Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Pran Pratishtha : અયોધ્યામાં કાલથી 7 દિવસ સુધી યોજાશે અનુષ્ઠાન, જાણો વિગત

Pran Pratishtha : અયોધ્યામાં શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠા માટેના સમારોહનો (Pran Pratishtha ) તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, રોશનીના જગમાટ વચ્ચે મંદિર પ્રાંગણ સજાવાયું છે, પરિસર તૈયાર છે, 140 કરોડ ભારતીયોની નજર અયોધ્યા પર છે. 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા...
pran pratishtha   અયોધ્યામાં કાલથી 7 દિવસ સુધી યોજાશે અનુષ્ઠાન  જાણો વિગત

Pran Pratishtha : અયોધ્યામાં શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠા માટેના સમારોહનો (Pran Pratishtha ) તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, રોશનીના જગમાટ વચ્ચે મંદિર પ્રાંગણ સજાવાયું છે, પરિસર તૈયાર છે, 140 કરોડ ભારતીયોની નજર અયોધ્યા પર છે. 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા કરાશે, ભગવાન મંદિરમાં બિરાજમાન થશે. જોકે આ સમારોહ પહેલા આવતીકાલથી અનુષ્ઠાન સહિતના કાર્યક્રમોનો શુભારંભ થશે. પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે આવતીકાલ 16 જાન્યુઆરીથી ધાર્મિક વિધિ શરૂ થશે. મંગળવારથી લઈને સોમવાર સુધી રોજ વિશેષ ધાર્મિક વિધિ યોજાશે, જેની તમામ માહિતી સામે આવી છે. સ્પષ્ટ જણાવીએ તો, આવતીકાલથી રામલલાની પ્રાણપ્રતિષ્ઠા વિધિનો શુભારંભ થશે અને 7 દિવસ બાદ સોમવારે ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થશે.

Advertisement

અયોધ્યા રામ મંદિરમાં કાલથી ધાર્મિક વિધિનો શુભારંભ થશે

Advertisement

રામજન્મ ભૂમિ ટ્રસ્ટ દ્વારા પ્રાણપ્રતિષ્ઠા પહેલા 7 દિવસ સુધી યોજાનાર ધાર્મિક કાર્યક્રમોનીમાહિતી અપાઈ છે. 16 જાન્યુઆરીએ પ્રાયશ્ચિત અને કર્મકુટી પૂજા સાથે આયોજનનો શુભારંભ થશે. 17 જાન્યુઆરીએ મંદિરમાં મૂર્તિનો પ્રવેશ થશે. ત્યારબાદ દરરોજ ધાર્મિક વિધિઓ થશે, જેમાં જળ, ઔષધિ, ઘી, અનાજ, ફૂલ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા યોજાશે.

Advertisement

અયોજન તિથિ અને સ્થળ

ભગવાન શ્રીરામ લલાના મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા Pran Pratishtha પૌષ માસના શુક્લ પક્ષની કૂર્મ દ્વાદશી, વિક્રમ સંવત-2080 એટલે કે સોમવાર 22 જાન્યુઆરી-2024ના રોજ થશે. અભિજીત મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાશે.

શાસ્ત્રોક્ત પ્રોટોકોલ અને પૂર્વ વિધિ

તમામ શાસ્ત્રોક્ત પ્રોટોકોલનું પાલન કરી બપોરે અભિજીત મુહૂર્તમાં કરવામાં આવશે. પ્રાણપ્રતિષ્ઠા અગાઉ સંસ્કારોની ઔપચારિક પ્રક્રિયા 16 જાન્યુઆરીથી શરૂ થશે અને 21 જાન્યુઆરી-2024 સુધી યોજાશે.

16 જાન્યુઆરી : પ્રાયશ્ચિત અને કર્મકુટી પૂજા
17 જાન્યુઆરી : મૂર્તિનો પરિસરમાં પ્રવેશ
18 જાન્યુઆરી (સાંજે) : તીર્થ પૂજા, જળ યાત્રા અને ગંધાધિવાસ
19 જાન્યુઆરી (સવાર) : ઔષધિધિવાસ, કેસરાધિવાસ, ધૃતધિવાસ
19 જાન્યુઆરી (સાંજ) : ધાન્યધિવાસ
20 જાન્યુઆરી (સવાર) : શર્કરાધિવાસ, ફલાધિવાસ
20 જાન્યુઆરી (સાંજે) : પુષ્પાધિવાસ
21 જાન્યુઆરી (સવાર) : મધ્યાધિવાસ
21 જાન્યુઆરી (સાંજે) : શૈયાધીવાસ

