રાજસ્થાનના CM ભજનલાલ શર્માના કાફલાનો ભયાનક અકસ્માત! 9 ઘાયલ, 2 ICU માં દાખલ
- મુખ્યમંત્રીના કાફલાનો ગંભીર અકસ્માત: 9 ઘાયલ
- જયપુરમાં C.M. ભજનલાલ શર્માના કાફલાને નડ્યો અકસ્માત
- કાફલાના સુરક્ષાકર્મીઓ સહિત 9 ઘાયલ, 2 ICUમાં
- મુખ્યમંત્રીએ પોતે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા
- અકસ્માતમાં માર્ગ વ્યવસ્થા અને સુરક્ષા પર પ્રશ્નો
- મુખ્યમંત્રીએ દેખાડ્યું માનવતાનું ઉદાહરણ
CM Bhajanlal Sharma Convoy Accident : રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો કાફલો બુધવારે બપોરે જયપુરમાં ગંભીર અકસ્માતનો શિકાર બન્યો હતો. આ દુર્ઘટનામાં કાફલામાં તૈનાત સુરક્ષાકર્મીઓ સહિત કુલ 9 લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા તમામને તરત જ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંમાંથી 2 લોકોની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને ICU માં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાએ મુખ્યમંત્રીના કાફલાની સલામતી અંગે મોટા પ્રશ્નો ઊભા કર્યા છે.
અકસ્માત કેવી રીતે થયો?
મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ટ્રાફિક પોલીસને ખાસ સૂચના આપી હતી કે તેમના કાફલાની અવર-જવર દરમિયાન સામાન્ય લોકોને અવરોધ ન થાય. આ આદેશના પાલન દરમિયાન, એક રોંગ સાઈડથી આવતી કાર તેમના કાફલામાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં કાફલાના સુરક્ષાકર્મીઓના વાહનને ટક્કર મારવામાં આવી હતી, જેના કારણે વાહન રોડ ડિવાઈડર સાથે અથડાયું હતું. આ સમગ્ર ઘટનામાં કુલ 9 લોકો ઘાયલ થયા છે, જેમાં 5 સુરક્ષાકર્મીઓનો પણ સમાવેશ થાય છે. ઘાયલ સુરક્ષાકર્મીઓમાંથી 2 ની હાલત ખૂબ નાજુક હોવાથી તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા છે.
Jaipur, Rajasthan: An accident occurr involving a vehicle in CM Bhajanlal Sharma's convoy at NRI Circle pic.twitter.com/5e4A4FYYn4
— IANS (@ians_india) December 11, 2024
મુખ્યમંત્રીએ પોતે સહાયતા કરી
આ દુર્ઘટના બાદ મુખ્યમંત્રીએ પોતે ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં મદદ કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું કે, આ દુર્ઘટના NRI સર્કલ પાસે થઈ હતી. અકસ્માત એ સમયે થયો, જ્યારે મુખ્યમંત્રીના કાફલામાં સામેલ એક વાહન ટક્કરથી બચવા માટે પ્રયાસ કરી રહ્યું હતું અને રોડ ડિવાઈડર સાથે અથડાયું હતું. મુખ્યમંત્રીએ ઘાયલોની સ્થિતિ અંગે હોસ્પિટલમાં જ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને દવાખાનાની ટીમને તાત્કાલિક અને અસરકારક સારવારની સુનિશ્ચિતતા માટે સુચના આપી હતી. તેમણે કહ્યું, "CMનો કાફલો હંમેશની જેમ આગળ વધી રહ્યો હતો અને ત્યાં કોઈ ટ્રાફિક સ્ટોપ ન હતો, આ દરમિયાન અકસ્માત થયો હતો. CM એ મામલાની માહિતી લીધી અને એમ્બ્યુલન્સ આવવાની રાહ જોવાને બદલે તેઓ ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને કોઇ સમય બગાડ્યા વિના ત્યાથી લઈ ગયા હતા.
પોલીસની કાર્યવાહી
આ દુર્ઘટનાના બાદ, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટક્કર મારનાર કારનો કબજો મેળવી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા રસ્તા પરથી અકસ્માતગ્રસ્ત વાહનો હટાવીને ટ્રાફિકની વ્યવસ્થા ફરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાના લીધે કેટલાક સમય માટે ટ્રાફિક સર્જાયો હતો, પરંતુ ઝડપી કામગીરીના કારણે સ્થિતિ ઝડપી સુધરી ગઈ હતી.
આ પણ વાંચો: Maharashtra : બંધારણના અપમાનને લઈને પરભણીમાં હિંસા, પોલીસ તૈનાત...