Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajasthan By-Election 2024 : કોંગ્રેસના બળવાખોર નેતા નરેશ મીણાએ SDMને કેમ માર્યો થપ્પડ?

વિધાનસભા પેટાચૂંટણી માટે ચાલી રહેલા મતદાન દરમિયાન, એક અપક્ષ ઉમેદવારે દેવલી-ઉનિયારા વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી ફરજ પરના અધિકારી, SDMને કથિત રીતે થપ્પડ માર્યો હતો. આ ઘટના કોંગ્રેસ સામે બળવો કરીને અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા નરેશ મીણા સાથે સંબંધિત છે.
rajasthan by election 2024   કોંગ્રેસના બળવાખોર નેતા નરેશ મીણાએ sdmને કેમ માર્યો થપ્પડ
Advertisement
  • પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવારની બબાલ: SDMને માર્યો થપ્પડ
  • દેવલી-ઉનિયારા પેટાચૂંટણીમાં મતદાન દરમિયાન વિવાદ
  • કૉંગ્રેસના બળવાખોર નેતા નરેશ મીણાએ SDMને માર્યો થપ્પડ

Rajasthan By-Election 2024 : વિધાનસભા પેટાચૂંટણી માટે ચાલી રહેલા મતદાન દરમિયાન, એક અપક્ષ ઉમેદવારે દેવલી-ઉનિયારા વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી ફરજ પરના અધિકારી, SDMને કથિત રીતે થપ્પડ માર્યો હતો. આ ઘટના કોંગ્રેસ સામે બળવો કરીને અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા નરેશ મીણા સાથે સંબંધિત છે. તેમણે ચૂંટણી ફરજ પર તૈનાત માલપુરા સબ ડિવિઝનલ ઓફિસર અમિત ચૌધરીનો કોલર પકડી લીધો હતો.

ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી

જિલ્લા ચૂંટણી અધિકારી અને ટોંક કલેક્ટર સૌમ્ય ઝાએ જણાવ્યું હતું કે, સામરાવતા ગામના મતદારોએ તેમની એક માંગના સમર્થનમાં મતદાનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી, પરંતુ મતદાન કેન્દ્ર અને બૂથ તરફ જતો રસ્તો ખુલ્લો હતો. તેમણે કહ્યું કે જ્યારે SDM ચૌધરી ત્યાં લોકોને વોટ કરવા માટે સમજાવવા ગયા તો અપક્ષ ઉમેદવારે તેમને થપ્પડ મારી દીધો હતો.

Advertisement

Advertisement

નરેશ મીણા ગ્રામજનોને સાથ આપી રહ્યા હતા

નરેશ મીણાએ મતદાનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરનાર ગ્રામજનોને સમર્થન આપ્યું હતું. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, આ ગામ હાલમાં નગર ફોર્ટ તાલુકામાં આવે છે અને ગામલોકો તેમના ગામની નજીક આવેલા ઉનિયારા તાલુકા હેઠળ ગામ લાવવાની માંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ગ્રામવાસીઓએ થોડા દિવસો પહેલા આ માંગણી ઉઠાવી હતી અને તેમને 30 ઓક્ટોબરે ખાતરી આપવામાં આવી હતી કે આદર્શ આચારસંહિતા હટાવ્યા બાદ આ બાબત પર વિચાર કરવામાં આવશે.

વિધાનસભાની 7 બેઠકો પર પેટાચૂંટણી

જણાવી દઈએ કે રાજસ્થાનમાં 7 સીટો પર વિધાનસભા પેટાચૂંટણી યોજાઈ હતી. મતદાનના થોડા દિવસો પહેલા કોંગ્રેસે તેના બળવાખોર નેતા નરેશ મીણાને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. પાર્ટીના રાજસ્થાન પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાએ આ અંગે આદેશ જારી કર્યો હતો. નરેશ મીણાએ કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર કસ્તુરચંદ મીણા સામે દેવલી-ઉનિયારામાં પેટાચૂંટણી લડવા માટે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી.

આ પણ વાંચો:  CM નીતિશ કુમારે દરભંગામાં PM મોદીના પગને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ... Video Viral

Tags :
Advertisement

.

×