PM Internship Scheme આજથી શરું, યુવાનોને મળશે દર મહિને 5 હજાર
- રોજગારની તકો માટે 12 મહિનાનો અનુભવ મળશે
- તાલીમ ખર્ચ અને Internship ખર્ચના 10% પણ આપશે
- પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ પણ સ્વચ્છતાની સેવામાં યોગદાન આપ્યું
PM Internship Scheme : મોદી સરકાર 3.0 એ વધુ એક યોજના યુવાનો માટે જાહેર કરી છે. તે ઉપરાંત આ યોજનાનો લાભ લેવા માટે એક પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે ઈચ્છુક વ્યક્તિઓ આ પોર્ટલના માધ્યમથી અરજી કરી શકે છે. ત્યારે આ પોર્ટલ કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે. તો આ પોર્ટના માધ્યમથી યુવાનોને ઈન્ટર્નશિપ સ્કીમ યોજનાનો લાભ આપી શકાશે. જેથી યુવાનો ભારતની દિગ્ગજ કંપનીઓમાં ઈન્ટર્નશિપ કરીને રોજગારી મેળવી શકે છે.
રોજગારની તકો માટે 12 મહિનાનો અનુભવ મળશે
PM Internship Scheme 2024 આજથી શરૂ થવા જઈ રહી છે. જેના દ્વારા કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવશે. જેઓ ઈન્ટર્ન બનવા ઈચ્છુક હોય તેઓ 12 ઓક્ટોબરથી આ પોર્ટલ પર અરજી કરી શકશે. આગામી 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને દેશની ટોચની 500 કંપનીઓમાં Internship ની તકો આપવામાં આવશે. દર મહિને 5,000 રૂપિયાનું Internship ભથ્થું અને 6,000 રૂપિયા એકસાથે આપવામાં આવશે. ત્યારે PM Internship Scheme 2024 ના માધ્યમથી રોજગારની તકો માટે 12 મહિનાનો અનુભવ મળશે.
આ પણ વાંચો: Laptop Sahay Yojana નો લાભ લેવા અહીંયા મેળવો તમામ માહિતી
#WATCH | The 'PM Internship' scheme starts today. This scheme will provide internship opportunities in 500 top companies to 1 crore youth in 5 years.
Finance Minister Nirmala Sitharaman announced it in Budget 2024. The portal launches today, get ready for new opportunities.… pic.twitter.com/h6SrgZt5Nq
— DD India (@DDIndialive) October 3, 2024
તાલીમ ખર્ચ અને Internship ખર્ચના 10% પણ આપશે
કંપનીઓ તેમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ફંડમાંથી તાલીમ ખર્ચ અને Internship ખર્ચના 10% પણ આપશે. જોકે પીએમ નરેન્દ્ર મોદીએ લગભગ 10 હજાર કરોડ રૂપિયાના સ્વચ્છતા સંબંધિત પ્રોજેક્ટ્સ શરૂ કર્યા. મિશન અમૃત અને અમૃત 2.0 પણ PM Modi દ્વારા દિલ્હીના વિજ્ઞાન ભવનમાં શરૂ કરાયેલા પ્રોજેક્ટ્સમાં સામેલ છે. આ અંતર્ગત દેશના અનેક શહેરોમાં વોટર અને વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે Swachh Bharat Mission ની યાત્રા કરોડો દેશવાસીઓની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ પણ સ્વચ્છતાની સેવામાં યોગદાન આપ્યું
PM Modi એ દરેક દેશવાસીઓ, સફાઈ મિત્રો, ધાર્મિક નેતાઓ, ખેલાડીઓ, સેલિબ્રિટી, NGO અને મીડિયા સહકર્મીઓની પ્રશંસા કરી અને કહ્યું કે દરેકના પ્રયાસોએ Swachh Bharat Mission ને એક વિશાળ જન આંદોલન બનાવ્યું છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ પણ સ્વચ્છતાની સેવામાં યોગદાન આપ્યું છે અને દેશને મોટી પ્રેરણા આપી છે. Swachh Bharat Mission એ પણ ગોળ અર્થતંત્રને નવી ગતિ આપી છે.
આ પણ વાંચો: રાજ્યની મહિલાઓને મળશે મફતમાં સિલાઈ મશીન, આ રીતે ફોર્મ ભરો