Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતના શક્તિશાળી અધિકારી કે.કૈલાશનાથનને પુડુચેરીના LG નિયુક્ત કરાયા

ગાંધીનગર : ગુજરાતમાં અનેક વર્ષો સુધી પોતાની સેવા આપીને પીએમ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભુપેન્દ્ર પટેલના પણ સલાહકાર રહી ચુકેલા પૂર્વ IAS અધિકારી કે.કૈલાશનાથનને (K.Kailashnathan) પોંડીચેરીના LG (puducherry) નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્રે...
ગુજરાતના શક્તિશાળી અધિકારી કે કૈલાશનાથનને પુડુચેરીના lg નિયુક્ત કરાયા

ગાંધીનગર : ગુજરાતમાં અનેક વર્ષો સુધી પોતાની સેવા આપીને પીએમ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભુપેન્દ્ર પટેલના પણ સલાહકાર રહી ચુકેલા પૂર્વ IAS અધિકારી કે.કૈલાશનાથનને (K.Kailashnathan) પોંડીચેરીના LG (puducherry) નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કે.કૈલાશનાથન ગુજરાતમાં અનેક મહત્વના પદ પર રહી ચુક્યા છે. તેઓ પીએમ મોદીની ગુડ બુકમાં સ્થાન ધરાવે છે. તેઓ ગુજરાતમાં અનેક માળખાગત્ત સુવિધાઓ અને યોજનાઓને ધરાતલ પર ઉતારનારા અધિકારી તરીકેની તેમની છાપ હતી.

Advertisement

કે.કૈલાશનાથન 29 જુને નિવૃત થયા ત્યારથી જ તેમને કોઇ મહત્વની પોસ્ટ મળે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી. જો કે આજે મોડી રાત્રે થયેલી જાહેરાતમાં તેમને પોંડીચેરીના એલજી તરીકે નિયુક્તિ આપવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય અનેક રાજનેતાઓ અને અધિકારીઓની પણ પોસ્ટિંગની જાહેરાત કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, 1979 બેચના IAS અધિકારી કે.કૈલાશનાથન ગુજરાતની સૌથી શક્તિશાળી પદ સુધી પહોંચ્યા હતા. તેઓની ગણતરી ગુજરાતના સૌથી ઠાવકા અધિકારીઓમાં થતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કે.કૈલાશનાથન 2006 માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે પ્રિંસિપલ સેક્રેટરી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. 2013 માં તેઓ નિવૃત થયા હતા. જો કે તેમના કાર્યકાળને સતત 2024 સુધી એક્સટેંશન મળતું રહ્યું હતું.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, કે.કૈલાશનાથન આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભુપેન્દ્ર પટેલના કાર્યકાળમાં પણ સૌથી પાવરફુલ અધિકારી તરીકેનો પોતાનો દબદબો યથાવત્ત રાખ્યો હતો. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડબુકમાં સ્થાન ધરાવતા અધિકારી હતા.

- હરિભાઉ કિસનરાવ બાગડે રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિયુક્ત.
- જિષ્ણુ દેવ વર્માની તેલંગાણાના રાજ્યપાલ તરીકે નિમણૂક.
- ઓમ પ્રકાશ માથુર સિક્કિમના રાજ્યપાલ તરીકે નિયુક્ત.
- સંતોષ કુમાર ગંગવાર ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત.
- રામેન ડેકાને છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- સીએચ વિજયશંકર મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયુક્ત.
- સી.પી. રાધાકૃષ્ણન, ઝારખંડના રાજ્યપાલ, તેલંગાણાના વધારાના ચાર્જ સાથે, મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત.
- આસામના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાને પંજાબના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.
- સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને મણિપુરના રાજ્યપાલનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે.

Advertisement

Tags :
Advertisement

.