ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

પ્રશાંત કિશોર આમરણાંત ઉપવાસ પર ઉતર્યા, BPSC વિદ્યાર્થીઓનો વિરોધ રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો

BPSC Student Protest : એક મહત્વની વાત છે કે, વિદ્યાર્થીઓના આ પ્રદર્શનનું સમર્થન કરી રહેલી જન સુરાજ પાર્ટી હવે ફ્રંટ ફુટ પર આવીને રમવા લાગી છે.
06:03 PM Jan 02, 2025 IST | KRUTARTH JOSHI
Prashant Kishor about BPSC

BPSC Student Protest : એક મહત્વની વાત છે કે, વિદ્યાર્થીઓના આ પ્રદર્શનનું સમર્થન કરી રહેલી જન સુરાજ પાર્ટી હવે ફ્રંટ ફુટ પર આવીને રમવા લાગી છે. પ્રશાંત કિશોરે અગાઉ જ જાહેરાત કરી હતી કે, જો સરકાર વિદ્યાર્થીઓની માંગ નહીં માને તો તેઓ આમરણાંત ઉપવાસ કરશે.

બીપીએસસી દ્વારા સમગ્ર પરીક્ષા ફરી લેવાય

બિહારની રાજધાની પટનામાં ગર્દનીબાગ વિસ્તારમાં બીપીએસસીની પરીક્ષા ફરીવાર આયોજીત કરાવવા સહિતની પોતાની માંગ સાથે વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ સરકારને પોતાની માંગણીઓ પર વિચાર કરવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો. જે હવે પૂર્ણ થઇ ચુક્યો છે. બુધવારે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે, જો સરકાર તેમની માંગણી પર ધ્યાન નહીં આપે તો રાજ્યના વિદ્યાર્થીઓ પોતાનો એક દિવસનો અભ્યાસ છોડીને ગાંધી મેદાન ખાતે એકત્ર થાય.

આ પણ વાંચો : Gujarat ભાજપ સંગઠન સરચનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા

જનસુરાજ પાર્ટી લાંબા સમયથી કરી રહી છે સમર્થન

બીજી તરફ બિહારમાં પોતાની પકડ મજબુત કરી રહેલી જનસુરાજ પાર્ટીએ પણ વિદ્યાર્થીઓને પોતાનું સમર્થન આપ્યું છે. પ્રશાંત કિશોરે અગાઉ જ જાહેરાત કરી હતી કે, સરકાર જો વિદ્યાર્થીઓની માંગ નહીં માને તો તેઓ 2 જાન્યુઆરીથી આમરણાંત ઉપવાસ પર ઉતરી જશે. બીજી તરફ લોક સેવા પંચ દ્વારા બાપુ પરીક્ષા કેન્દ્રની રદ્દ થયેલી પરીક્ષાની જાહેરાત કરતા 4 જાન્યુઆરીએ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો હતો. પંચે સ્પષ્ટતા કરતા કહ્યું કે, પેપર લીકના કોઇ પુરાવા મળ્યા નથી. પેપર રદ્દ કરવાની વિદ્યાર્થીઓની માંગ અયોગ્ય છે.

પ્રશાંત કિશોરે આમરણાંત ઉપવાસની કરી જાહેરાત

બીજી તરફ પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે કે, તેઓ આમરણાંત ઉપવાસ પર બેસી રહ્યા છે. જ્યાં સુધી વિદ્યાર્થીઓની યોગ્ય માંગણીઓ સ્વિકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાના ઉપવાસ શરૂ રાખશે. આ સરકાર વિદ્યાર્થીઓના નહીં પરંતુ પોતાના મળતીયા લોકોનો સપોર્ટ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. જેથી વિદ્યાર્થીઓના હિત માટે તેઓ પોતાના પ્રાણ ન્યોછાવર કરવા પડે તો પણ તૈયાર છે.

આ પણ વાંચો : શું મેલબોર્ન રોહિત શર્માની હતી છેલ્લી ટેસ્ટ? બેટિંગ અને કેપ્ટનશીપ પર ઉઠ્યા સવાલ

Tags :
bpsc protestbpsc student protest in patnaGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsJan Suraajprashant kishor jan suraaj
Next Article