Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

LOKSABHA 2024 : તમિલનાડુના કોઈમ્બતૂરમાં વડાપ્રધાન મોદી કરશે રોડ-શો, જાણો લોકસભા સીટનું મહત્વ

LOKSABHA 2024 :  લોકસભા 2024 (LOKSABHA 2024) ની ચૂંટણીની જાહેરાત બાદ તમામ પાર્ટીઓ પોતપોતાની તૈયારીઓમાં લાગી ગઇ છે. ભાજપ દક્ષિણ ભારતમાં પોતાનું મજબુત સ્થાન બનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM MODI) તમિનાડુના કોઈમ્બતૂરમાં...
04:40 PM Mar 18, 2024 IST | PARTH PANDYA

LOKSABHA 2024 :  લોકસભા 2024 (LOKSABHA 2024) ની ચૂંટણીની જાહેરાત બાદ તમામ પાર્ટીઓ પોતપોતાની તૈયારીઓમાં લાગી ગઇ છે. ભાજપ દક્ષિણ ભારતમાં પોતાનું મજબુત સ્થાન બનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM MODI) તમિનાડુના કોઈમ્બતૂરમાં ભવ્ય રોડ-શો કરવા જઇ રહ્યા છે. લોકસભા 2024 ની ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યની મુલાકાતે તેઓ પ્રથમ વખત આવી રહ્યા છે. ત્યારે લોકોમાં પણ આ વાતને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સપ્ટેમ્બર - 2023 માં બંને પક્ષ અલગ થઇ ગયા

ભાજપ પ્રેરીત એનડીએ અને કોંગ્રેસ પ્રેરીત ઇન્ડિ ગઠબંધન બંનેએ હજી સુધી કોઈમ્બતૂરની સીટ પર ઉમેદવારની જાહેરાત કરી નથી. પાછલી લોકસભા ચૂંટણીમાં ભાજપે એઆઇડીએમકે પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. જેમાં કોઇ પણ સીટ મળી ન હતી. સપ્ટેમ્બર - 2023 માં બંને પક્ષ અલગ થઇ ગયા હતા. જેથી ભાજપે તમિલ મનીલા કોંગ્રેસ જેવી નાની રાજકીટ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડવી પડી હતી.

અન્નામલાઇના નેતૃત્વમાં ભાજપના જોશ-ઉત્સાહમાં વધારો

ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઇના નેવૃત્વમાં ભાજપ નવા જોશ અને ઉત્સાહ સાથે તમિલનાડુમાં પોતાનું સ્થાન જમાવી રહી છે. જાણકારોના મતે, તમિલનાડુમાં ભાજપે નાના રાજકીય દળ સાથે ચૂંટણી લડવાની જે તક ઝડપી છે. તેનાથી ઇન્ડિ ગઠબંધનની સહયોગી પાર્ટી અને અન્નામુદ્દક પાર્ટી લામે ત્રિકોણીયો જંગ જામી શકે છે. તેના અંતે લગભગ 5 જેટલી સીટનો ફાયદો થઇ શકે છે.

ભાજપ માટે કેમ મહત્વની છે કોઈમ્બતૂર લોકસભા બેઠક

પાછલી બે લોકસભાની ચૂંટણીમાં કોઈમ્બતૂર બેઠક પર ભાજપને બે તૃતિયાંશ મત મળ્યા હતા. પરંતુ વર્ષ 2014 માં ત્રિકોણીય જંગ ખેલાતા અન્નામુદ્દક પાર્ટી વધુ જનસમર્થન નજીક આવી ગઇ હતી. હિંદુ મુન્નાનીના પ્રવક્તા સી શશિકુમારની હત્યા બાદ અનેક મસ્જીદ અને ચર્ચમાં પથ્થરમારાની ઘટનાઓ સામે આવી હતી. વર્ષ 2016 માં કોઈમ્બતૂરમાં મોટાપાયે હિંસા થઇ હતી. એનઆઇએના આરોપપત્રમાં પ્રતિબંધીત સંગઠન પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયાના સદસ્યોના નામ સામે આવ્યા હતા.

બે વખત લોકસભાની ચૂંટણી જીત્યા

વર્ષ 1998 માં ભાજપના નેતા લાલકૃષ્ણ આડવાણીની કોઈમ્બતૂર યાત્રા દરમિયાન બોમ્બ ધડાકામાં 55 લોકોના મોત નિપજ્યા હતા. જે બાદ સ્થાનિક નેતા સીપી રાધાકૃષ્નને વર્ષ 1998 અને 1999 બે વખત લોકસભાની ચૂંટણી જીત્યા હતા. તેઓ વર્ષ 2004 માં પોતાનું સ્થાન જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા હતા. વર્ષ 2019 લોકસભાની ચૂંટણીમાં તેઓ સીપીઆઇએમના પીઆર નટરાજન સામે હારી ગયા હતા.

અભિનેતા કમલ હસનને હરાવ્યો

તમિલનાડુમાં યોજાયેલા વર્ષ 2021 ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને મહિલા મોર્ચા અધ્યક્ષ નવથી શ્રીનિવાસનને કોઈમ્બતૂર દક્ષિણ માંથી અભિનેતા કમલ હસનને હરાવ્યો હતો. તે ચૂંટણીમાં જંગ કમલ હસન, શ્રીનિવાસન અને કોંગ્રેસના મયુરા જયકુમાર વચ્ચે હતી.

વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ચાર ધારાસભ્યો ચૂંટાઇને આવ્યા

વોટની વહેંચણી ન થાય તે માટે ઇન્ડિ ગઠબંધન દ્વારા આ સીટ પર એક જ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી શકે છે. તેવામાં ભાજપ આ સીટ પર પોતાના ઉમેદવારને જીતાડવા માટે અથાગ પ્રયત્નો કરી રહી છે. વર્ષ 2021 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ચાર ધારાસભ્યો ચૂંટાઇને આવ્યા છે. જેમાં એક કોઈમ્બતૂરથી છે.

આ પણ વાંચો -- Kajal Hindusthani : મારુ નામ કાજલ હિન્દુસ્થાની છે અને તેથી હું હિન્દુઓ માટે લડતી રહીશ

Tags :
2024CoimbatoreElectionGeneralimploksahbamodiPMRoadseatSHOW
Next Article