Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંજાબના CM ને મળી જાનથી મારી નાખવાની ધમકી, વાંચો અહેવાલ

ખાલિસ્તાન સમર્થક અને શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ હવે ફરી વખત ચર્ચાનો વિષય બન્યા છે. ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ધમકી આપતાની સાથે આતંકવાદી પન્નુએ SFJ સભ્યોને 26 જાન્યુઆરીના...
પંજાબના cm ને મળી જાનથી મારી નાખવાની ધમકી  વાંચો અહેવાલ

ખાલિસ્તાન સમર્થક અને શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ હવે ફરી વખત ચર્ચાનો વિષય બન્યા છે. ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ધમકી આપતાની સાથે આતંકવાદી પન્નુએ SFJ સભ્યોને 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસ પર તેને નિશાન બનાવવા કહ્યું છે.

Advertisement

આતંકવાદી પન્નુએ પાંજબના મુખ્યમંત્રી ઉપર આરોપ લગાવતા કહ્યું છે કે, મુખ્યમંત્રીએ એક ગુંડાને નકલી એન્કાઉન્ટરમાં મારવાનો આદેશ આપ્યો છે. આ ધમકી બાદ સીએમના ઘરની આસપાસ પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. તેમની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે.

Advertisement

પન્નુએ પંજાબના ગુંડાઓને મુખ્યમંત્રીને મારવા માટે એકસાથે આવવા કહ્યું

પન્નુ ગુરપતવંત સિંહ

પન્નુ ગુરપતવંત સિંહ

પ્રાપ્ત થતી માહિતી મુજબ, શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબના ગુંડાઓને મુખ્યમંત્રીને મારવા માટે એકસાથે આવવા કહ્યું છે. પોતાની ધમકીમાં પન્નુએ પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવને મારી નાખવાની ધમકી પણ આપી છે. તમને જણાવી દઈએ કે રાજ્યના ગુનેગારો સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. જેના કારણે હવાલાથી આતંકીઓને આવતા પૈસામાં ઘટાડો થયો છે.

Advertisement

ગુંડાઓ અને ખાલિસ્તાની આતંકવાદીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ

વાસ્તવમાં, સીએમ ભગવંત માનના નિર્દેશોને અનુસરીને, પંજાબ પોલીસ રાજ્યમાં ગુંડાઓ અને ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ સતત કડક કાર્યવાહી કરી રહી છે. રાજ્યમાં ડ્રગ્સ અને હથિયારોના વેપાર સાથે સંકળાયેલા ગેંગસ્ટરોની છેલ્લા કેટલાક મહિનામાં મોટા પાયે ધરપકડ કરવામાં આવી છે.

સમયાંતરે, પોલીસ હથિયારો અને ડ્રગ્સના કન્સાઈનમેન્ટ્સ જપ્ત કરીને પંજાબના ગેંગસ્ટરોની સાંઠગાંઠને નબળી બનાવી રહી છે. આનાથી ગુંડાઓ નારાજ છે અને ફરાર થઈ ગયા છે. કેટલાક લોકો વિદેશ ભાગી જવાની પણ યોજના બનાવી રહ્યા છે. સીએમ ભગવંત માને પંજાબ પોલીસને ગેંગસ્ટરો અને ખાલિસ્તાની આતંકવાદીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા સૂચના આપી છે.

આ પણ વાંચો -- Ram Mandir Live Steaming : તમે અયોધ્યા ન જતા હોવ તો પણ જોઈ શકશો પ્રાણ પ્રતિષ્ઠાનો સમગ્ર કાર્યક્રમ, જાણો કેવી રીતે?

Tags :
Advertisement

.