Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદીએ અમેરિકામાં "પરમાણુ ડીલ" કરતા પણ મોટી સમજુતી, ચીન-પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું

નવી દિલ્હી : ભારતમાં પણ હવે સેમીકંડર બનશે. અત્યાર સુધી ભારતમાં સેમીકંડક્ટર આયાત કરવામાં આવતા હતા. આ સેમીકંડક્ટર પ્લાંટમાં બંન્ને દેશો માટે સૈન્ય હાર્ડવેરની સાથે સાથે મહત્વપુર્ણ દૂરસંચાર નેટવર્ક અને ઇલેક્ટ્રોનિ્સમાં ઉપયોગ માટે ચિપ્સનું ઉત્પાદન થશે. આ પણ વાંચો :...
10:34 PM Sep 23, 2024 IST | KRUTARTH JOSHI
Semi conducter deal with America

નવી દિલ્હી : ભારતમાં પણ હવે સેમીકંડર બનશે. અત્યાર સુધી ભારતમાં સેમીકંડક્ટર આયાત કરવામાં આવતા હતા. આ સેમીકંડક્ટર પ્લાંટમાં બંન્ને દેશો માટે સૈન્ય હાર્ડવેરની સાથે સાથે મહત્વપુર્ણ દૂરસંચાર નેટવર્ક અને ઇલેક્ટ્રોનિ્સમાં ઉપયોગ માટે ચિપ્સનું ઉત્પાદન થશે.

આ પણ વાંચો : Tirupati Tample : તિરુપતિ લાડુ વિવાદમાં કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, ઘી સપ્લાયર કંપનીને પૂછ્યા આ સવાલ

સેમીકંડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ જોવા મળશે

ભારતને અમેરિકાની મદદથી પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા સેમીકંડક્ટર ફેબ્રિકેશન પ્લાંટ મળવા જઇ રહ્યો છે. આ ન માત્ર ભારતનું પ્રથમ પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા માટે વિશ્વનું પ્રથમ મલ્ટી મટિરિયલ મેન્યુફેક્ચરિંગ પ્લાંટ હશે. તેવામાં આ પ્લાન્ટ ન માત્ર ભારત પરંતુ અમેરિકા માટે પણ ખુબ જ મહત્વ ધરાવે છે. આ ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે આ પહેલીવાર છે, જ્યારે અમેરિકી સેના ભારતની સાથે આ હાઇ ટેક્નોલોજી માટે ભાગીદારી કરવા અંગે સંમત થયા છે. આ અસૈન્ય પરમાણુ સમજુતી જેટલું જ મહત્વપુર્ણ છે. સમગ્ર વિશ્વમાં જ્યારે સેમીકંડક્ટરની સમસ્યા સામે લડી રહી છે, તેવામાં આ પ્લાન્ટ ભારતની ઉડાનમાં પાયાનો પથ્થર સાબિત થશે.

આ પણ વાંચો : ભારતમાં MPOX Clade 1 નો પ્રથમ કેસ નોંધાયો, UAE થી આવ્યો હતો Kerala...

ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક સમજુતી

ભારતમાં લાગી રહેલા આ સેમીકંડક્ટર પ્લાન્ટમાં બંન્ને દેશો માટે સૈન્ય હાર્ડવેરની સાથે સાથે મહત્વપુર્ણ દૂરસંચાર નેટવર્ક અને ઇલેટ્રોનિક્સમાં ઉપયોગ માટે ચિપ્સનું ઉત્પાદન થશે. વિલમિંગટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનની વ ચ્ચે મંત્રણા બાદ આ મહત્વકાંક્ષી યોજનાની જાહેરાત કરવામાં આવી. મોદી-બાઇડન મંત્રણા અંગે એક ઐતિહાસિક સમજુતી પણ ગણાવી હતી. બંન્ને નેતાઓએ ભારત-અમેરિકા સેમીકંડક્ટર નિર્માણ ભાગીદારીને ઐતિહાસિક સમજુતી ગણાવી હતી. આ યોજના ભારતસેમીકંડક્ટર મિશનમાં સહાયક થશે અને ભારત સેમી,થર્ડીટેક અને અમેરિકા સ્પેસ ફોર્સની વચ્ચે રણનીતિક ટેક્નોલોજીનો હિસ્સો હશે.

આ પણ વાંચો : Jharkhand : કેન્દ્રીય મંત્રીની કાર કીચડના ખાડામાં ફસાઈ, 'મામા' બહાર આવ્યા અને પછી... Video

અસૈન્ય પરમાણુ સમજુતી જેટલી મહત્વપુર્ણ

આ ન માત્ર ભારતનું પ્રથમ પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા માટે વિશ્વનું પ્રથમ મલ્ટી મટીરિયલ મેન્યુફેચરિંગ પ્લાન્ટ હશે. આ પ્લાન્ટના કારણે રોજગારમાં વધારો થશે. આ પહેલીવાર છે જ્યારે ભારત સાથે હાઇએન્ડ ટેક્નોલોજી સમજુતી કરવા માટે અમેરિકા તૈયાર થયું છે. આ ઐતિહાસિક ક્ષણ છે. આ અસૈન્ય પરમાણુ સમજુતી જેટલું જ મહત્વપુર્ણ છે. ભારત-અમેરિકાએ સંયુક્ત નિવેદન અનુસાર રાષ્ટ્રપતિ બાઇડેન અને વડાપ્રધાન મોદીએ નેશનલ સિક્યોરિટી, નેક્સ્ચ જનરેશનના દૂરસંચાર અને ગ્રીન ઊર્જા એપ્લીકેશન માટે એડવાન્સ સેંસિવ, કમ્યુનિકેશન અને પાવર ઇલેક્ટ્રોનિક્સ પર કેન્દ્રીત એક નવો સેમીકંડક્ટર નિર્માણ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે એક ઐતિહાસિત સમજુતીની પણ સરાહના કરી હતી.

