Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Video : શરૂ ભાષણ વચ્ચે શખ્સ બેહોશ થયો, PM એ પોતાની મેડિકલ ટીમ મોકલી અપાવી સારવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના પ્રવાસ બાદ બેંગલુરુમાં ચંદ્રયાન-3 મિશન સાથે જોડાયેલા ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા બાદ તેઓનું દિલ્હીના પાલમ એરપોર્ટ પર ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધિત કર્યાં....
video   શરૂ ભાષણ વચ્ચે શખ્સ બેહોશ થયો  pm એ પોતાની મેડિકલ ટીમ મોકલી અપાવી સારવાર
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના પ્રવાસ બાદ બેંગલુરુમાં ચંદ્રયાન-3 મિશન સાથે જોડાયેલા ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા બાદ તેઓનું દિલ્હીના પાલમ એરપોર્ટ પર ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધિત કર્યાં.

ભાષણ દરમિયાન શખ્સ થયો બેહોશ

તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, તેમને બ્રિક્સ સમિટમાં ચંદ્રયાન-3ને લઈને ઘણી શુભકામનાઓ મળી પણ તેઓ પોતાના સંબોધન વચ્ચે અટકી ગયા કારણ કે, લોકોમાં ઉપસ્થિત એક વ્યક્તિ બેહોશ થઈ ગયો. વડાપ્રધાને તે જોઈને પોતાની મેડિકલ ટીમને કહ્યું કે, તેમને જુઓ મારી ડોક્ટર ટીમ ત્યાં પહોંચે. તેમનો હાથ પકડીને અહીંથી લઈ જાઓ. બેસાડો અને શૂઝ ખોલી નાખો. આનો વીડિયો પણ સામે આવ્યો છે.

Advertisement

Advertisement

સંકટોનો સામે ઝઝુમવાનું સામર્થ્ય તિરંગો

તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ચંદ્ર પર જ્યાં ચંદ્રયાન-3 લેન્ડ થયું છે તે જગ્યાને આજે શિવશક્તિના નામે ઓળખવામાં આવશે અને જ્યાં ચંદ્રયાન-2 એ પોતાની છાપ છોડી છે તે સ્થાનને તિરંગા પોઈન્ટના નામે ઓળખવામાં આવશે કારણ કે દરેક સંકટોનો સામે ઝઝુમવાનું સામર્થ્ય તિરંગો આપે છે.

વિશ્વની શુભકામનાઓ મળી

તેમણે કહ્યું કે, મેં બ્રિક્સ સમિટમાં પણ જોયું કે ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેમે ચંદ્રયાનની વાત ના કરી હોય શુભકામનાઓ ના આપી હોય. જે શુભકામનાઓ અમને ત્યાં મળી છે તે આવીને તરત જ બધા વૈજ્ઞાનિકોને સોંપી દીધી. સમગ્ર વિશ્વએ આપણને શુભકામનાઓ મોકલી છે.

નવુ ભારત આગળ વધુ રહ્યું છે

વડાપ્રધાને કહ્યું કે, મને તે જોઈને ખુબ ખુશી છે કે નવું ભારત, નવી ગતિ અને નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. આપણે એક પછી એક દુનિયામાં પોતાની ધાક જમાવી રહ્યાં છીએ. સમગ્ર દુનિયા આ બાબતનો અનુભવ કરી રહી છે. સ્વીકાર પણ કરી રહી છે અને અમને સમ્માન પણ આપી રહી છે.

આ પણ વાંચો : CHANDRAYAAN-3 : 14 દિવસ પછી રોવર પ્રજ્ઞાન અને લેન્ડરનું શું થશે?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×