હવે સંતાનોના સહારે નહીં રહે વૃદ્ધ, સરકાર દ્વારા કરવામાં આવી સૌથી મોટી જાહેરાત
- વરિષ્ઠ નાગરિકો માટે મફત સારવારનો મોટો નિર્ણય
- 70 વર્ષથી વધુ વયના નાગરિકોને આરોગ્ય કવરેજ
- આયુષ્માન ભારત PM-JAY હેઠળ વૃદ્ધોને મફત સારવાર
- 6 કરોડ વરિષ્ઠ નાગરિકો (senior citizens) ને 5 લાખ સુધીની મફત સારવાર
કેન્દ્ર સરકારે (The central government) આજે (બુધવાર) વરિષ્ઠ નાગરિકો (senior citizens) માટે મોટો નિર્ણય લીધો છે. હવે વરિષ્ઠ નાગરિકોને હોસ્પિટલોમાં મફત સારવાર મળશે. દેશના લગભગ 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજનાનો લાભ મળશે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાણકારી આપી હતી.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે શું કહ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો (senior citizens) ને, આવકને ધ્યાનમાં લીધા વિના, ફ્લેગશિપ સ્કીમ આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) હેઠળ આરોગ્ય કવરેજને મંજૂરી આપી છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને સાર્વત્રિક સ્વાસ્થ્ય કવરેજ આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એક મોટો નિર્ણય છે. આ નિર્ણયમાં મહાન માનવીય વિચાર છે. વરિષ્ઠ નાગરિકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળશે અને તે દેશના લગભગ 4.5 કરોડ પરિવારોને આવરી લેશે, જેમાં લગભગ 6 કરોડ વરિષ્ઠ નાગરિકો (senior citizens) નો સમાવેશ થશે.
#WATCH | After the Cabinet meeting, Union Minister Ashwini Vaishnaw says, "It has been decided to cover our senior citizens who are more than 70 years old under universal health coverage, Ayushman Bharat PM Jan Arogya Yojana. This is a very big decision. There is a great… pic.twitter.com/LwwMgiSx3Z
— ANI (@ANI) September 11, 2024
દર વર્ષે 12 કરોડ પરિવારોને રૂ. 5 લાખ સુધીનું આરોગ્ય કવચ
AB-PMJAY પહેલાથી જ લગભગ 55 કરોડ લોકોને મફત આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહી છે. તે વિશ્વની સૌથી મોટી સરકારી આરોગ્ય વીમા યોજના છે, જેનો ઉદ્દેશ્ય દર વર્ષે 12 કરોડ પરિવારોને રૂ. 5 લાખ સુધીનું આરોગ્ય કવચ આપવાનો છે, જેથી તેઓને ગૌણ અને તૃતીય હોસ્પિટલોમાં દાખલ કરવાની જરૂર પડે ત્યારે મદદ મળી શકે. આ નવી જાહેરાત બાદ હવે 70 વર્ષથી વધુ વયના વૃદ્ધોને આ યોજનાનો સીધો લાભ મળશે.
All citizens above 70 years brought under Ayushman Bharat health scheme
Read @ANI Story | https://t.co/9Xs19kwGbG#AyushmanBharat #HealthScheme #PMModi pic.twitter.com/HLsPWabrUs
— ANI Digital (@ani_digital) September 11, 2024
હાલમાં જ સંસદને સંબોધિત કરતી વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે, સરકારનો ઉદ્દેશ્ય છે કે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને આ યોજનાનો લાભ મળે અને મફત સારવાર મળે. આ નિર્ણયથી વૃદ્ધોને સારી આરોગ્ય સેવાઓ મળશે અને તેમના પરિવાર પર તેમની સારવારનો બોજ ઓછો થશે.
#WATCH | After the Cabinet meeting, Union Minister Ashwini Vaishnaw says, "PM Narendra Modi had made a commitment that all senior citizens above the age of 70 years will be given coverage under Ayushman Bharat PM Jan Arogya Yojana. There are many families which are already… pic.twitter.com/4MZRmDSaaf
— ANI (@ANI) September 11, 2024
હોસ્પિટલોમાં કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ થશે
PM-JAY હેઠળ, લાભાર્થીને હોસ્પિટલમાં કેશલેસ સુવિધા મળે છે. PM-JAY નો ઉદ્દેશ્ય સારવારનો ખર્ચ ઘટાડવાનો છે. આ યોજના હોસ્પિટલમાં દાખલ થવાના 3 દિવસ પહેલા અને હોસ્પિટલમાં દાખલ થયાના 15 દિવસ સુધીના સમગ્ર ખર્ચને આવરી લે છે.
આ પણ વાંચો: અમેરિકાની શોધ ભારતીયોએ કરી હતી, જાણો કોણે આપ્યું આવું ચોંકાવનારું નિવેદન