Polling Booth Search: મતદાન મથકનું કેન્દ્ર સરળતાથી જાણવા માટે બસ આટલું કરો...
Polling Booth Search: લોકસભા ચૂંટણી 2024 ના એક પછી એક તબક્કાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત દેશમાં લોકસભા ચૂંટણી 2024 ના બે તબક્કાનું મતદાન પૂર્ણ પણ થઈ ચૂક્યું છે. ત્યારે 7 મેના રોજ દેશમાં લોકસભા ચૂંટણી 2024 ના ત્રીજા બક્કાનું આયોજન કરવામાં આવ્યું છે.
મતદાન મથક જાણવાની બે પદ્ધતિઓ
Voter Helpline App દ્વારા મતદાન મથક જાણવું
https://electoralsearch.eci.gov.in/ ની મુલાકાત કરો
ગુજરાતમાં 7 મેના રોજ કુલ 25 બેઠકો પર મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત દેશમાં લોકસભા ચૂંટણી 2024 ના ત્રીજા બક્કામાં કુલ 12 રાજ્યોમાં મતદાન કરવામાં આવશે. તે પૈકી કુલ 94 બેઠકો પર મતદાન કરવામાં આવશે. તે ઉપરાંત ગુજરાતને વર્ષ 2013 બાદ ભાજપગઢ કહેવામાં આવે છે. પરંતુ આ વખતે પરસ્પર એવા સમીકરણો રચાયા છે, જે પૈકી ભાજપની તમામ બેઠકો પર જીત હાંસલ કરવી મુશ્કેલ સાબિત થશે. તે ઉપરાંત ઉત્તર ગુજરાતમાં આ વખતે કોંગ્રેસનું પલડું ભારે દેખાઈ રહ્યું છે.
તે ઉપરાંત ગુજરાતમાં પેટા ચૂંટણી અંતર્ગત વિધાનસભાની 5 બેઠકો માટે પણ મતદાન કરવામાં આવશે. જોકે લોકસભાના અમૃત મહોત્સવમાં મતદાન જાગૃતિ માટે સરકાર અને જાહેર જનતાઓ દ્વારા અથાગ પ્રયત્નો અને પગલાઓ લેવામાં આવ્યા છે. કારણ કે... આ વખતે દેશમાં પ્રથમ વખત મતદાન કરતા આંકડાઓ ઈતિહાસના આંકડાઓ કરતા સૌથી વધારે સામે આવ્યા છે. ત્યારે પ્રથમ વખત મતદાન કરતા અને અમુક અપવાદ લોકોને મતદાન મથક અંગે પૂરતી માહિતી નહીં હોય. ત્યારે જો કોઈ વ્યક્તિને ખબર ના હોય કે મતદાન કરવા માટે તેમણે ક્યા જવું અથવા તેમના મતદાન મથકનું કેન્દ્ર કેવી રીતે જાણવું?
Voter Helpline App દ્વારા મતદાન મથક જાણવું
- આ એપને સૌ પ્રથમ પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરવી
- આ એપમાં મતદારને લોગઈન કરવાની જરુર નહીં પડે
- એપમાં Serch Your Name In Electctoral Roll પર ક્લિલ કરવું
- ક્લિલની સાથે અનેક વિકલ્પો પૂછવામાં આવશે
- તમે કોઈપણ વિકલ્પની મદદથી મતદાન મથક જાણી શકાશે
આ પણ વાંચો: VOTING DAY : આવતીકાલે 12.20 લાખ યુવા મતદારો બનશે નિર્ણાયક
Polling Station Online Search સાઈટની મદદથી મતદાન મથક જાણી શકાશે
- https://electoralsearch.eci.gov.in/ ની મુલાકાત કરો
- વેબસાઈટ પર 3 વિકલ્પો સામે જોવા મળશે
- Search By EPIC વિકલ્પ પર ક્લિક કરવું
- ચૂંટણી કાર્ડ નંબર, રાજ્યનું નામ અને કેપ્ચા દાખલ કરવું
- ત્યાર બાદ મતદાન મથકની માહિતી મળશે
આ પણ વાંચો: Lok Sabha elections : ગુજરાતમાં આવતીકાલે આ દિગ્ગજ નેતાઓ કરશે મતદાન, જાણો કોણ ક્યાંથી આપશે વોટ