Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ayodhya : સિંગાપોર-બેંગકોક જવા કરતા પણ હવે મોંધુ થયું અયોધ્યા જવું! જાણો ફ્લાઇટના ભાડા વિશે

Ayodhya : હાલ સમગ્ર દેશ રામમય બની ગયો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને (Ram Mandir Pran Pratishtha Mohotsav) લઈને દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં રહેતા હિન્દુ સમુદાયના લોકોમાં એક અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી...
ayodhya   સિંગાપોર બેંગકોક જવા કરતા પણ હવે મોંધુ થયું અયોધ્યા જવું  જાણો ફ્લાઇટના ભાડા વિશે

Ayodhya : હાલ સમગ્ર દેશ રામમય બની ગયો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને (Ram Mandir Pran Pratishtha Mohotsav) લઈને દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં રહેતા હિન્દુ સમુદાયના લોકોમાં એક અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અયોધ્યાને (Ayodhya) પણ દુલ્હનની જેમ શણગારવામાં આવી રહી છે. અયોધ્યામાં નવા રોડ-રસ્તા બની રહ્યા છે. સાફ-સફાઈ અને સ્વચ્છતાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. બહારથી આવતા પ્રવાસીઓને ટ્રાન્સપોર્ટ, રહેવા અને ભોજનની યોગ્ય સુવિધા મળી શકે તે માટે પણ વિકાસ કામો પ્રગતિ પર છે. દરમિયાન એવી માહિતી મળી છે કે હવે અયોધ્યા જવું સિંગાપોર અને બેંગકોક જવા કરતા પણ મોંઘુ થયું છે.

Advertisement

લગભગ 500 વર્ષથી ચાલી રહેલા સંઘર્ષ બાદ રામનગરી અયોધ્યામાં (Ayodhya) ભગવાન શ્રીરામના મંદિરનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે. આ જ કારણ છે કે, હવે દરેક ભક્ત રામલલાના દર્શન કરવા ઈચ્છે છે. પરંતુ, તમને જણાવી દઈએ કે અયોધ્યા જવું હવે એટલું મોંઘું થઈ ગયું છે કે તમે એટલા જ રૂપિયામાં સિંગાપોર (Singapore) અને બેંગકોક (Bangkok) જઈ શકો છો.

Advertisement

મોંઘું થયું ભાડું !

ફાઇનાન્શિયલ એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા પ્રવાસીઓ અયોધ્યામાં (Ayodhya) આવવા લાગ્યા છે. આ કારણોસર વિમાનોના ભાડા આસમાને પહોંચ્યા છે. હાલમાં, 19 જાન્યુઆરીની મુંબઈથી અયોધ્યાની ટિકિટ ચેક કરવા પર, ઈન્ડિગોની ફ્લાઈટનું ભાડું 20,700 રૂપિયા બતાવવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે 20 જાન્યુઆરીની ફ્લાઈટનું ભાડું પણ 20 હજાર રૂપિયાની આસપાસ હોવાનું જણાય છે. સ્વાભાવિક છે કે અયોધ્યા જવું દિવસેને દિવસે મોંઘું થતું જાય છે.

Advertisement

પીએમ મોદીએ નવા એરપોર્ટનું કર્યું ઉદઘાટન

જણાવી દઈએ કે, અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરના (Ram Mandir) ઉદઘાટન પહેલાં નવું એરપોર્ટ તૈયાર થઈ ગયું છે. આ એરપોર્ટને મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Maharshi Valmiki International Airport) નામ આપવામાં આવ્યું છે. પીએમ મોદીએ (PM Modi) તાજેતરમાં અયોધ્યા પ્રવાસ દરમિયાન આ એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું. હાલમાં માત્ર બે એરલાઈન્સ એર ઈન્ડિયા એક્સપ્રેસ અને ઈન્ડિગોએ (Indigo) ફ્લાઈટ્સ ઓપરેટ કરવાની જાહેરાત કરી છે.

ઝડપથી બદલાઈ રહી છે અયોધ્યા

જણાવી દઈએ કે, જ્યારથી રામ મંદિર નિર્માણની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી અયોધ્યામાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. ઉપરાંત, અયોધ્યામાં ધંધાકીય ગતિવિધિઓમાં પણ તેજી જોવા મળી રહી છે. ઘણી કંપનીઓ હવે અયોધ્યામાં રોકાણ કરી રહી છે. કારણ કે તેઓ જાણે છે કે આવનારા સમયમાં અયોધ્યા સૌથી મોટું તીર્થધામ અને પ્રવાસન કેન્દ્ર બનશે. હોસ્પિટાલિટી ફર્મ ઓયોના સ્થાપક રિતેશ અગ્રવાલે એક અઠવાડિયા પહેલા કહ્યું હતું કે, લોકો અયોધ્યા માટે મોટા પાયે હોટેલ શોધી રહ્યા છે. સ્થિતિ એવી છે કે, ગોવા જેવા પ્રવાસન સ્થળો અયોધ્યાથી પાછળ રહી ગયા છે.

આ પણ વાંચો - Bilkis Bano Case : ગેંગરેપના 11 દોષિતોની મુક્તિ મામલે SC આજે આપશે ચુકાદો!

Tags :
Advertisement

.