Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણે સંભાળ્યો પદભાર, આ છે પડકારો

જનરલ અનિલ ચૌહાણે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો (CDS) પદભાર સંભાળ્યો છે. તેમણે નેશનલ વોર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ અને ત્રણેય સૈના તરફથી ગાર્ડ ઓફ ઓનર બાદ કાર્યભાર સંભાળ્યો હતો. ગાર્ડ ઓફ ઓનર દરમિયાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, એર ચીફ માર્શલ વી.આર. ચૌધરી અને નેવીના કો-ચીફ વાઇસ એડમિરલ એસ.એન. ઘોરમાડે પણ હાજર હતા.જનરલ બિપિન રાવતના નિધન બાદ CDSનું પદ ખાલી થયું હતું. જે બાદ તેમની નિમણૂંક કરવામાં આવી હતી
લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણે સંભાળ્યો પદભાર  આ છે પડકારો
જનરલ અનિલ ચૌહાણે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો (CDS) પદભાર સંભાળ્યો છે. તેમણે નેશનલ વોર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ અને ત્રણેય સૈના તરફથી ગાર્ડ ઓફ ઓનર બાદ કાર્યભાર સંભાળ્યો હતો. ગાર્ડ ઓફ ઓનર દરમિયાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, એર ચીફ માર્શલ વી.આર. ચૌધરી અને નેવીના કો-ચીફ વાઇસ એડમિરલ એસ.એન. ઘોરમાડે પણ હાજર હતા.
જનરલ બિપિન રાવતના નિધન બાદ CDSનું પદ ખાલી થયું હતું. જે બાદ તેમની નિમણૂંક કરવામાં આવી હતી. અનિલ ચૌહાણ (CDS Anil Chauhan) જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તરમાં આતંકવાદનો ખાત્મો કરવા માટે જાણીતા છે. જનરલ અનિલ ચૌહાણે દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ પર પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓ તેમના પિતા સુરેન્દ્રસિંહ ચૌહાણ સાથે સ્મારક પહોંચ્યા હતા.
પદભાર સંભાળ્યા બાદ નવા CDS અનિલ ચૌહાણે કહ્યું કે, ભારતીય સશસ્ત્ર દળોમાં સર્વોચ્ચ પદની જવાબદારી નિભાવીને મને ગર્વ છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે હું ત્રણેય સંરક્ષણ દળોની અપેક્ષાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશ. અમે તમામ ચેલેન્જ અને મુશ્કેલીઓનો સાથે મળીને સામનો કરીશું.
સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર તેઓ ભારત સરકારના સૈન્ય બાબતોના વિભાગના સચિવ તરીકે પણ કામ કરશે. જનરલ અનિલ ચૌહાણે 40 વર્ષથી વધુની કારકિર્દીમાં અનેક કમાન્ડ સંભાળ્યા છે. તેમને જમ્મુ અને કાશ્મીર અને ઉત્તર-પૂર્વ ભારતમાં આંતકવાદ વિરોધી અભિયાનો પાર પાડવાનો બહોળો અનુભવ ધરાવે છે. CDSનું પદ સંભાળ્યા બાદ જનરલ અનિલ ચૌહાણે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી.
ચીન
નવા CDS તરીકે જનરલ ચૌહાણ સામે અનેક નવા પડકારો છે. તેમણે દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતના ઘણા અધૂરા પ્રોજેક્ટ્સ પૂરા કરવાના છે. CDS તરીકે તેમનો પહેલો અને સૌથી મોટો પડકાર ચીન છે. જનરલ અનિલ ચૌહાણની સામે LAC પર ચીન સાથે ચાલી રહેલું ઘર્ષણ એક મોટો પડકાર છે. પૂર્વી લદ્દાખને અડીને આવેલા LAC પર ચીન સાથે સંઘર્ષ થોડો ઘટ્યો છે. પરંતુ તણાવ હજુ પણ યથાવત્ છે. આવી સ્થિતિમાં LACના કમાન્ડર તરીકેનો લાંબો અનુભવ જનરલ ચૌહાણ માટે કામમાં આવશે.
સેનાની ત્રણેય પાંખનું એકીકરણ અને થિયેટર કમાન્ડ
સેનાની ત્રણેય પાંખો આર્મી, એરફોર્સ અને નેવીનું એકીકરણ અને થિયેટર કમાન્ડ બનાવવી એ પણ તેમની સામે મોટો પડકાર છે. જનરલ બિપિન રાવત થિયેટર કમાન્ડ બનાવવાનું કામ કરી રહ્યા હતા. પરંતુ ડિસેમ્બર 2021માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ રાવતના મોત બાદ થિયેટર કમાન્ડ બનાવવાનું કામ અટકી ગયું છે. આવી સ્થિતિમાં હવે આ જવાબદારી જનરલ ચૌહાણના શિરે છે. જનરલ રાવતના સમયમાં એરફોર્સ પાસે થિયેટર કમાન્ડને લઈને તેનું રિઝર્વેશન હતું.
સેનાનું આધુનિકીકરણ
CDS તરીકે જનરલ ચૌહાણ સામે સેનાનું આધુનિકીકરણ પણ મોટો પડકાર છે. રશિયા-યુક્રેન અને આર્મેનિયા-અઝરબૈજાનના યુદ્ધને કારણે ડ્રોન, એન્ટી ડ્રોન અને AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) જેવી ટેક્નોલોજી પણ યુદ્ધના મેદાનમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. પરંપરાગત યુદ્ધ શૈલી તેમજ આધુનિક યુદ્ધ માટે સેનાઓને તૈયાર કરવાની જવાબદારી તેમની રહેશે. જનરલ રાવતના સમયમાં સાયબર અને સ્પેસ ડિવિઝન તૈયાર હતા, પરંતુ તેમને મજબૂત કમાન્ડ બનાવવાની જવાબદારી પણ નવા CDS પર રહેશે.
Advertisement
Tags :
Advertisement

.