PM Modi At Bihar: વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ પરિવાર વિવાદને લઈ લાલુ યાદવને આપ્યો સચોટ જવાબ
PM Modi At Bihar: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બિહારના બેતિયામાં એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે તેમણે કહ્યું કે બિહાર (Bihar) માં જંગલરાજ લાવનાર પરિવાર બિહારના યુવાનો માટે ગુનેગાર છે. NDA સરકારે જ બિહારને આ જંગલરાજમાંથી બચાવીને અત્યાર સુધી આગળ લાવી છે.
- પીએમ મોદીએ બિહારમાં વિશાળ જનસભાને સંબોધી
- પીએમ મોદીએ લાલુ યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા
- પીએમ મોદીના સંબોધન દરમિયાન નીતિશ કુમાર ગેરહાજર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ વધુમાં કહ્યું હતું કે, "આ એ ભૂમિ છે જેણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નવો પ્રાણ ફૂંક્યો અને નવી ચેતનાનો સંચાર કર્યો. આ એ જ ભૂમિ છે જેણે મોહનદાસજીને મહાત્મા ગાંધી બનાવ્યા. વિકસિત બિહારમાંથી વિકસિત ભારત (Viksit Bharat) નો સંકલ્પ લેવા બેતિયા, ચંપારણ કરતાં વધુ સારી જગ્યા કોઈ નથી.
પીએમ મોદીએ લાલુ યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા
#WATCH | Bettiah, Bihar: At a public rally PM Modi says, "In the decades after the independence, the biggest problem Bihar faced is migration of the youth. This migration increased when the 'Jungle-raj' came to Bihar. The families running the 'Jungle-raj' were only worried about… pic.twitter.com/CHBbTVV9UU
— ANI (@ANI) March 6, 2024
PM Modi કહ્યું કે NDA સરકાર કહી રહી છે કે અમે દરેક ઘરને સૂર્ય ઘર બનાવવા માંગીએ છીએ. પરંતુ ભારતનું જોડાણ હજુ પણ ફાનસની જ્યોત પર નિર્ભર છે. જ્યાં સુધી બિહારમાં ફાનસનું રાજ હતું ત્યાં સુધી માત્ર એક જ પરિવારની ગરીબી દૂર થઈ અને માત્ર એક જ પરિવાર સમૃદ્ધ બન્યો. આજે જ્યારે PM Modiઆ સત્ય કહે છે ત્યારે તેઓ મોદીને ગાળો આપે છે. ભ્રષ્ટાચારીઓથી ભરેલા ભારતીય ગઠબંધનનો સૌથી મોટો મુદ્દો એ છે કે મોદીનો પરિવાર નથી!
પીએમ મોદીના સંબોધન દરમિયાન નીતિશ કુમાર ગેરહાજર
PM Modi ની જનસભા દરમિયાન નીતિશ કુમાર હાજર રહ્યા ન હતા. ત્યારે વિજય ચૌધરીએ પીએમનું સ્વાગત કર્યું હતું. જોકે આગામી દિવસોમાં નીતિશ કુમાર ઈંગ્લેન્ડ જવાના છે. તેના કારણે તેઓ દિલ્હી ગયા હતા અને તેથી તેઓ જનસભામાં હાજર રહ્યા ન હતા. સિંગર અનુરાધા પૌડવાલે લોકોના મનોરંજન માટે પ્રેઝન્ટેશન આપ્યું હતું. સિંગર અનુરાધા પૌડવાલે બેતિયા એરપોર્ટ પર PM Modi ના કાર્યક્રમમાં પરફોર્મ કર્યું હતું.
આ પણ વાંચો: Dhananjay Singh: કોર્ટે પૂર્વ સાંસદ ધનજંય સિંહને અપહરણ અને ખંડણીના કેસમાં 7 વર્ષની સજા ફટકારી