Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Republic Day : ભારતીય વિદ્યાર્થીઓમાં ફ્રાંસીસી ભાષા ખુબ લોકપ્રિયઃ દ્રોપદી મુર્મૂ

Republic Day  : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી. Republic Day માં ભારત યાત્રા પર આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિનું રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી,...
republic day   ભારતીય વિદ્યાર્થીઓમાં ફ્રાંસીસી ભાષા ખુબ લોકપ્રિયઃ દ્રોપદી મુર્મૂ

Republic Day  : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી. Republic Day માં ભારત યાત્રા પર આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિનું રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીજેઆઈ ડીવાઈ ચંદ્રચૂડ સહિના અન્ય દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ભારતીય વિદ્યાર્થીઓમાં ફ્રાંસીસી ભાષા ખુબ લોકપ્રિયઃ મુર્મૂ

Advertisement

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ કહ્યું કે, ખાણીપીણી મામલે પણ આપણે પોત-પોતાની વિશેષતાઓથી એક-બીજાને પ્રભાવિ કરીએ છીએ. જે રીતે ફ્રાન્સમાં પ્રાચીન ભારતીય ભાષા અને વૈદિક અધ્યયનના દિગ્ગજ વિદ્વાન છે, તે રીતે ભારતીય વિદ્યાર્થીઓમાં ફ્રાંસીસી ભાષા ખુબ લોકપ્રિય છે. સિનેમા તરફ જોઈએ તો ત્યાં પણ ભારત અને ફ્રાન્સ જોડાયેલા છે.

Advertisement

આજે આપણે દુનિયાની સામે એક સાથે ઉભા છીએ : મુર્મૂ

રાષ્ટ્રપિ મુર્મૂએ કહ્યું કે આજે આપણે દુનિયાની સામે એકસાથે ઉભા છીએ. બે મહાન ગણતંત્ર, (Republic Day) જેમનું માનવ પ્રગતિમાં ખુબ યોગદાન છે, જે વિચારોમાં સ્વતંત્ર, નીતિઓમાં જવાબદાર અને દુનિયાની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે, આપણી મિત્રતાની સહજતા અને આપણી ભાગીદારીની તાકાત આપણા ભવિષ્યની યાત્રાને ઉજ્જવળ બનાવશે.

આજના દિવસે જ લાગૂ થયું હતું બંધારણ

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ભારત અને ફ્રાન્સના સંબંધો પર વાત કરતા કહ્યું કેઆ અનેક રીતે એક ઐતિહાસિક અને યાદગાર ક્ષણ છે. કદાચ જ એવું ક્યારેક થયું હશે કે બે દેશોના નેતા સતત એકબીજા દેશોના રાષ્ટ્ર સમારોહમાં મુખ્ય મહેમાન રહ્યા હોય. આજના જ દિવસે ભારતે સ્વતંત્રતા Republic Day મેળવ્યાના બે વર્ષ બાદ દુનિયાનું સૌથી મોટું હસ્તલિખિત બંધારણ લાગૂ કર્યું હતું.

આ  પણ  વાંચો - Delhi Fire : શાહદરામાં એક બિલ્ડિંગમાં લાગી આગ, ચાર લોકોના મોત…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.