ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajasthan to Korea : શાકભાજી વેચનારની દીકરી દક્ષિણ કોરિયા અને ભારત વચ્ચે બની સેતુ

બાડમેરની પેમ્પો: દક્ષિણ કોરિયા અને ભારત વચ્ચે સેતુ બની પેમ્પોની રાજસ્થાનથી દક્ષિણ કોરિયા સુધીની પ્રેરણાત્મક યાત્રા સામાન્ય પૃષ્ઠભૂમિથી આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા સુધી પેમ્પોની સફળતા Rajasthan to Korea : રાજસ્થાનના બાડમેર જિલ્લા (Barmer district of Rajasthan) ની મહેનતિકાર કુમારી પેમ્પો (Kumari...
04:16 PM Sep 12, 2024 IST | Hardik Shah
Rajasthani Girl Pempo India to Korea

Rajasthan to Korea : રાજસ્થાનના બાડમેર જિલ્લા (Barmer district of Rajasthan) ની મહેનતિકાર કુમારી પેમ્પો (Kumari Pempo) હાલમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર પર પોતાનું નામ ખૂબ રોશન કરી રહી છે. બાડમેર જિલ્લાના ધોરીમન્ના ગામની રહેવાસી પેમ્પો આજે દક્ષિણ કોરિયા (South Korea) માં સફળતાના નવા શિખરો પર પહોંચી રહી છે. તાજેતરમાં, તેણે દક્ષિણ કોરિયા અને ભારત (South Korea and India) વચ્ચેના વેપાર સંબંધો પર ચર્ચા દરમિયાન અનુવાદક (Translator) તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, જેના કારણે તે ચર્ચાના કેન્દ્રમાં આવી છે.

પેમ્પોની પ્રેરણાત્મક યાત્રા

કુમારી પેમ્પોની સફર એક સામાન્ય પૃષ્ઠભૂમિથી શરૂ થઈ. તેમના પિતા, ભીખારામ, એક શાકભાજી વિક્રેતા છે, અને પેમ્પોનું બાળપણ એક સામાન્ય પરિવારમાં વિત્યું હતું. ગામમાં 12મું ધોરણ પૂરું કર્યા બાદ, પેમ્પોએ ઝારખંડ યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યું, જ્યાં તેમણે ત્રીજી ભાષા તરીકે કોરિયન પસંદ કરી હતી. આ નિર્ણય પેમ્પો માટે નવા પડકારોથી ભરપૂર હતો, તેમ છતા તેણે કોરિયન ભાષા શીખવાનો નિર્ણય કર્યો અને માત્ર એક વર્ષમાં તેમાં નિપુણતા મેળવી હતી.

સફળતા તરફ એક ડગલું વધુ

પેમ્પોની મહેનતનું સકારાત્મક પરિણામ ત્યારે દેખાયું જ્યારે તેને દક્ષિણ કોરિયાની એક મોટી કંપનીમાં ભાષા અનુવાદક તરીકે કામ કરવાની તક મેળવી. છેલ્લા એક વર્ષથી, પેમ્પો આ ભૂમિકામાં સક્રિય છે અને આ દરમિયાન, તેણે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની દક્ષિણ કોરિયા પ્રવાસ દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન, પેમ્પોએ કોરિયન અને હિન્દી ભાષાઓ વચ્ચે અનુવાદનું કાર્ય કર્યું, જે બે દેશો વચ્ચે વ્યાપારિક ચર્ચાઓના પ્રવાહને સરળ બનાવવામાં મદદરૂપ બન્યું.

પેમ્પોનું શિક્ષણ અને ભવિષ્યની યોજનાઓ

પેમ્પોની શૈક્ષણિક યાત્રા અહીં અટકી નહી. સ્નાતક થઈને પછી, તેણે દક્ષિણ કોરિયામાં કોરિયન ભાષામાં પીએચ.ડી. અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો. ગ્લોબલ કોરિયા શિષ્યવૃત્તિ દ્વારા, પેમ્પોને અભ્યાસ પૂર્ણ કરવાની તક મળ્યા સાથે દર વર્ષે $14,000 ની નાણાકીય સહાય પણ મળી રહી છે. આ સિદ્ધિ પેમ્પોના ઉત્સાહ, મહેનત અને સમર્પણને દર્શાવે છે.

CM ભજનલાલ શર્મા સાથે અનુવાદકની ભૂમિકા

પેમ્પોએ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની દક્ષિણ કોરિયા મુલાકાત દરમિયાન મહત્વપૂર્ણ અનુવાદકની ભૂમિકા ભજવી. મુખ્યમંત્રીએ કોરિયન રોકાણકારો અને અધિકારીઓ સાથે અસરકારક સંચાર સ્થાપિત કર્યો અને રાજસ્થાનમાં રોકાણની તકો રજૂ કરવાના પ્રયત્નો કર્યા. પેમ્પોની આ સફળતાએ સોશિયલ મીડિયા પર પ્રભાવી કિસ્સા બની છે, જ્યાં લોકો તેના યોગદાનને ઉત્તમ રીતે વખાણ કરી રહ્યા છે. કુમારી પેમ્પોના સફળતાની આ યાત્રા દરેક માટે પ્રેરણા આપે છે, અને તેમના કાર્ય દ્વારા ભારતમાં અને વિદેશમાં ભાષાની મહત્વતાને પ્રકાશિત કરવામાં મદદ કરી રહી છે.

આ પણ વાંચો:  Maharashtra માં પોસ્ટર વોર શરૂ, વિપક્ષે દેવેન્દ્ર ફડણવીસને ખિસ્સાકાતરુ તરીકે બતાવ્યા

Tags :
A RESIDENT OF BARMERBarmer district of RajasthanBhajanlal Sharmabridge between South Korea and IndiaCM IN SOUTH KOREAglobal korea scholarship awardGujarat FirstHardik ShahIS WORKING AS A LANGUAGE TRANSLATOR IN SOUTH KOREAkorean language translatorKumari PempoKumari Pempo NewsLANGUAGE TRANSLATOR PEMPOPEMPOpempo in south koreanRajasthan to Korearajasthani girl pempovegetable seller's daughter
Next Article