ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત, જાણો કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન પર વાત કરી. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ ટ્રમ્પને અભિનંદન આપ્યા. બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી.
08:50 PM Jan 27, 2025 IST | MIHIR PARMAR
featuredImage featuredImage
modi trump talk

PM Modi and Donald Trump : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન પર વાત કરી. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ ટ્રમ્પને અભિનંદન આપ્યા. બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી વખતે તેમણે કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે પરસ્પર ફાયદાકારક અને વિશ્વસનીય ભાગીદારી વધુ મજબૂત બનશે. બંને દેશો તેમના લોકોના કલ્યાણ અને વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે સાથે મળીને કામ કરશે.

બંને નેતાઓએ વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના ઐતિહાસિક બીજા કાર્યકાળ બદલ અભિનંદન પાઠવ્યા. આ સાથે, બંને નેતાઓએ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી અને ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવા સંમતિ દર્શાવી.

આ પણ વાંચો :  દક્ષિણ ચીન સાગરમાં ઘટશે ચીનનો પ્રભાવ! ઇન્ડોનેશિયા સાથે મળીને ભારતે બનાવ્યો "માસ્ટર પ્લાન"

પીએમ મોદી અને ટ્રમ્પની મિત્રતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના મજબૂત સંબંધોના ઘણા કારણો છે. બંને નેતાઓએ સંરક્ષણ અને સુરક્ષા સંબંધોને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો, ખાસ કરીને આતંકવાદ અને પાકિસ્તાન જેવા પ્રાદેશિક જોખમોનો સામનો કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવા પર. મોદી અને ટ્રમ્પ વચ્ચેનો વ્યક્તિગત સંબંધ પણ ખૂબ જ સારો રહ્યો છે, જે 'હાઉડી મોદી' અને 'નમસ્તે ટ્રમ્પ' જેવા મોટા કાર્યક્રમોમાં સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. આ કાર્યક્રમોમાં, બંને નેતાઓ વચ્ચેના પરસ્પર સંબંધોમાં હૂંફ દેખાઈ આવી.

ટ્રમ્પ વાપસી ભારત માટે સારા સમાચાર છે

ડોનાલ્ડ ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' નીતિએ વાજબી વેપાર પર ભાર મૂક્યો હતો, જ્યારે વડા પ્રધાન મોદીએ ભારતના હિતોને અમેરિકાના હિત સાથે સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સંયુક્ત પ્રયાસથી વેપાર સંબંધો સુધારવામાં મદદ મળી અને ભારતની વધતી જતી આર્થિક શક્તિએ બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો જાળવી રાખ્યા. બંને દેશોએ કોવિડ-19 રોગચાળા દરમિયાન આરોગ્ય સહયોગને પણ પ્રોત્સાહન આપ્યું. મોદી અને ટ્રમ્પ વચ્ચેની જૂની મિત્રતાને ધ્યાનમાં લેતા, એવું માનવામાં આવે છે કે ટ્રમ્પની વાપસી ભારત માટે સારા સમાચાર છે.

આ પણ વાંચો :  ‘ભારતમાં વક્ફ બોર્ડનું શું કામ છે?’ દેવકીનંદન ઠાકુરે મહાકુંભ ધર્મ સંસદમાં ઉઠાવ્યા પ્રશ્નો

Tags :
bilateral issuesDonald TrumpGujarat Firstindia - us relationsIndia and USMihir ParmarModi congratulated Trumpmutually beneficial and trustworthy partnershipPM Modi and Donald Trumppm narendra modiposting on Instagramprosperity and securityrelationship between India and the USspoke on the phonewelfare of their people and global peacework together