84 સેકન્ડનું શુભ મૂહુર્ત

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા Pran Pratishtha માટે 84 સેકન્ડનું શુભ મુહૂર્ત નિર્ધારીત કરાયું છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ નવનિર્મિત રામ મંદિરમાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે 84 સેકન્ડનું નાનુ મુહૂર્ત કઢાયું છે, જેમાં મંદિરના ગર્ભગૃહમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરાશે. કાશીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે આ મુહૂર્ત કઢાયું છે. પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત બપોરે 12 કલાક 29 મિનિટ 8 સેકન્ડે શરૂ થઈ 12 લાક 30 મિનિટ 32 સેકન્ડ સુધી રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પૂજા-અર્ચના પૂરી કરાશે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન ગર્ભગૃહમાં 5 લોકો ઉપસ્થિત રહેશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, આરએસએસ પ્રમુખ મોહન ભાગત, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રામ મંદિરની મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ ઉપસ્થિત રહેશે.

નગરચર્યાએ નિકળશે રામલલા

17 જાન્યુઆરીએ રામલલા નગરચર્યાએ નિકળશે, ત્યારબાદ પ્રાણપ્રતિષ્ઠાની વિધિ શરૂ થશે. 18 જાન્યુઆરીથી પ્રાણપ્રતિષ્ઠાની વિધિ શરૂ થશે. 19 જાન્યુઆરીએ રામ મંદિરમાં યજ્ઞ અગ્નિ કુંડની સ્થાપના કરાશે. 20 જાન્યુઆરીએ ગર્ભગૃહના 18 કળશો સરયૂના પવિત્ર જળથી સ્વચ્છ કર્યા બાદ વાસ્તુ પૂજા થશે. 21 જાન્યુઆરીએ તીર્થસ્થાનોના 125 કળશોના પવિત્ર જળથી રામલલાની સ્નાન વિધિ યોજાશે. છેલ્લે 22 જાન્યુઆરીએ મધ્યાહન મૃગશિરા નક્ષત્રમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમના મુખ્ય યજમાન રહેશે.

દેશભરના મોટા મંદિરોમાં યોજાશે પૂજા-પાઠ

રામ મંદિરના ઉદઘાટનના દિવસે દેશભરના તમામ મોટા મંદિરોમાં કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરાશે. અયોધ્યામાં મંદિરના ઉદઘાટન સમયે આ મંદિરોમાં પૂજા-પાઠ અને પ્રસાદ વિતરણ કાર્યક્રમની તૈયારી છે. લાઈવ પ્રસારણ અને દેશભરના મંદિરોમાં કાર્યક્રમો યોજવાથી અયોધ્યામાં યોજાનાર ઉદઘાટન કાર્યક્રમ પહોંચનારા ભક્તોની સંખ્યાને મર્યાદિત કરવામાં પણ મદદ મળશે.

પ્રાણપ્રતિષ્ઠામાં 7000 મહેમાનોને આમંત્રણ

રામ જન્મભૂમિ ટ્રસ્ટે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા Pran Pratishtha સમારોહ માટે 7000 અતિથિઓને આમંત્રણ પાઠવ્યું છે. તેમાંથી 3000 VVIP અને 4000 સંતોનો સમાવેશ થાય છે. સમારોહમાં વિવિધ પક્ષોના નેતાઓ, તમામ ચાર શંકરાચાર્ય, પ્રખ્યાત હસ્તીઓ, ક્રિકેટરો, પુજારી અને અન્ય ધાર્મિક નેતાઓ સહિત વિવિધ ક્ષેત્રોની હસ્તિઓને આમંત્રણ પાઠવાયું છે. આમંત્રિત મહેમાનોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસના પ્રમુખ મોહન ભાગવત, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી સહિત ઘણા રાજકીય નેતાઓને આમંત્રણ પાઠવાયું છે.મહેમાનોની યાદીમાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રોહિત શર્મા, અમિતાભ બચ્ચન, કંગના રનૌત, અરૂણ ગોવિલ, દીપિકા ચિખલિયા પણ સામેલ છે. બિઝનેસ ક્ષેત્રના રતન ટાટા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી સહિતનાઓને આમંત્રણ પાઠવાયું છે. યોગ ગુરુ સ્વામી રામદેવને પણ આમંત્રિત કરાયા છે.