આ પણ વાંચો : Chhattisgarh : રાજનાંદગાંવમાં વીજળી પડતા સ્કૂલના બાળકો સહિત 8 લોકોના મોત

ભારત સેમિકન્ડક્ટરની અછત સામે ઝઝુમી રહ્યું છે

વિશ્વભરના દેશો હાલમાં સેમિકન્ડક્ટર્સની અછત છે. ભારત પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ભારત તેની સેમિકન્ડક્ટર જરૂરિયાતો પૂરી કરવા માટે આયાત પર નિર્ભર છે. પરંતુ સમગ્ર વિશ્વમાં એવી ઘણી ઓછી કંપનીઓ છે જે સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવે છે. આખી દુનિયાએ સેમિકન્ડક્ટર માટે આ પસંદગીની કંપનીઓ પર નિર્ભર રહેવું પડે છે. આવી સ્થિતિમાં, જ્યારે કોરોનાનો સમયગાળો આવ્યો, ત્યારે વિશ્વભરમાં સેમિકન્ડક્ટર્સની ભારે અછત હતી કારણ કે દેશો વચ્ચેનો વેપાર બંધ હતો. આ પછી ભારત સહિત ઘણા દેશોને સમજાયું કે મોબાઈલથી લઈને કાર સુધી દરેક વસ્તુમાં ઉપયોગમાં લેવાતા સેમિકન્ડક્ટર દેશની અર્થવ્યવસ્થાને કેવી રીતે અસર કરી શકે છે.

આ પણ વાંચો : Delhi CM : આતિશીએ મુખ્યમંત્રીની ખુરશીની બાજુમાં ખાલી ખુરશી મૂકીને ચાર્જ સંભાળ્યો

ચીન સહિતના આ દેશો સેમિકન્ડક્ટરના સૌથી મોટા ઉત્પાદકો છે

કોરોના મહામારી પછી સેમિકન્ડક્ટરની અછતની અસર ઈલેક્ટ્રોનિક વસ્તુઓથી લઈને કાર ઉત્પાદકો સુધીની દરેક વસ્તુ પર જોવા મળી રહી છે. તાઇવાન, દક્ષિણ કોરિયા, ચીન અને જાપાન જેવા દેશો વિશ્વના સૌથી મોટા સેમિકન્ડક્ટર ઉત્પાદક દેશો છે. પરંતુ ઘણા દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે ઘણા દેશો સેમિકન્ડક્ટર્સની ભારે અછતનો સામનો કરી રહ્યા છે. તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની (TSMC) વૈશ્વિક ચિપ માર્કેટમાં બહુમતી હિસ્સો ધરાવે છે. પરંતુ ચીન અને અમેરિકા વચ્ચેના વેપાર યુદ્ધને કારણે સપ્લાય ચેન પ્રભાવિત થઈ રહી છે. તે જ સમયે, રશિયા-યુક્રેન યુદ્ધે સેમિકન્ડક્ટર્સના વિશ્વભરમાં પુરવઠાને પણ અસર કરી છે.

આ પણ વાંચો : Rajasthan : કેન્દ્રીય રક્ષા મંત્રી Rajnath Singh ની સુરક્ષામાં મોટી ચૂક

ભારત માટે સેમિકન્ડક્ટર પ્લાન્ટનો અર્થ

આજે, આપણે 5G સ્પીડ પર મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકીએ છીએ. જે માત્ર સેમિકન્ડક્ટરના કારણે જ શક્ય બન્યું છે. સેમિકન્ડક્ટરે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની ક્રાંતિ શક્ય બનાવી છે એમ કહેવામાં આવે તો ખોટું નહીં હોય. સેમિકન્ડક્ટરના કારણે જ કમ્પ્યુટર વાવાઝોડાની ઝડપે ચાલે છે. સેમિકન્ડક્ટરે ટ્રાન્ઝિસ્ટર, ડાયોડ અને ઇન્ટિગ્રેટેડ સર્કિટ જેવા ઇલેક્ટ્રોનિક ઘટકોનો આધાર છે. આ ઘટકોનો ઉપયોગ કમ્પ્યુટર, સ્માર્ટફોન, ટેલિવિઝન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં થાય છે. સેમિકન્ડક્ટરનો ઉપયોગ કોમ્યુનિકેશન ઉપકરણો જેવા કે મોબાઈલ ફોન, રાઉટર્સ અને સ્વીચોમાં પણ થાય છે. નવીનતમ કારમાં, સેમિકન્ડક્ટરનો ઉપયોગ એન્જિન નિયંત્રણો, બ્રેક સિસ્ટમ્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સમાં થાય છે. ભારતમાં 2026 સુધીમાં $80 બિલિયન મૂલ્યના સેમિકન્ડક્ટરનો વપરાશ થશે અને આ આંકડો 2030 સુધીમાં $110 બિલિયન સુધી પહોંચવાની ધારણા છે. આવી સ્થિતિમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું મહત્વ સમજી શકાય છે. તે ભારતીય અર્થવ્યવસ્થાને આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેનાથી રોજગાર પણ મળશે.

આ પણ વાંચો : Tirumala : મંદિરમાં 4 કલાક સુધી શુદ્ધિકરણ, ભગવાન વેંકટેશ્વર સ્વામીની માફી મંગાઇ

Tags :
Gujarat FirstGujarati NewsGujarati SamacharIndia First Semiconductor PlantIndia US Semiconductor Plantlatest newsSemiconductorSemiconductor manufacturing plantSpeed NewsTrending News
Next Article
Home Shorts Stories Videos