસ્કૃતિ, પરંપરા અને માટી સાથે જીવ્યા છે.તો આ વાસ્તવિક મુદ્દો છે અને ઔરંગઝેબ તેમાં બંધબેસતા નથી. ઔરંગઝેબના ભાઈ દારા શિકોહ આ આઇકોન પર ફિટ બેસે છે. તેમણે કહ્યું કે એક સ્વતંત્ર દેશે ગંભીરતાથી વિચારવું જોઈએ કે આપણને આઝાદી કેવી રીતે મળી? દેશના બહાદુર પુત્રોએ અંગ્રેજો પહેલા આવેલા આક્રમણકારો સામે લડત આપી છે.

આ પણ  વાંચો -Patna માં હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. સુરભી રાજની ગોળી મારીને હત્યા

કબર પર વિવાદ

મહત્વનું છે કે મુઘલ શાસક ઔરંગઝેબને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે.છત્રપતિ સંભાજીનગર,જે પહેલા ઔરંગાબાદ તરીકે ઓળખાતું હતું,તેમાં ઔરંગઝેબનો મકબરો આવેલો છે. આ કબર અંગેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યમાં આ મુદ્દા પર રાજકીય હોબાળો થયા બાદ હવે આખો મામલો બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ અંગે હાઇકોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. ઔરંગઝેબની કબરને રાષ્ટ્રીય સ્મારકોની યાદીમાંથી દૂર કરવાનો નિર્દેશ આપવા માટે કોર્ટમાં માંગ કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×