Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajasthan : CM મુખ્યમંત્રી ભજનલાલ શર્માના પિતા જયપુરની SMS હોસ્પિટલમાં દાખલ, ICUમાં ચાલી રહી છે સારવાર

અહેવાલ - રવિ પટેલ, અમદાવાદ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માના પિતા કિશન સ્વરૂપ શર્માની તબિયત નાજુક હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને જયપુરની SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં તેમની સારવાર ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર, CM...
rajasthan   cm મુખ્યમંત્રી ભજનલાલ શર્માના પિતા જયપુરની sms હોસ્પિટલમાં દાખલ  icuમાં ચાલી રહી છે સારવાર

અહેવાલ - રવિ પટેલ, અમદાવાદ

Advertisement

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માના પિતા કિશન સ્વરૂપ શર્માની તબિયત નાજુક હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને જયપુરની SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં તેમની સારવાર ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર, CM ભજનલાલ શર્માના પિતા કિશન સ્વરૂપ શર્માને શુક્રવારે મોડી રાત્રે અચાનક પેશાબમાં ભળતરા થવા પર એસએમએસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હાલ તબીબોની ટીમ તેમની તપાસ કરી રહી છે અને તેમનું નિરીક્ષણ કરી રહી છે.

Image previewતમને જણાવી દઈએ કે, શુક્રવારે CM ભજનલાલ શર્માનો જન્મદિવસ હતો. તેમના જન્મદિવસ નિમિત્તે તેમણે રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. બીજેપી વિધાયક દળના નેતા ભજનલાલ શર્માએ મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા પોતાના માતા-પિતાના પગ ધોઈને આશીર્વાદ લીધા હતા. સીએમ શર્માએ પોતાના માતા-પિતાના આશીર્વાદ લેતાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.પુત્રના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી

Advertisement

શુક્રવારે CM ભજનલાલ શર્માના પિતા કિશન સ્વરૂપ શર્માએ તેમના પુત્રના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભરતપુરથી જયપુર આવ્યા હતા. મોડી રાત્રે તેમની તબિયત લથડી હતી. આ પછી તેમને જયપુરની એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો -- Dhiraj Sahu Case : ‘બિઝનેસ મારા પરિવારનો છે, મને રોકડ સાથે કોઈ લેવાદેવા નથી…’

Advertisement

Tags :
Advertisement

.