UP: બુલંદશહેરમાં રેલ અકસ્માત, માલગાડી પટરી પરથી ઉતરી ગઈ, 2 કોચ પલટી ગયા
- ઉત્તર પ્રદેશમાં ટ્રેન અકસ્માત
- ડબ્બા પટરી પરથી પલટી ગયા
- રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં
Rail accident in Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં એક ટ્રેનને અકસ્માત નડ્યો છે. ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી અને ડબ્બા પલટી ગયા હતા. અકસ્માતની તપાસના આદેશો જારી કરવામાં આવ્યા છે. જાણો અકસ્માત ક્યારે, ક્યાં અને કેવી રીતે થયો?
સંતુલન ગુમાવવાને કારણે અકસ્માત થયો
ભારતીય રેલ્વેની એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. ટ્રેન તેની મુસાફરી કરી રહી હતી ત્યારે તે અચાનક પાટા પરથી ઉતરી ગઈ અને બે ડબ્બા પાટા પરથી પલટી ગયા હતા. આ અકસ્માત ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં ખુર્જા જંકશન રેલવે સ્ટેશન પર થયો હતો. રાત્રે 12:30 વાગ્યાની આસપાસ સંતુલન ગુમાવવાને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માત થતાં જ લોકો પાઇલટે રેલ્વે અધિકારીઓને ફોન દ્વારા જાણ કરી.
આ પણ વાંચો : Pahalgam Terror Attack માં NIA ની તપાસમાં મોટો ખુલાસો!, હુમલામાં આતંકીની સંખ્યા...
ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં
અકસ્માતની માહિતી મળતા જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ રેલવેના ટેકનિકલ અધિકારીઓ અને કર્મચારીઓ રેલવે લાઇન અને બોગીઓનું સમારકામ કરી રહ્યા છે. અકસ્માત થયો ત્યારે માલગાડી ટુડલાથી આવી રહી હતી. અલીગઢના સિનિયર ડીએસટીઈ (DSTE) અનિલ કુમારે અકસ્માતની પુષ્ટિ કરી અને કહ્યું કે અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Rafale Marine fighter jets : સમુદ્રમાં ભારતીય નેવીની તાકાતમાં થશે અભૂતપૂર્વ વધારો, 63 હજાર કરોડનો સંરક્ષણ સોદો