જો વધુ મહેમાનો આવશે તો...

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર મંદિરના ગર્ભગૃહની આસપાસ લગભગ 70 એકર જમીન ઉપલબ્ધ રહેશે અને અહીં મહેમાનોને બેસાડવામાં આવશે. મંદિરના પરિસરમાં લગભગ 5000 ખુરશીઓ મુકાશે, તેનાથી વધુ મહેમાનો આવશે તો તેમને મુખ્ય પરિસરના દૂરથી જ ઉદઘાટન કાર્યક્રમમાં સામેલ થવાનો મોકો મળશે.

ઉદઘાટન કાર્યક્રમમાં 4થી 5 લોકો આવવાની સંભાવના

ટ્રસ્ટના લોકોનો અંદાજ છે કે, આ ઐતિહાસિક અવસરમાં સામેલ થવા મોટી સંખ્યામાં લોકો અયોધ્યા આવવાનો પ્રયાસ કરી શકે છે. આ સંખ્યા 4થી 5 લાખ સુધીની હોઈ શકે છે. જોકે અયોધ્યામાં મર્યાદિત સુવિધા ઉપલબ્ધ હોવાના કારણે આટલા બધા લોકોને સંભાળવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં આસપાસના લોકોને મંદિરના ઉદઘાટન પ્રસંગ બાદ મંદિરના દર્શન કરવા આવવા વિનંતી કરવામાં આવી છે.

મહેમાનો માટેના નિયમો

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં આવનારા મહેમાનોને 22 જાન્યુારીના રોજ કાર્યક્રમ સ્થળ પર સવારે 11:00 વાગ્યા પહેલા પ્રવેશ કરવાનો રહેશે.
સુરક્ષાના કારણોસર જો કોઈ સંત કે મહાપુરુષની સાથે કોઈ સુરક્ષા જવાન હશે તો તેઓ પણ કાર્યક્રમના સ્થળની બહાર જ રહેશે.પ્રાપ્ત માહિતી પ્રમાણે આમંત્રણ પત્ર જેના નામનું છે માત્ર તેને જ મંદિરમાં પ્રવેશ કરવાની મંજૂરી મળશે. તેમની સાથે આવેલા સેવક કે શિષ્ય કાર્યક્રમ સ્થળ પર નહીં જઈ શકશે.રામ મંદિરમાં મુખ્ય મહેમાન PM નરેન્દ્ર મોદીના મંદિર પરિસરમાંથી ચાલ્યા ગયા બાદ જ સંતજનોને રામલલાના દર્શન કરવાની મંજૂરી મળશે.રામ મંદિર ઉદ્ધાટનમાં ભારતીય પરંપરા પ્રમાણે વસ્ત્રો પહેરીને જઈ શકશો. પુરુષો ધોતી, ગમછા, કુર્તા-પાયજામા અને મહિલાઓ સલવાર સૂટ અથવા સાડી પહેરીને જઈ શકશે. જોકે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા આ અંગે કોઈ ડ્રેસ કોડ લાગુ કરવામાં નથી આવ્યો.માત્ર નિમંત્રણ પત્ર અને જેમની પાસે ડ્યૂટીના પાસ હશે તે લોકો જ અયોધ્યામાં પ્રવેશ કરી શકશે.

રામ મંદિરમાં આ વસ્તુઓ નહીં લઈ જઈ શકો

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામ મંદિરમાં પ્રવેશ કરનારાઓને મોબાઈલ, પર્સ, કોઈ પણ ગેજેટ્સ જેમ કે, ઈયર ફોન, રિમોટ વાળી ચાવી લઈ જવાની મંજૂરી નથી. વરિષ્ઠ સંતો માટે તેમનું છત્ર, બંવર, થેલો, વ્યક્તિગત પૂજા માટે ઠાકુર જી, સિંહાસન અને ગુરુ પાદુકાઓ પણ કાર્યક્રમ સ્થળ પર લઈ જવાની મનાઈ રહેશે.

આ પણ વાંચો- Ram Mandir :કોણ છે લક્ષ્મીકાંત દીક્ષિત,જે કરાવશે રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા

Tags :
Advertisement

.