Rafale-M Fighter Jet Deal: દુશ્મન દેશ પર કાળ બનીને ત્રાટકશે રાફેલ M ફાઇટર જેટ, ખાસિયતો એકેએકથી ચડિયાતી
- સમુદ્રમાં ભારતીય નેવીની તાકાતમાં થશે અભૂતપૂર્વ વધારો
- ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ મરીન એરક્રાફ્ટની ડીલ
- 26 રાફેલ મરીન એરક્રાફ્ટ માટે કરાર પર થયા હસ્તાક્ષર
- અત્યાર સુધીનો સૌથી મોટો 63 હજાર કરોડનો સંરક્ષણ સોદો
- રાફેલ મરીન એરક્રાફ્ટ પરમાણુ બોમ્બ ફાયર કરી શકે છે
- ફ્રાન્સથી 22 સિંગલ સીટર, 4 ડબલ સીટર વિમાન ખરીદાશે
- CCSની બેઠકમાં આ સંરક્ષણ સોદાને અપાઈ હતી મંજૂરી
- પહલગામ આતંકી હુમલા બાદ મળી હતી CCSની બેઠક
Rafale-M Fighter Jet Deal : ભારત અને ફ્રાન્સ વચ્ચે અત્યાર સુધીનો સૌથી મોટો સંરક્ષણ સોદો થયો છે.ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર (Rafale-M Fighter Jet Deal) કરાયા છે.63 હજાર કરોડમાં ફ્રાન્સ પાસેથી ભારત 22 સીંગલ સીટર અને 4 ડબલ સીટર રાફેલ મરીન એરક્રાફ્ટની ખરીદી કરશે. રાફેલ મરીન એરક્રાફ્ટના કારણે ભારતીય નૌકાદળની તાકાતમાં અભૂતપૂર્વ વધારો થશે...આ અંગે દિલ્હીમાં રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ અને નેવી વાઈસ ચીફ એડમિરલ કે. સ્વામીનાથનની ઉપસ્થિતિમાં કરાર પર હસ્તાક્ષર કરાયા હતા.આ લડાકૂ વિમાન પરમાણુ બોમ્બ ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે
રક્ષણ સોદાને લાંબી વાટાઘાટો બાદ CCSની બેઠકમાં મંજૂરી મળી
વિમાન ખરીદવાના આ સંરક્ષણ સોદાને લાંબી વાટાઘાટો બાદ CCSની બેઠકમાં મંજૂરી મળી હતી...રિપોર્ટ પ્રમાણે રાફેલ મરીન એરક્રાફ્ટને INS વિક્રાંત પર તૈનાત કરશે.આ વિમાનમાં એન્ટી શિપ સ્ટ્રાઈક, ન્યૂક્લિયર હથિયાર લોન્ચ કરવાની ક્ષમતા અને 10 કલાક સુધી ફ્લાઈટ રિકોર્ડ કરવા જેવા અનેકવિધ ફિચલ સામેલ છે...આ ઉપરાંત સ્વદેશી હથિયાર પ્રણાલી, સ્પેયર પાર્ટ્સ અને અન્ય જરૂરી ટૂલ્સ પણ આ વિમાનમાં મળશે.
રાફેલ મરીન લડાકૂ વિમાનની ખાસિયત
- 50 હજાર ફૂટની ઊંચાઈ સુધી ઉડાન ભરી શકે છે
- ન્યૂક્લિયર પ્લાન્ટ એટેક, એન્ટી શિપ સ્ટ્રાઈક કરી શકે છે
- 3700 કિમીની મિસાઈલ ફાયર રેન્જ ધરાવે છે
- 2200 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઉડાન ભરી શકે છે
- મિડ-એર રિફ્યૂલિંગ અને એડવાન્સ રડાર ટેક્નોલોજી
- બહુ ઓછી જગ્યામાં લેન્ડ કરવાની ધરાવે છે ક્ષમતા
- મજબૂત ફ્રેમ, લેન્ડિંગ ગિયર અને ટેલ હુક જેવા પાર્ટ્સ છે
- 10 કલાક સુધી ફ્લાઈટ ડેટાનું રેકોર્ડિંગ કરી શકે છે
- 9 ટન સુધીના હથિયારનું વહન કરી શકવાની ક્ષમતા
- હવાથી હવામાં માર કરી શકે તેવી મિસાઈલથી સજ્જ
- એન્ટી શિપ, SCALP પ્રહાર કરતી મિસાઈલથી સજ્જ
- INS વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે રાફેલ મરીન
હવે જાણો શું છે આ રાફેલ-એમ ફાઇટર જેટ ?
