Ram Mandir : રામ મંદિર પરિસરમાં ભગવાન શ્રીરામની મૂર્તિનું આગમન, જુઓ Video
Ram Mandir : અયોધ્યા રામ મંદિર (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા દિવસની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 22 જાન્યુઆરીએ રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા (Ramlala Pran Pratishtha) થશે. આ દરમિયાન આજે ભગવાન રામની મૂર્તિને લઈને ટ્રક અયોધ્યા રામ મંદિર પરિસરમાં આવી પહોંચ્યો હતો. તે સમયે જયશ્રી રામના (Jai Sri Ram) નારાથી પરિસર ગુંજી ઉઠ્યું હતું. ન્યૂઝ એજન્સી ANI દ્વારા આ Video શેર કરવામાં આવ્યો છે.
સરયુના કિનારે કળશ પૂજા પણ કરવામાં આવી
ધાર્મિક વિધિના ભાગરૂપે, બીજા દિવસે સરયુ નદીના કિનારે 'કળશ પૂજા' પણ કરવામાં આવી હતી. મુખ્ય યજમાન પણ કિનારે હાજર હતા. અગાઉ, મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે આ ધાર્મિક વિધિઓ 21 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે અને સમારંભના દિવસે, રામલલાની મૂર્તિના અભિષેક સાથે સંબંધિત ન્યૂનતમ જરૂરી વિધિઓ કરવામાં આવશે.
PM મોદી વિશેષ અનુષ્ઠાનમાં ભાગ લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય લોકો રામ મંદિરમાં રામલલાના અભિષેકની વિશેષ વિધિમાં ભાગ લેશે. PM મોદી 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના અંતે ભાષણ આપશે. આ કાર્યક્રમમાં 8,000 મહેમાનો આવવાની અપેક્ષા છે, પરંતુ તેમાંથી માત્ર થોડા લોકોને જ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
અયોધ્યામાં 121 આચાર્યો આ અનુષ્ઠાન કરી રહ્યા છે. ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ વિધિઓની તમામ કાર્યવાહીનું નિરીક્ષણ, સંકલન અને નિર્દેશન કરી રહ્યા છે. મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના જણાવ્યા અનુસાર, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ બપોરે 12.20 વાગ્યે શરૂ થશે અને બપોરે 1 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
કોણે બનાવી છે મૂર્તિ
રામ મંદિર માટે ત્રણ શિલ્પકારોએ રામલલાની મૂર્તિ બનાવી હતી. તેમાંથી અરુણ યોગીરાજે બનાવેલી મૂર્તિની પસંદગી કરવામાં આવી હતી. અરૂણ યોગીરાજ કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર છે. ચંપત રાયે કહ્યું કે અરુણ યોગીરાજે કેદારનાથમાં શંકરાચાર્યની પ્રતિમા અને ઈન્ડિયા ગેટ પર સુભાષચંદ્રની પ્રતિમા બનાવી છે. અયોધ્યામાં મૂર્તિ બનાવતી વખતે તેમને પંદર દિવસ સુધી તેમના મોબાઈલ ફોનથી પણ દૂર રાખવામાં આવ્યા હતા. તેમની મૂર્તિ પસંદ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે મંદિરમાં જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે તે ભગવાન રામની 5 વર્ષની ઉંમરની છે.
આ પણ વાંચો - Ram Mandir : યોગી સરકાર હેલિકોપ્ટરથી કરાવશે અયોધ્યાના દર્શન, આ જિલ્લાઓથી થશે શરૂઆત…