Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajasthan : નિયતિનો ખેલ! પત્ની માટે પતિએ VRS લીધું અને ફેરવેલ પાર્ટીમાં જ પત્નીનું થયું મોત

રાજસ્થાનના કોટાથી એક વીડિયો વાયરલ થયો છે જેમા એક અધિકારીએ પોતાની પત્ની માટે નિવૃત્તિના 3 વર્ષ પહેલા VRS લીધું હતું, અને તેમની ફેરવેલ પાર્ટીમાં જ તેમની પત્નીનું મોત થયું હતું. આ ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
rajasthan   નિયતિનો ખેલ  પત્ની માટે પતિએ vrs લીધું અને ફેરવેલ પાર્ટીમાં જ પત્નીનું થયું મોત
Advertisement
  • લખ્યું લેવાય: રાજસ્થાનના કોટામાં સુખની ઘડી અચાનક ફેરવાઈ દુઃખમાં
  • VRS લીધું પત્ની માટે, ફેરવેલ પાર્ટીમાં જ થયું મોત
  • પત્ની માટેનો ત્યાગ, ભાગ્યનો ક્રૂર વળાંક
  • દીપિકા માટે લીધું VRS અને અંતિમ વિદાય
  • ખુશીમાંથી શોકમાં ફેરવાયેલી રાજસ્થાનની ઘટના
  • એક વીડિયોમાં દર્શાયેલી કોટાની વિચિત્ર ઘટના

Rajasthan tragic incident : લખ્યું લેવાય, આવું આપણા વડીલો કહેતા હતા. જેનો અર્થ થાય છે કે જેટલું તમારા ભાગ્યમાં લખેલું છે તે જ થશે. ક્યારેક એવી ઘટનાઓ બની જતી હોય છે કે જેના વિશે જાણીને પણ ચોંકી જવાય છે. આવી જ એક ઘટના રાજસ્થાનના કોટામાંથી સામે આવી છે. અહીંનો એક વીડિયો વાયરલ થયો છે જેમા એક અધિકારીએ પોતાની પત્ની માટે નિવૃત્તિના 3 વર્ષ પહેલા VRS લીધું હતું, અને તેમની ફેરવેલ પાર્ટીમાં જ તેમની પત્નીનું મોત થયું હતું. આ ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

રાજસ્થાનના કોટામાં એક દુઃખદ ઘટના

રાજસ્થાનના કોટાના દાદાબારી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં, એક અધિકારીએ પોતાની બીમાર પત્નીની સંભાળ માટે 3 વર્ષ પહેલા VRS લીધું અને તેને લઇને ઉજવણી માટે ઓફિસમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ પાર્ટી દરમિયાન એક અણધારી ઘટના બની, જે ખુશીના માહોલને શોકમાં ફેરવી ગઇ હતી. દેવેન્દ્ર કુમાર, જેમણે કોટાના સેન્ટ્રલ વેરહાઉસમાં મેનેજર તરીકે કામ કર્યું હતું, તેમની પત્ની દીપિકા હૃદયની ગંભીર બીમારીથી પીડાઈ રહી હતી. તેને ધ્યાનમાં રાખતા, દેવેન્દ્રએ 3 વર્ષ પહેલાં VRS લીધુ. જેથી તેએ પત્નીની સંભાળ રાખી શકે, તે માટે તેમને પોતાની પ્રોફેશનલ કારકિર્દીનો ત્યાગ કરવો પડ્યો હતો. પણ તેમના ભાગ્યમાં કઇંક અલગ જ લખાયેલું હતું. જે દિવસે તેમની ફેરવેલ પાર્ટી રાખવામાં આવી હતી તે જ સમયે તેમની પત્નીનું મોત થયું હતું.

Advertisement

Advertisement

ફેરવેલ પાર્ટીનું આયોજન

જણાવી દઇએ કે, તેમની ઓફિસના સહકર્મી અને મિત્રોએ ભેગા થઇને એક પાર્ટીનું આયોજન કર્યું હતું, જ્યાં દેવેન્દ્ર અને તેમની પત્ની દીપિકા પરિચિતો અને સ્નેહી સાથે આનંદ માણતા હતા. આ પાર્ટીનો હેતુ આનંદ અને મોજ માણવાનો હતો, પરંતુ એ દિવસે જે થયું, તે કોઇની કલ્પના કરતાં ભિન્ન હતું. પાર્ટી દરમિયાન, હાજર વ્યક્તિઓના આગ્રહ પર દીપિકા એ દેવેન્દ્રને માળા પહેરાવી હતી. પરંતુ થોડી જ ક્ષણોમાં તેમને કઇંક થવા લાગ્યું અને તેઓ બેભાન થઈને ખુરશી પરથી પડી ગયા. આ ક્ષણે, હાજર લોકોએ તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાનો પ્રયાસ કર્યો. પરંતુ ત્યા, ડોક્ટરોએ તેમને મોત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, જે પત્ની માટે શખ્સે VRS લઇ લીધું તેઓ હવે તેમને એકલા છોડીને દુનિયાથી ચાલ્યા ગયા.

આ પણ વાંચો:  Pune Accident : ફૂટપાથ પર સૂતેલા 9 શ્રમિકોને ડમ્પર ચાલકે કચડ્યા, 3ના મોત; 6 ઈજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×