દિલ્હીમાં શિયાળો શરૂ થતાં જ પ્રદૂષણ! લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે મુશ્કેલી
- દિલ્હીમાં શિયાળો શરૂ થતાં જ પ્રદૂષણ!
- મોટા ભાગના વિસ્તારની હવા ઝેરીલી બની
- અનેક વિસ્તારનું AQI લેવલ વધ્યું
- સવાર થતા જ વધતુ જાય છે AQI લેવલ
- આકાશમાં ધુમાડો સ્પષ્ટ નજરે ચડી રહ્યો છે
- લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે મુશ્કેલી
- લોકોને માસ્ક વિના ન ફરવા ચેતવણી
Air Pollution in Delhi : દિલ્હીની હવા હવે ઝેરી બનવાની આશંકા છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજધાનીમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે, જેના કારણે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) દરરોજ 300ને પાર કરી રહ્યો છે. 29 ઓક્ટોબરની સવારે AQI 274 પર નોંધવામાં આવ્યો હતો. તેનું કારણ પવનની ગતિમાં ફેરફાર હોવાનું કહેવાય છે. જ્યાં સુધી દિલ્હીમાં પ્રદૂષણની વાત છે ત્યાં સુધી AQI વધારે હોવાને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.
પ્રદૂષણને કારણે દિલ્હીનું AQI લેવલ વધ્યું
દિલ્હીમાં શિયાળો શરૂ થતાં જ હવામાં ઝેર પ્રસર્યું હોય તેવું લાગી રહ્યું છે. અનેક વિસ્તારોમાં AQI વધારે જોવા મળ્યો છે, જેનાથી લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલીઓ પડી રહી છે. પ્રદૂષણને કારણે દિલ્હીનું AQI લેવલ ખૂબ જ વધી ગયું છે. દરરોજ સવારના સમયે, હવામાં વધતો ધૂમાડો અને ધૂળને કારણે નગરજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં AQI ખુબ જ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. દિલ્હીમાં હવે સ્થિતિ એવી બની છે કે અહીં નાગરિકો માટે માસ્ક પહેરવું જરૂરી બની ગયું છે. જણાવી દઇએ કે, બે દિવસ પછી પ્રદૂષણનું સ્તર વધુ વધે તેવી શક્યતાઓ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) પાસેથી મળેલી માહિતી અનુસાર, સોમવારે સવારે AQI 272 નોંધાયો હતો, જે નબળી શ્રેણીમાં આવે છે. જોકે, સાંજે તેમાં વધુ ઘટાડો થયો હતો. તે 268 નોંધાયો હતો.
સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધ્યું
આ વખતે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં સ્ટબલ સળગાવવાની ઘટનાઓમાં વધારો થયો છે, જેના કારણે હવાની ગુણવત્તા વધુ બગડી છે. નિષ્ણાતો કહે છે કે, આ ખતરનાક AQI સ્તરના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી શ્વસન સંબંધી રોગો, હૃદય રોગ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધે છે. સરકારી આંકડાઓ અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં હોસ્પિટલોમાં શ્વાસ સંબંધી સમસ્યાવાળા દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. દિલ્હી સરકારે પરિસ્થિતિનો સામનો કરવા માટે ઘણાં પગલાં લીધાં છે, જેમાં બાંધકામ પ્રવૃત્તિઓ પર કામચલાઉ પ્રતિબંધ, કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે વાહનોની સંખ્યામાં ઘટાડો અને સ્વચ્છતા અભિયાનનું આયોજન સામેલ છે. આ ઉપરાંત લોકોને જરૂરિયાત વગર બહાર ન નીકળવા અને માસ્કનો ઉપયોગ કરવા તાકીદ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Delhi-હરિયાણા સહિત આ રાજ્યોમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ, શું તમારા શહેરનું નામ લીસ્ટમાં નથી?