Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'PM મોદી રાહુલ ગાંધીનો સામનો કરતા ડરે છે' કોંગ્રેસનો વળતો જવાબ

વડાપ્રધાનના આક્ષેપો સામે કોંગ્રેસની પ્રતિક્રિયા ઈમરજન્સી મુદ્દે PM મોદીના આકરા પ્રહારો "અદાણી પર ચર્ચા કરો": પ્રિયંકા ગાંધીનો PM મોદીને પડકાર PM મોદીએ નહેરુ-ગાંધી પરિવાર પર કર્યા પ્રહારો કોંગ્રેસનું PM મોદી પર 'ખોખલા વચનો'નો આરોપ "PM રાહુલ ગાંધીનો સામનો કરતા...
 pm મોદી રાહુલ ગાંધીનો સામનો કરતા ડરે છે  કોંગ્રેસનો વળતો જવાબ
Advertisement
  • વડાપ્રધાનના આક્ષેપો સામે કોંગ્રેસની પ્રતિક્રિયા
  • ઈમરજન્સી મુદ્દે PM મોદીના આકરા પ્રહારો
  • "અદાણી પર ચર્ચા કરો": પ્રિયંકા ગાંધીનો PM મોદીને પડકાર
  • PM મોદીએ નહેરુ-ગાંધી પરિવાર પર કર્યા પ્રહારો
  • કોંગ્રેસનું PM મોદી પર 'ખોખલા વચનો'નો આરોપ
  • "PM રાહુલ ગાંધીનો સામનો કરતા ડરે છે": વેણુગોપાલ
  • પ્રિયંકા ગાંધીએ PM મોદીના ભાષણને કહ્યું કંટાળાજનક

Congress's response to PM Modi's speech : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં 'બંધારણના 75 વર્ષની ભવ્ય યાત્રા' પર ચર્ચાના જવાબમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ઈમરજન્સી મુદ્દે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસના ચહેરા પરથી આ કલંક ક્યારેય દૂર નહીં થાય. લોકસભામાં પોતાના ભાષણમાં વડાપ્રધાને નહેરુ-ગાંધી પરિવાર અને તેમના નિર્ણયોના દોષોની પણ ચર્ચા કરી. જેના જવાબમાં હવે કોંગ્રેસ પાર્ટી તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે.

Advertisement

કોંગ્રેસ તરફથી PM ના ભાષણ પર પ્રતિક્રિયા

PM મોદાના આક્ષેપો પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે ટિપ્પણી કરી હતી. વેણુગોપાલે સંસદ પરિસરમાં કહ્યું કે, વડાપ્રધાને કોંગ્રેસ પર આરોપ લગાવ્યા પરંતુ કોઈ નવા મુદ્દા રજૂ કર્યા નથી. તેઓએ કોંગ્રેસના આક્ષેપો ફરી રીપીટ કર્યા કે આ સરકાર અદાણી જૂથ માટે કામ કરી રહી છે. વેણુગોપાલે વધુમાં જણાવ્યું કે, જ્યારે રાહુલ ગાંધી લોકસભામાં પોતાનું ભાષણ આપતા હતા ત્યારે PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગેરહાજર હતા. તેમણે આરોપ લગાવ્યો કે PM રાહુલ ગાંધીનો સામનો કરતા ડરે છે અથવા તો તેમને વિપક્ષ પર વિશ્વાસ નથી.

Advertisement

Advertisement

મને લાગ્યું કે PM કઇંક નવું કહેશે - પ્રિયંકા ગાંધી

વાયનાડથી કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ PM મોદીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંઈ નવું કે સર્જનાત્મક કહ્યું નથી. તેમણે મને એકદમ કંટાળો આપ્યો... મને લાગ્યું કે તે કંઈક નવું કહેશે. તેમણે 11 ખોખલા વચનો વિશે વાત કરી. જો તેઓ ભ્રષ્ટાચાર પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા ધરાવતા હોય તો તેમણે ઓછામાં ઓછી અદાણી પર ચર્ચા કરવી જોઈએ.

ઈમરજન્સી અને નહેરુ-ગાંધી પરિવાર પર નિશાન

વડાપ્રધાને જણાવ્યું કે, પંડિત જવાહરલાલ નહેરુ પોતાના સમયની વરિષ્ઠ હસ્તીઓની સલાહ સાંભળતા નહોતા. તેમણે નહેરુ-ગાંધી પરિવારના રાજકીય નિર્ણયોની ટીકા કરતાં જણાવ્યું કે લગભગ 6 દાયકામાં 75 વખત બંધારણમાં ફેરફાર થયા છે, જેની શરૂઆત પંડિત નહેરુએ કરી હતી અને ત્યારબાદ ઈન્દિરા ગાંધીએ તેને આગળ વધાર્યું. PM મોદીએ કોંગ્રેસને તેની ભૂલોથી શીખવા જણાવ્યું હતું. વડાપ્રધાને કોંગ્રેસના યુવા નેતાને પણ નિશાન બનાવતાં કહ્યું કે કેન્દ્ર સરકારની કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલા નિર્ણયને કોંગ્રેસના નેતાએ પ્રેસની સામે ફાડી નાખ્યો હતો, જેનો અર્થ થાય છે કે તેઓ બંધારણનું સન્માન નથી કરતા.

આ પણ વાંચો:  સંસદમાં PM મોદીનું ધારદાર સંબોધન, કોંગ્રેસને યાદ અપાવી તેમની ભૂતકાળની ભૂલો

Tags :
Advertisement

.

×