Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

122 કરોડ રૂપિયાનો ગોટાળો! RBI એ લગાવ્યો પ્રતિબંધ હવે આ બેંકને મળી મોટી રાહત

New India Co-operative Bank ના ગ્રાહકોને ભારતીય રિઝર્વ બેંક દ્વારા મોટી રાહત મળી છે. ગત્ત 13 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બેંકે તેના પર પ્રતિબંધો લગાવ્યા હતા
122 કરોડ રૂપિયાનો ગોટાળો  rbi એ લગાવ્યો પ્રતિબંધ હવે આ બેંકને મળી મોટી રાહત
Advertisement
  • મુંબઇની પ્રતિષ્ઠિત બેંકો પૈકીની એક
  • ન્યૂ ઇન્ડિયા કો ઓપરેટિવ બેંક પર હતો આરોપ
  • મુખ્ય મેનેજર દ્વારા જ કરવામાં આવ્યો હતો ગોટાળો

નવી દિલ્હી : New India Co-operative Bank ના ગ્રાહકોને ભારતીય રિઝર્વ બેંક દ્વારા મોટી રાહત મળી છે. ગત્ત 13 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બેંકે તેના પર પ્રતિબંધો લગાવ્યા હતા, જો કે સોમવારે જમા ખાતામાંથી 25 હજાર રૂપિયા સુધીની રોકડ રકમ ઉપાડવા માટેની છુટ આપવામાં આવી છે.

Advertisement

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગત્ત 13 ફેબ્રુઆરીના રોજ મુંબઇ ખાતે ન્યૂ ઇન્ડિયા કો ઓપરેટિવ બેંક પર પ્રતિબંધ લગાવ્યો હતો અને એક પણ રૂપિયો કાઢવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, ત્યાર બાદ ગ્રાહકોમાં હડકંપ મચેલો હતો. હવે આરબીઆઇએ બેંકના ગ્રાહકોને મોટી રાહત આપી છે અને પ્રતિબંધમાં ઢીલ વર્તતા જમા ખતામાંથી 25 હજાર રૂપિયા સુધી કાઢવા માટેની પરવાનગી આપી છે. ગ્રાહક 27 ફેબ્રુઆરીથી પોતાના ખાતાથી આ રોકડ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, 122 કરોડ રૂપિયા ગોટાળા જાહેર થયા બાદ રિઝર્વ બેંકે કડકાઇ વર્તતા બેંક પર એક્શન લીધી હતી.

Advertisement

આ પણ વાંચો : Kolkata Earthquake : સવારે ભૂકંપથી બંગાળની ખાડી ધ્રુજી, કોલકાતામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા

Advertisement

50 ટકા ગ્રાહકો ઉપાડી શકશે સંપુર્ણ રકમ

આરબીઆઇ દ્વારા ન્યૂ ઇન્ડિયા કો ઓપરેટિવ બેંક પર લગાવાયેલા પ્રતિબંધોમાં અપાયેલી આ ઢીલના કારણે બેંક અડધાથી વધારે થાપણદારોને રાહત મળશે અને રિપોર્ટ અનુસાર ન્યૂ ઇન્ડિયા કો ઓપરેટિવ બેંકના 50 ટકાથી વધારે ગ્રાહક પોતાની લગભગ 100 ટકા જમા રકમ નિકળી શકશે. પ્રતિબંધ લગાવાયા બાદ તેની બ્રાંચોની બહાર પરેશાન ગ્રાહકોનો જમાવડો જોવા મળી રહ્યો હતો, જેના માટે સોમવારે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે.

13 ફેબ્રુઆરીએ લગાવાયો હતો પ્રતિબંધ

અત્રે ઉલ્લેખનીય છે કે, 122 કરોડ રૂપિયાનો ગોટાળો જાહેર થયા બાદ ગત્ત 13 ફેબ્રુઆરીએ રિઝર્વ બેંકે ન્યૂ ઇન્ડિયા કો ઓપરેટિવ બેંક પર છ મહિના માટે પ્રતિબંધ લગાવ્યો હતો અને તેના ખાતામાંથી કોઇ પણ વ્યવહાર પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ ઉપરાંત લોન ડિસ્ટ્રિબ્યુશન પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કે આ સહકારી બેંકને લોન વસુલવાનો અધિકાર યથાવત્ત રખાયો હતો.

આ પણ વાંચો : Rajkot: જેતપુર તાલુકાના જેતલસર ગામે ખેતરમાં ખેડૂત પર સિંહનો હુમલો, ખેડૂત ગંભીર રીતે ઘાયલ

Tags :
Advertisement

Trending News

.

×