ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RJD Rajya Sabha Candidate: જાણો... બિહારમાં RJD દ્વારા રાજ્યસભા માટે જાહેર કરાયેલા ઉમેદવારોના નામ

RJD Rajya Sabha Candidate: બિહારમાં રાજ્યસભાની છ બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. હાલમાં નોમિનેશન પ્રક્રિયા ચાલી રહી છે. બિહારમાં ખાલી રહેલી બેઠકો RJD ના પસંદ કરાયેલા ઉમેદવારોના નામ નામની સત્તાવાર જાહેરાત થવાની બાકી બિહારમાં ખાલી રહેલી બેઠકો બિહારમાં...
04:28 PM Feb 14, 2024 IST | Aviraj Bagda
Know... Names of candidates announced by RJD for Rajya Sabha in Bihar

RJD Rajya Sabha Candidate: બિહારમાં રાજ્યસભાની છ બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. હાલમાં નોમિનેશન પ્રક્રિયા ચાલી રહી છે.

બિહારમાં ખાલી રહેલી બેઠકો

બિહારમાં NDA અને INDIA Alliance પાસે ત્રણ-ત્રણ બેઠકો છે. બિહાર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહે અને NDA તરફથી ત્રણ વ્યક્તિએ નામાંકન ભર્યું હતું. RJD તરફથી પણ બે નામ ફાઇનલ કરવામાં આવ્યા છે. મનોજ ઝા અને સંજય યાદવ RJD તરફથી રાજ્યસભામાં જઈ શકે છે.

RJD ના પસંદ કરાયેલા ઉમેદવારોના નામ

બિહારમાં રાજ્યસભા માટે છ બેઠકો ખાલી છે. આમાં RJD ના મનોજ કુમાર ઝાનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ રહ્યો છે. મનોજ કુમાર ઝા અને સંજય યાદવ આજે કે કાલે ઉમેદવારી નોંધાવી શકે છે. નામાંકન માટેની છેલ્લી તારીખ માત્ર 15 ફેબ્રુઆરી છે. એવું લાગી રહ્યું છે કે, પાર્ટી મનોજ કુમાર ઝા પર વિશ્વાસ મૂકી રહી છે. તે ઉપરાંત હરિયાણાના રહેવાસી સંજ્ય યાદવ બિહારના ભૂતપૂર્વ સીએમ તેજસ્વી યાદવ (Tejashwi Yadav) ના સલાહકાર રહી ચૂક્યા છે.

નામની સત્તાવાર જાહેરાત થવાની બાકી

મનોજ કુમાર ઝા ઉપરાંત જેડીયુમાંથી અશફાક કરીમ, અનિલ પ્રસાદ હેગડે અને વશિષ્ઠ નારાયણ સિંહ, ભાજપમાંથી સુશીલ કુમાર મોદી, કોંગ્રેસમાંથી ડૉ.અખિલેશ સિંહનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. જો કે આ વખતે સુશીલ કુમાર મોદીનું નામ યાદીમાં નથી. જો કે મનોજ ઝા અને સંજય યાદવના નામની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.

આ પણ વાંચો: BJP એ રાજ્યસભા માટે બીજી યાદી જાહેર કરી, જેપી નડ્ડા અને અશોક ચવ્હાણને ઉમેદવાર બનાવ્યા…

Tags :
BiharBiharRajyasabhaBJPGujaratGujaratFirstINDIA allianceManoj JhaNDARJDRJD Rajya SabhaRJD Rajya Sabha CandidateSanjay YadavTejashwi Yadav
Next Article