Rajasthan: દૌસા કલેક્ટર સર્કલ પાસે મોટી દુર્ઘટના, બસનો કાબુ ગુમાવતા રેલવે ટ્રેક પર પડી, 4ના મોત
રાજસ્થાનથી એક ભીષણ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં દૌસા ક્લેક્ટ્રી સર્કલ નજીક રેલવે બ્રિજ પર એક બસ બેકાબૂ થઈ જતાં રેલવે ટ્રેક પર પટકાઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકો મૃત્યુ પામી ગયા હતા. જોકે અનેક ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા
દૌસાના એડીએમ રાજકુમાર કસ્વાએ કહ્યું કે દુર્ઘટના બાદ 28 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં ચાર મૃતકો પણ સામેલ હતા. ડૉક્ટરો યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરી રહ્યા છે. એસડીએમને પણ ઘટનાસ્થળે તપાસ માટે રવાના કરાયા હતા.
#WATCH Rajasthan: Four people died, and several injured after a bus lost its control and fell on the railway track near Dausa Collectorate Circle. All the injured have been taken to the hospital. (05/11) pic.twitter.com/Xge5qLT9My
— ANI (@ANI) November 6, 2023
ટ્રેનોની અવર-જવર બંધ
દુર્ઘટના બાદ ડીએમ સહિત અનેક મોટા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટના નેશનલ હાઈવે નંબર 21 પર સર્જાઈ હતી. જોકે અકસ્માતને લીધે ટ્રેનોની અવર-જવર બંધ થઇ ગઈ હતી. માહિતી અનુસાર એક મુસાફર બસ બ્રિજની રેલિંગ તોડી નીચે રેલવે ટ્રેક પર પટકાઈ હતી.
આ પણ વાંચો -DELHI – NCR માં પ્રદૂષણની સ્થિતિ ગંભીર, GRAP નો ચોથો તબક્કો લાગુ, ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