Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Prime Minister Modi નું સાઉદી અરેબિયાના એરસ્પેસમાં જ ક્રાઉન પ્રિન્સે કર્યુ ભવ્ય સ્વાગત

Prime Minister Modi સાઉદી અરેબિયાના 2 દિવસના પ્રવાસ માટે રવાના થયા છે. જ્યાં તેઓ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (Crown Prince Mohammed bin Salman) એ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ છે. વાંચો વિગતવાર.
prime minister modi નું સાઉદી અરેબિયાના એરસ્પેસમાં જ ક્રાઉન પ્રિન્સે કર્યુ ભવ્ય સ્વાગત
Advertisement
  • Prime Minister Modi નું સાઉદી અરેબિયાના એર સ્પેસમાં જ કરાયું ભવ્ય સ્વાગત
  • Crown Prince Mohammed bin Salman એ F15 વિમાન દ્વારા એસ્કોર્ટ કર્યુ
  • સાઉદી અરેબિયાના હવાઈ ક્ષેત્રમાં રોયલ સાઉદી એરફોર્સના F15 વિમાને વડાપ્રધાનના વિમાનનું કર્યુ સ્વાગત

Riyadh : Prime Minister Modi નું સાઉદી અરેબિયામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તેઓ સાઉદી અરેબિયામાં પ્રવેશ્યા તે અગાઉ હવામાં જ ક્રાઉન પ્રિન્સે તેમની સુરક્ષા માટે પોતાનું ફાઈટર પ્લેન મોકલ્યું હતું. સાઉદી અરેબિયાના હવાઈ ક્ષેત્રમાં રોયલ સાઉદી એરફોર્સના F15 વિમાન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારતીય વિદેશ મંત્રાલયે ટ્વિટ કરીને આપી જાણકારી

ભારતીય વિદેશ મંત્રાલયે ટ્વિટ કરીને Prime Minister Modi નું સ્વાગત કરવા માટેનો આ એક ખાસ સંકેત ગણાવ્યો છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, Prime Minister Modiની રાજ્ય મુલાકાત માટે ખાસ સન્માન તરીકે, તેમના વિમાનને સાઉદી હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા જ રોયલ સાઉદી એરફોર્સ દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યું હતું.

Advertisement

સાઉદી અરેબિયા સૌથી મૂલ્યવાન ભાગીદાર- Prime Minister Modi

Prime Minister Modi એ સાઉદી અરેબિયાને ભારતના સૌથી મૂલ્યવાન ભાગીદારોમાંથી એક અને વિશ્વસનીય મિત્ર અને સાથી ગણાવ્યું છે અને કહ્યું છે કે વર્તમાન તેમના સંબંધો માટે આશાસ્પદ સમય છે. સાઉદી અરેબિયાની 2 દિવસીય મુલાકાત પહેલા અરબ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં મોદીએ કહ્યું કે, ભારત અને સાઉદી અરેબિયા ફક્ત આપણા માટે જ નહિ પરંતુ સમગ્ર વિશ્વ માટે શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સાથે મળીને આગળ વધતા રહેશે.

Advertisement

આ પણ વાંચોઃ  Pahalgam Terrorist Attack : આંતકી હુમલામાં બે વિદેશી નાગરિક સહિત 27 નાં મોતની આશંકા, હેલ્પલાઇન નં. જાહેર

ભારત અને GCC વચ્ચે મુક્ત વેપાર કરાર

Prime Minister Modi એ કહ્યું કે, બંને દેશો દ્વિપક્ષીય રોકાણ સંધિ પર કામ કરી રહ્યા છે. ભારત અને GCC (ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ) વચ્ચે મુક્ત વેપાર કરાર આર્થિક સંબંધોને બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. પીએમ મોદીએ આ ભાગીદારીને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ સાઉદી નેતૃત્વની પ્રશંસા કરી અને આમંત્રણ બદલ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (Crown Prince Mohammed bin Salman) નો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, સાઉદી અરેબિયા ભારતના સૌથી મૂલ્યવાન ભાગીદારોમાંનું એક છે.

આ પણ વાંચોઃ  Jammu Kashmir Terror Attack: PM મોદીએ જરુરી કાર્યવાહીના આપ્યા આદેશ

Tags :
Advertisement

Trending News

.

×