Gujarat માં સત્તા પર પાછા ફરવા માટે રાહુલ ગાંધીએ રજુ કર્યો માસ્ટરપ્લાન, જાણો શું કહ્યું ?
- રાહુલ ગાંધીએ જિલ્લા કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું
- ફક્ત કોંગ્રેસ જ ભાજપને હરાવી શકે છે-રાહુલ ગાંધી
- ભાજપને હરાવવાનો રસ્તો ગુજરાતમાંથી પસાર થાય છે
District Workers Convention: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુજરાતના મોડાસામાં જિલ્લા કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું. સંમેલનને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, "આ ફક્ત રાજકીય લડાઈ નથી, વિચારધારાની લડાઈ પણ છે. દેશમાં ફક્ત બે જ વૈચારિક પક્ષો છે, એક ભાજપ અને બીજો કોંગ્રેસ. આખો દેશ જાણે છે કે ફક્ત કોંગ્રેસ પક્ષ જ ભાજપ અને આરએસએસને હરાવી શકે છે. જો આપણે દેશમાં ભાજપ અને આરએસએસને હરાવવા હોય, તો રસ્તો ગુજરાતમાંથી પસાર થાય છે."
રાહુલ ગાંધીએ કહ્યું...
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, "જિલ્લા અધ્યક્ષ એવી વ્યક્તિ નહીં હોય જે સમાધાન કરે. તે તમારી સાથે મળીને જિલ્લાનું સંચાલન કરશે. તે જિલ્લાના નિર્ણયો લેશે. કોઈ પણ ઉમેદવારને ઉપરથી આદેશ નહીં મળે. અમે સંગઠન અને ચૂંટણી લડનારાઓ વચ્ચે સીધો સંબંધ ઇચ્છીએ છીએ. આજકાલ શું થાય છે કે કોંગ્રેસ સંગઠન કોઈને ચૂંટણી જીતવામાં મદદ કરે છે, પરંતુ જેમ જેમ તે MLA કે MP બને છે, તે સંગઠનને ભૂલી જાય છે.
આ પણ વાંચો : VADODARA : વ્યાજખોરથી ત્રસ્ત થતા મામલો પોલીસ મથક પહોંચ્યો
આ અમારો પાયલોટ પ્રોજેક્ટ- રાહુલ
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, 'ગુજરાતમાં આ અમારો પાયલોટ પ્રોજેક્ટ છે કારણ કે અમે સંદેશ આપવા માંગીએ છીએ કે ગુજરાત અમારા માટે સૌથી મહત્વપૂર્ણ રાજ્ય છે.' અમે એવા લોકોને સત્તા આપવા માંગીએ છીએ જેમની બૂથ સ્તરે સારી પકડ છે. આપણે કોંગ્રેસ પાર્ટીમાં નવી પેઢી લાવવી પડશે. જે લોકો જનતા સાથે જોડાયેલા છે તેમને આગળ લઈ જવા પડશે. આ ભીડમાં કેટલાક લોકો એવા છે જે ભાજપ સાથે જોડાયેલા છે. આવા લોકોને ઓળખવાની અને પ્રેમથી કોંગ્રેસથી અલગ કરવાની જરૂર છે.
આ પણ વાંચો : રાજસ્થાન : કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ઈન્દિરા મીનાની દાદાગીરી, ભાજપ અગ્રણી નેતાને માર મારી કપડા ફાડ્યા