FIR For promoting betting apps: હૈદરાબાદમાં સટ્ટાબાજીની એપ્સનો પ્રચાર કરવા બદલ 25 લોકો વિરુદ્ધ ગુનો દાખલ, ટોપ 6 ટોલીવૂડ સ્ટાર્સ પણનો પણ સમાવેશ
- ઓનલાઈન સટ્ટાબાજીની એપ્સનો પ્રચાર કરવાના આરોપમાં 25 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
- ટોલીવૂડના ટોપના 6 સ્ટાર્સનો પણ સમાવેશ
- સરળતાથી યુવાનોને ફસાવવાનું ષડયંત્ર
હૈદરાબાદ: મિયાપુર પોલીસે સટ્ટાબાજીની એપ્સનો પ્રચાર કરવાના આરોપમાં અભિનેતા રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા, મંચુ લક્ષ્મી, પ્રણીતા અને નિધિ અગ્રવાલ સહિત 25 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. એફઆઈઆર અનુસાર રાણા, મંચુ લક્ષ્મી, નિધિ અગ્રવાલ, વિજય દેવરકોંડા અને પ્રણીતા, અન્ય 18 સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સટ્ટાબાજીની એપ્સનો પ્રચાર કરી રહ્યા છે. જે કાયદાથી વિરૂદ્ધ છે.
શું છે ફરિયાદીનો પક્ષ?
આ સમગ્ર કેસમાં 32 વર્ષીય ફરિયાદી પીએમ ફણીદ્રા શર્માના જણાવ્યા અનુસાર 16 માર્ચે સામાન્ય ચર્ચા વખતે લોકોએ સટ્ટાબાજી, જુગાર અને કેસિનો એપ્લિકેશન્સમાં નાણાં રોકાણ કરવા વિશે ચર્ચા કરવાનું શરૂ કર્યું હતું. જેનો પ્રચાર સેલિબ્રિટીઝ અને ઈન્ફ્લુએન્સર દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે. ફરિયાદીને જાણવા મળ્યું છે કે લોકો આવી એપ્લિકેશનોમાં સક્રિય રીતે જોડાઈ રહ્યા છે. ફરિયાદી પણ આવી સટ્ટાબાજી એપ્લિકેશનોથી પ્રભાવિત થયો હતો, અને આવી જ એક સટ્ટાબાજી-જુગાર-કેસિનો વેબસાઈટમાં નાણાં જમા કરાવવાનો હતો, પરંતુ તેના પરિવારની સાવધાનીથી તેણે નાણાં જમા કરાવ્યા નહીં.
આ પણ વાંચોઃ J & K: માતા વૈષ્ણોદેવીનાં દર્શન કરવા પહોંચેલ ઓરીએ કર્યુ દારુનુ સેવન, જમ્મુમાં નોંધાઈ ફરિયાદ
સરળતાથી યુવાનોને ફસાવવાનું ષડયંત્ર
ફરિયાદીના જણાવ્યા મુજબ, આ સટ્ટાબાજીની એપ્લિકેશન પ્લેટફોર્મ્સ જુગાર કાયદા અને નિયમોનું સીધું ઉલ્લંઘન કરે છે. જેમાં 1867ના જાહેર જુગાર અધિનિયમનો સમાવેશ થાય છે. આ એપ્સ ટૂંકા ગાળામાં વધુ પૈસા કમાવવાના જોખમી શોર્ટકટ્સને પ્રોત્સાહન આપીને યુવાનો અને સમાજને નુકસાન પહોંચાડે છે. આ એપ્લિકેશન્સ ખાસ યુવાનોને લક્ષ્ય બનાવી રહી હોય તેવું લાગે છે.
સત્વરે તપાસ અને પ્રતિબંધ માટે અપીલ
આ પ્લેટફોર્મ્સ સોશિયલ મીડિયા ચેનલો અને જાહેરાતો દ્વારા સતત તેમનો પ્રચાર કરી રહ્યા છે. જેનાથી સમસ્યા વધુ તીવ્ર અને મોટી બની રહી છે. ફરિયાદીને શંકા છે કે આ ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશનોમાં હજારો કરોડ રૂપિયાની હેરાફેરી થઈ છે. તેમણે અધિકારીઓને આ ગેરકાયદેસર સટ્ટાબાજીની કામગીરીની સત્વરે તપાસ કરવા અને તેના પર પ્રતિબંધ લાદવા અપીલ કરી છે. આ કિસ્સામાં પોલીસે Cr No.393/2025 હેઠળ કલમ 318(4), 112 r/w 49 BNS અને કલમ 3,3(A), TS ગેમિંગ એક્ટની કલમ 4 અને IT એક્ટની કલમ 66 (D) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.
ટોપ 6 ટોલીવૂડ સ્ટાર્સ વિરુદ્ધ ગુનો નોંધાયો
આ ચકચારી કેસમાં મિયાપુર પોલીસે જે 6 ટોલીવૂડ સ્ટાર્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે તેમાં આ સ્ટાર્સ સામેલ છે. જેમાં રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ, વિજય દેવરાકોંડા, માન્ચુ લક્ષ્મી, પ્રણીતા અને નિધિ અગ્રવાલનો સમાવેશ થાય છે. એક સપ્તાહ અગાઉ પંજગુટ્ટા પોલીસે 11 કલાકારો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર વિરુદ્ધ પણ સટ્ટાબાજીની એપ્લિકેશન્સને પ્રોત્સાહન આપવાના આરોપસર કેસ દાખલ કર્યો હતો. જેમાં ઈમરાન ખાન, હર્ષ સાઈ, ટેસ્ટી તેજા, કિરણ ગૌડ, વિષ્ણુ પ્રિયા, શ્યામલા, રિથુ ચૌધરી, બંડારુ શેષાયની સુપ્રીથા, અજય, સન્ની અને સુધીરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ Shah Rukh Khan: કાનૂની વિવાદમાં ફસાયો-200 કરોડનો બંગલો 'મન્નત'