ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Rajasthan : CM મુખ્યમંત્રી ભજનલાલ શર્માના પિતા જયપુરની SMS હોસ્પિટલમાં દાખલ, ICUમાં ચાલી રહી છે સારવાર

અહેવાલ - રવિ પટેલ, અમદાવાદ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માના પિતા કિશન સ્વરૂપ શર્માની તબિયત નાજુક હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને જયપુરની SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં તેમની સારવાર ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર, CM...
09:07 AM Dec 16, 2023 IST | Harsh Bhatt
featuredImage featuredImage

અહેવાલ - રવિ પટેલ, અમદાવાદ

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માના પિતા કિશન સ્વરૂપ શર્માની તબિયત નાજુક હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને જયપુરની SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં તેમની સારવાર ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર, CM ભજનલાલ શર્માના પિતા કિશન સ્વરૂપ શર્માને શુક્રવારે મોડી રાત્રે અચાનક પેશાબમાં ભળતરા થવા પર એસએમએસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હાલ તબીબોની ટીમ તેમની તપાસ કરી રહી છે અને તેમનું નિરીક્ષણ કરી રહી છે.



તમને જણાવી દઈએ કે, શુક્રવારે CM ભજનલાલ શર્માનો જન્મદિવસ હતો. તેમના જન્મદિવસ નિમિત્તે તેમણે રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. બીજેપી વિધાયક દળના નેતા ભજનલાલ શર્માએ મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા પોતાના માતા-પિતાના પગ ધોઈને આશીર્વાદ લીધા હતા. સીએમ શર્માએ પોતાના માતા-પિતાના આશીર્વાદ લેતાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

પુત્રના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી

શુક્રવારે CM ભજનલાલ શર્માના પિતા કિશન સ્વરૂપ શર્માએ તેમના પુત્રના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભરતપુરથી જયપુર આવ્યા હતા. મોડી રાત્રે તેમની તબિયત લથડી હતી. આ પછી તેમને જયપુરની એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો -- Dhiraj Sahu Case : ‘બિઝનેસ મારા પરિવારનો છે, મને રોકડ સાથે કોઈ લેવાદેવા નથી…’

Tags :
CM BHAJANLALfatherHEALTH ISSUESNationalRajasthan