Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદી 17 ડિસેમ્બરે ગુજરાત આવે તેવી શક્યતા, ડ્રીમ સીટી-હીરા બુર્સનું કરશે ઉદ્ઘાટન

PM મોદી 17 ડિસેમ્બરે ગુજરાત આવે તેવી શક્યતા છે. જેમાં સુરતના ડ્રિમસિટી હીરા બુર્સનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે. તેમજ સુરત એરપોર્ટની વિસ્તરણ યોજનાનું અનાવરણ કરશે. તથા 15 માળના બુર્સ ટાવરમાં 4500 ડાયમંડ ટ્રેડર્સની ઓફિસો છે. કાર્યક્રમ મુદ્દે હજુ PMO...
10:32 AM Dec 07, 2023 IST | Hiren Dave

PM મોદી 17 ડિસેમ્બરે ગુજરાત આવે તેવી શક્યતા છે. જેમાં સુરતના ડ્રિમસિટી હીરા બુર્સનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે. તેમજ સુરત એરપોર્ટની વિસ્તરણ યોજનાનું અનાવરણ કરશે. તથા 15 માળના બુર્સ ટાવરમાં 4500 ડાયમંડ ટ્રેડર્સની ઓફિસો છે. કાર્યક્રમ મુદ્દે હજુ PMO તરફથી સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.

 

છેલ્લે 30-31 ઓક્ટોબરે PM મોદી ગુજરાત આવ્યા હતા

છેલ્લે 30-31 ઓક્ટોબરે PM મોદી ગુજરાત આવ્યા હતા. વડાપ્રધાન મોદી દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં 17મી ડિસેમ્બરે ગુજરાત આવે તેવી શક્યતા છે. તેઓ સુરત આવી નવા બંધાયેલા આલીશાન ડ્રીમસિટી-હીરા બુર્સનું ઉદ્ઘાટન કરશે, સાથોસાથ સુરત ઍરપોર્ટની વિસ્તરણ યોજનાનું પણ અનાવરણ કરે તેવી સંભાવના છે. ડ્રીમસિટી- હીરા બુર્સનું 66 લાખ ચોરસ ફૂટનું શાનદાર બિલ્ડિંગ 35.54 એકરની વિશાળ જગ્યા ઉપર તૈયાર થઈ ચૂક્યું છે અને ગત ધનતેરસથી ઉદ્ઘાટનની પ્રતીક્ષામાં છે.

 

 

બુર્સમાં અંદાજે 4,500 ડાયમંડ ટ્રેડિંગની ઑફિસો પૈકી કેટલીક ઑફિસો જોકે લાભપાંચમથી શરૂ થઈ

પંદર માળના નવ ટાવર ધરાવતા આ બુર્સમાં અંદાજે 4,500 ડાયમંડ ટ્રેડિંગની ઑફિસો પૈકી કેટલીક ઑફિસો જોકે લાભપાંચમથી શરૂ થઈ ચૂકી છે. એક તરફ અમેરિકામાં મંદી અને રશિયા-યૂક્રેન યુદ્ધને પગલે લગાવાયેલા પ્રતિબંધોને કારણે રાજ્યનો હીરા ઉદ્યોગ છેલ્લા દોઢ વર્ષથી માંદગીમાં પડયો છે, એવા સમયે સુરત હીરા બુર્સનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. અલબત્ત, સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વર્તુળો કહે છે કે, રફ હીરાની રશિયાની મોટામાં મોટી કંપની અલરોઝા ઉપર અમેરિકા તથા યુરોપિયન યુનિયને લગાવેલા પ્રતિબંધની રાજ્યમાં 10-15 ટકા અસર છે, કેમ કે અલરોઝાનો પાતળી સાઇઝનો માલ ઘસાવવા માટે સુરત અને સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં આવે છે, પરંતુ બીજી તરફ છેલ્લા બે અઢી વર્ષથી રાજ્યમાં હોંગકોંગ તરફથી મોટો બિઝનેસ મળી રહ્યો છે, જેમાં સીડી તથા હાઇ ટેમ્પરેચર હાઇ પ્રેશર એમ પ્રકારના હીરાનો કારોબાર રાજ્યમાં થઈ રહ્યો છે.

આ  પણ  વાંચો -ગુજરાતમાં બનશે નવા 11 ગ્રીનફિલ્ડ એરપોર્ટ, સરકારે AAI સાથે કર્યા MOU

 

Tags :
Diamond Research and Mercantile CityGujaratInauguratenewly-built Surat Diamond Bourse buildingpm modiPrime Minister Narendra ModiSurat Diamond Bourse
Next Article