Agni Missile ના જનેતા Dr Ram Narain Agarwal નું થયું નિધન
ડૉ. અગ્રવાલે બે સફળ અગ્નિ મિસાઈલ કાર્યક્રમને પાર પાડ્યા
1983 થી 2005 સુધી અગ્નિ મિશનના ડિરેક્ટર તરીકે કામ કર્યું
વૈજ્ઞાનિકોએ ડૉ. અગ્રવાલના નિધન પર શોક વ્યક્ત કર્યો
Dr. Ram Narain Agarwal Death: જગવિખ્યાત મિસાઈલ વૈજ્ઞાનિક Dr. Ram Narain Agarwal નું 84 વર્ષે નિધન થયું છે. તેમને અગ્ની મિસાઈલોના જનેતા તરીકે ગણવામાં આવતા હતાં. Dr. Ram Narain Agarwal ને અગ્ની મેન તરીકે પણ ઓળખવામાં આવતા હતાં. DRDO એ આ અંગે સત્તાવાર માહિતી આપી છે કે, Dr Ram Narain Agarwal નું નિધન હૈદરાબાદમાં થયું હતું. Dr. Ram Narain Agarwal એ દૂર કિલોમીટર સુધી બેલિસ્ટિક મિસાઇલને બનાવવામાં મુખ્ય ભૂમિક ભજવી હતી.
ડૉ. અગ્રવાલે બે સફળ અગ્નિ મિસાઈલ કાર્યક્રમને પાર પાડ્યા
Dr. Ram Narain Agarwal તેમના કાર્યાકાલ દરમિયાન ASL Director તરીકે નિવૃત્ત થયા હતાં. Dr. Ram Narain Agarwal તેમના કાર્યાકાલ દરમિયાન બે સફળ અગ્નિ મિસાઈલ કાર્યક્રમને પાર પાડ્યા હતાં. તેમણે મિસાઈલમાં Re-entry, composite heat shield, on board propulsion system, guidance અને control પર ખુદ કામ કર્યું હતું. અગ્નિ Intercontinental Ballistic Missile (ICBM) ના કાર્યક્રમમાં ભારતને અમેરિકા, રશિયા, ચીન, ફ્રાંસ, બ્રિટેન, ઈઝરાયેલ અને ઉત્તર કોરિયા જેવા દેશ સાથે જોડાયા હતાં.
આ પણ વાંચો: PM Giorgia Meloni એ પીએમ મોદી સાથે તસવીર શેર કરી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી
1983 થી 2005 સુધી અગ્નિ મિશનના ડિરેક્ટર તરીકે કામ કર્યું
ડૉ. અગ્રવાલ અને તેમની ટીમે મે 1989 ના મહિનામાં પ્રોગ્રામ ડાયરેક્ટર તરીકે અગ્નિ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. તે એક ટૂંકાગાળાનમાં દુશ્મનને ભેદ કરવા માટે બનાવેલી બેલેસ્ટિક મિસાઈલ હતી. જે ઓડિશાના કિનારે બાલાસોર ખાતેની ટેસ્ટ રેન્જથી લોન્ચ કરવામાં આવી હતી. ડૉ. અગ્રવાલે 1983 થી 2005 સુધી અગ્નિ મિશનના પ્રોગ્રામ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.
વૈજ્ઞાનિકોએ ડૉ. અગ્રવાલના નિધન પર શોક વ્યક્ત કર્યો
DRDO ના વરિષ્ઠ વર્તમાન અને ભૂતપૂર્વ વૈજ્ઞાનિકોએ ડૉ. અગ્રવાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ડીઆરડીઓના ભૂતપૂર્વ પ્રમુખ અને મિસાઈલ વૈજ્ઞાનિક ડૉ. જી સતીશ રેડ્ડીએ કહ્યું કે દેશે એક મહાન વ્યક્તિત્વ ગુમાવ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં લાંબા અંતરની મિસાઈલોના વિકાસમાં ડો.અગ્રવાલે મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો: Rahul Gandhi હરોળમાં શા માટે બેઠા પાછળ? કારણ આવ્યું સામે