Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM Modi Delhi Meeting: એક્ઝિટ પોલના સમાપન સાથે જ ભાજપ સરકાર આવી એક્શન મોડમાં

PM Modi Delhi Meeting: દેશમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના સાત તબક્કાવાર મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. તે ઉપરાંત સાત તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે દેશમાં એક્ઝિટ પોલના આંકડાઓ પણ સામે આવ્યા છે. ત્યારે મોટાભાગની સંસ્થાઓએ ભાજપને બહુમતી...
04:39 PM Jun 02, 2024 IST | Aviraj Bagda
PM Modi, PM Narendra Modi, BJP, Exit Poll

PM Modi Delhi Meeting: દેશમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના સાત તબક્કાવાર મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. તે ઉપરાંત સાત તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે દેશમાં એક્ઝિટ પોલના આંકડાઓ પણ સામે આવ્યા છે. ત્યારે મોટાભાગની સંસ્થાઓએ ભાજપને બહુમતી સાથે જીત હાંસલ કરવાનો દાવો કર્યો છે. ત્યારે જો સંસ્થાઓની સંભાવના સાચી સાબિત થાય છે, તો દેશમાં ત્રીજી વખત ભાજપ સરકાર બનશે.

તો બીજી તરફ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના સાત તબક્કાનું મતદાન અને એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવ્યા બાદ, વડપ્રધાન મોદી (PM Modi) એ દિલ્હીમાં તેમના નિવાસસ્થાને એક ખાસ બેઠકનું આયોજન કર્યું છે. ત્યારે આ બેઠકનો મુખ્ય મુદ્દો Cyclone Remal હતો. કારણ કે... Cyclone Remal ના કારણે દક્ષિણ ભારતના મોટાભાગના શહેરમાં ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે.

અસરગ્રસ્ત રાજ્યોને તમામ મદદ પૂરી પાડવામાં આવશે

PM Modi એ મિઝોરમ, આસામ, મણિપુર, મેઘાલય અને ત્રિપુરામાં ભૂસ્ખલન અને પૂરના કારણે જાનહાનિ અને મકાનો અને સંપત્તિને થયેલા નુકસાન અંગે પણ ચર્ચા કરી હતી. આ બેઠક બાદ PM Modi એ કહ્યું કે ભારત સરકાર Cyclone Remal થી પ્રભાવિત રાજ્યોને સંપૂર્ણ સહાયતા આપવાનું ચાલુ રાખશે. PM Modi એ કહ્યું કે અસરગ્રસ્ત રાજ્યોને તમામ મદદ પૂરી પાડવામાં આવશે.

મણિપુરમાં 1 લાખ વધુ લોકો પ્રભાવિત થયા

PM Modi ને ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું કે કેન્દ્ર સરકાર અસરગ્રસ્ત રાજ્યોની સ્થિતિ પર નજર રાખી રહી છે અને અધિકારીઓ જમીની સ્તરે કામ કરી રહ્યા છે. આસામમાં Cyclone Remal ની અસરને કારણે નવ જિલ્લાના બે લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ ઉપરાંત Cyclone Remal બાદ મણિપુરમાં સતત વરસાદને કારણે રાજ્યમાં કુલ 1,88,143 લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

આ પણ વાંચો: Train Accident : પંજાબના ફતેહગઢ સાહિબમાં ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર, 2 લોકો ઘાયલ Video

Tags :
BJPCyclonecyclone remalDelhiExit Pollpm modiPM Modi Delhi Meetingpm narendra modi
Next Article