Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RG Kar Medical College : તાલિમાર્થી ડૉક્ટરની હત્યા-દુષ્કર્મની ઘટના પર CBI ની ચાર્જશીટમાં થયો મોટો ખુલાસો

RG Kar મેડિકલ કોલેજની ઘટના પર ચોંકાવનારો ખુલાસો CBI ની ચાર્જશીટમાં મોટો ખુલાસો પીડિતાનું પોસ્ટમોર્ટમ હત્યાના 12 કલાક પછી સાંજે 6:10 વાગ્યે થયું હતું પીડિતાનું મોત ગળુ દબાવવા અને ગૂંગળામણને કારણે થયું હતું RG Kar Medical College : પશ્ચિમ...
rg kar medical college   તાલિમાર્થી ડૉક્ટરની હત્યા દુષ્કર્મની ઘટના પર cbi ની ચાર્જશીટમાં થયો મોટો ખુલાસો
Advertisement
  • RG Kar મેડિકલ કોલેજની ઘટના પર ચોંકાવનારો ખુલાસો
  • CBI ની ચાર્જશીટમાં મોટો ખુલાસો
  • પીડિતાનું પોસ્ટમોર્ટમ હત્યાના 12 કલાક પછી સાંજે 6:10 વાગ્યે થયું હતું
  • પીડિતાનું મોત ગળુ દબાવવા અને ગૂંગળામણને કારણે થયું હતું

RG Kar Medical College : પશ્ચિમ બંગાળના RG kar મેડિકલ કોલેજમાં તાલિમાર્થી ડૉક્ટર (Trainee Doctor) ની હત્યા અને દુષ્કર્મની ઘટના બાદથી સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો. ઘટના બાદ દેશભરમાંથી તબીબોએ હડતાલ પર ઉતરી ગયા હતા. હવે આ મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેસમાં CBI ની ચાર્જશીટ (CBI's chargesheet) માં ઘણી મહત્વની બાબતો સામે આવી છે. CBI ની ચાર્જશીટ મુજબ, પીડિતાનું પોસ્ટમોર્ટમ હત્યાના 12 કલાક પછી સાંજે 6:10 વાગ્યે થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર પીડિતાનું મોત ગળુ દબાવવા અને ગૂંગળામણને કારણે થયું હતું.

CBI ની ચાર્જશીટમાં મોટો ખુલાસો

CBI ની ચાર્જશીટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, પીડિતા પર બળજબરીથી દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. આરોપીના શરીર પર પાંચ ઈજાના નિશાન જોવા મળ્યા હતા. CCTV ફૂટેજ મુજબ, આરોપી 9 ઓગસ્ટના રોજ સવારે 4:03 વાગ્યે સેમિનાર હોલમાં પ્રવેશ્યો હતો અને 4:32 વાગ્યે બહાર આવ્યો હતો. પીડિતાનું લોહી રોયના જીન્સ અને શૂઝ પર જોવા મળ્યું હતું. ગુનાના સ્થળે મળેલા તેના વાળ અને બ્લુ ટૂથ ઈયર પીસ તેના મોબાઈલ ફોન સાથે સિંક કરવામાં આવ્યા હતા. લાળ/વીર્ય/ટૂંકા વાળ/DNA વિશ્લેષણમાં જાણવા મળ્યું કે સંજય રોય આરોપી છે.

Advertisement

તાજેતરમાં CBI એ ચાર્જશીટ દાખલ કરી હતી

તાજેતરમાં જ CBI એ RG kar હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપી સંજય રોય વિરુદ્ધ કોલકાતાની સિયાલદાહ કોર્ટમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 200થી વધુ પાનાની ચાર્જશીટમાં 200 લોકોના નિવેદનો છે. મહત્વની વાત એ છે કે તે માત્ર દુષ્કર્મ અને હત્યાની વાત કરે છે. ચાર્જશીટમાં સામૂહિક દુષ્કર્મનો કોઈ ઉલ્લેખ નથી. અગાઉ જ્યારે આ કેસની તપાસ CBI ને સોંપવામાં આવી હતી ત્યારે ઘણી બાબતો સામે આવી હતી. ઘણા નેતાઓએ એવો પણ દાવો કર્યો હતો કે મહિલાના દુષ્કર્મમાં એકથી વધુ લોકો સામેલ હતા. તેને બચાવવા માટે હોસ્પિટલ પ્રશાસને ખોટું બોલ્યું અને ઘટના સમયે સંજય રોય એકલો ન હતો.

Advertisement

RG Kar હોસ્પિટલમાં શું થયું?

કોલકાતાની RG Kar હોસ્પિટલમાં એક મહિલા તાલીમાર્થી ડૉક્ટર પર નાઇટ શિફ્ટ દરમિયાન દુષ્કર્મ થયો હતો અને તે દરમિયાન તેની હત્યા કરવામાં આવી હતી. આરોપી પશ્ચિમ બંગાળ પોલીસનો વોલિયંટર હતો, જે હોસ્પિટલમાં આવતો-જતો રહેતો હતો. ઘટનાના દિવસે તે નશાની હાલતમાં હોસ્પિટલમાં આવ્યો હતો. અગાઉ તે રેડ લાઈટ એરિયામાં પણ ગયો હતો. હોસ્પિટલમાં તેણે સેમિનાર હોલમાં દુષ્કર્મ આચર્યું હતું અને પોલીસ સ્ટેશનમાં જઈને સૂઈ ગયો હતો. CCTV ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

આ પણ વાંચો:  RG Kar હોસ્પિટલ એકવાર ફરી ચર્ચામાં! અંદાજે 50 ડૉક્ટરે આપ્યું રાજીનામું

Tags :
Advertisement

Trending News

.

×