રાફેલ-એમ એક બહુઉદ્દેશીય ફાઇટર જેટ છે. તેનું AESA રડાર લક્ષ્ય શોધ અને ટ્રેકિંગ માટે ઉત્તમ છે. તેમાં સ્પેક્ટ્રા ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ છે જે તેને સ્ટીલ્થ બનાવે છે. તેમાં હવામાં પણ ઇંધણ ભરી શકાય છે. એટલે કે તેની રેન્જ વધશે. રાફેલ-એમ ફાઇટરના આગમનથી ભારતીય દરિયાઈ વિસ્તારમાં દેખરેખ, જાસૂસી, હુમલો વગેરે જેવા ઘણા મિશન હાથ ધરવામાં આવશે. આ ફાઇટર જેટ એન્ટી-શિપ વોરફેર માટે શ્રેષ્ઠ છે. તેમાં પ્રિસિઝન ગાઇડેડ બોમ્બ અને મિસાઇલો સ્થાપિત કરી શકાય છે. આ ફાઇટર જેટના આગમનથી હવા, પાણી અને જમીન - ત્રણેય જગ્યાએથી સુરક્ષા પૂરી પાડવામાં આવશે. નૌકાદળ દેશની આસપાસ એક અદ્રશ્ય કવચ બનાવી શકશે.
આ પણ વાંચો -Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરમાં ટ્રેકિંગ અને હાઈકિંગની તમામ એક્ટિવિટીઝ પર પ્રતિબંધ
ભારત પાસે રાફેલની સંખ્યા વધીને 62 થઈ જશે
હાલમાં MIG 29K વિમાનોનો કાફલો વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર તૈનાત છે. પરંતુ આ વિમાનો જૂના થઈ ગયા છે અને તેમનું જાળવણી ખૂબ ખર્ચાળ બની રહી છે. વૃદ્ધ હોવાને કારણે તેમના પ્રદર્શન પર પણ અસર પડી રહી છે. આવી સ્થિતિમાં રાફેલ એમ (Rafale Marine aircraft) વિમાન ભારતની ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરશે. ભારતીય વિમાનવાહક જહાજને અનુરૂપ 22 સિંગલ સીટર અને 4 ટ્વીન સીટર જેટ બનાવવામાં આવશે. આ વિમાનોના પુરવઠા સાથે ભારત પાસે રાફેલની સંખ્યા વધીને 62 થઈ જશે. ભારત ફ્રાન્સ પાસેથી 36 રાફેલ વિમાનો ખરીદી ચૂક્યું છે. આ સોદો 58હજાર કરોડ રૂપિયામાં થયો હતો.
ભારતને શું ફાયદો થશે ?
ભારતીય નૌકાદળ પાસે બે વિમાનવાહક જહાજો INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત છે. આ વિમાનો જૂના થઈ ગયા છે જેના પર રશિયાથી આયાત કરાયેલા MiG-29K વિમાનો તૈનાત છે. રાફેલ મરીન એક આધુનિક વિમાન છે જે પાકિસ્તાનના F16 અને ચીનના J-20 કરતા એક પેઢી આગળ છે. તેથી આ ભવિષ્યમાં ભારતની પ્રહાર શક્તિમાં વધુ વધારો કરશે. રાફેલ ફાઇટર પણ અદ્યતન રડાર ટેકનોલોજીથી સજ્જ છે